સિન્થેટિક મૌસમ હૈ

બાકીની સીઝનમાં નકામાં લાગતાં સિન્થેટિક આઉટફિટ ચોમાસામાં આર્શીવાદરૂપ લાગે છે



લેડીઝ સ્પેશ્યલ

ખુશ્બૂ મુલાની ઠક્કર


સિન્થેટિક ફૅબ્રિક જ્યારે ભીનાં થાય છે ત્યારે એમાંથી પાણી તરત જ નીકળી જાય છે અને જલદીથી સુકાઈ પણ જાય છે, એથી ચોમાસામાં સિન્થેટિક આઉટફિટ પહેરવાં જોઈએ. ખાસ કરીને જે વર્કિંગ વર્ગ છે તેમના માટે સિન્થેટિક આઉટફિટ સારાં પડે છે. આથી અચાનક પડેલા વરસાદમાં જો ભીના થઈ જવાય તો જલદીથી સુકાઈ પણ જશે. સિન્થેટિક આઉટફિટમાં ઘણા ઑપ્શન આવે છે. ડિપેન્ડિંગ કે તમે વર્કિંગ મહિલા છો કે હાઉસવાઇફ છો કે પછી સ્ટુડન્ટ છો.

winter

વર્કિંગ મહિલા

વર્કિંગ મહિલા સ્ટ્રેચેબલ સિન્થેટિક ટ્રાઉઝર સાથે શર્ટ પહેરી શકે. જો તમે ડેનિમ સાથે સિન્થેટિક શર્ટ પહેરશો અને જો ભૂલથી ભીનાં થઈ જવાયું તો હેરાન થઈ જવાશે, કારણ કે શર્ટ સિન્થેટિક હોવાને કારણે જલદીથી સુકાઈ જશે અને ડેનિમ જલદી સુકાય નહીં અને આખો દિવસ ભીનાં કપડાંમાં રહેવું પડશે. જો તમારે ઇન્ડિયન ડ્રેસ પહેરવાનો હોય તો લૉન્ગ સિન્થેટિક કુરતા સાથે હોઝિયરીનું લેગિંગ્સ ન પહેરવાં. આમ તો ચોમાસામાં લેગિંગ્સ પહેરાય જ નહીં, પરંતુ કોઈ પર્ટિક્યુલર કુરતા સાથે લેગિંગ્સ પહેરવાની જરૂર પડે તો શાઇની લેગિંગ્સ પહેરી શકાય. સલવાર પહેરવાનું ટાળવું. જો કૉટનની હશે અને ભીની થશે તો શરીરને ચોંટી જશે. વર્કિંગ મહિલા માટે બેસ્ટ ઑપ્શન  છે એ-લાઇન સ્કર્ટ અને ફૅન્સી સિન્થેટિક ટૉપ્સ. સ્કર્ટની લેન્ગ્થ તમારી બૉડીટાઇપ પ્રમાણે નક્કી કરવી.

હાઉસવાઇફ

જો તમે ઘરમાં સાડી પહેરતાં હો તો કૉટનની સાડી ન પહેરવી. હાઉસવાઇફને જ્યારે ઘરની બહાર જવાનું થાય ત્યારે જ મોટે ભાગે ધ્યાન રાખવું પડે છે. ચોમાસામાં ઘરની બહાર જતી વખતે ખાસ કરીને સિન્થેટિક સાડી જ પહેરવી. જો ભૂલથી પણ

sarere

કૉટનની સાડી પહેરી

બહાર નીકળ્યાં અને અચાનક વરસાદને કારણે ભીનાં થઈ જવાયું તો કૉટનની સાડી શરીરને ચોંટી જશે અને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાઈ જવાશે. અને જો તમે સલવાર-કમીઝ પહેરતાં હો તો આખો ડ્રેસ સિન્થેટિક ફૅબ્રિકનો હોય એવો જ લેવો. સિન્થેટિક ફૅબ્રિક મોટે ભાગે ટ્રાન્સપરન્ટ હોય છે, આથી પહેરતાં પહેલાં કે સીવડાવતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું કે ભીનાં થયેલાં કપડાંમાંથી ઇનરવેઅર ન દેખાય.

capri

યંગ યુવતી

યંગ યુવતી માટે ઘણા ઑપ્શન છે; જેમ કે શૉર્ટ્સ, કેપ્રી, ઍન્કલ-લેન્ગ્થ ડેનિમ વગેરે.

જો તમારું ફિગર સુડોળ હોય તો તમે શૉર્ટ્સ પહેરી શકો.

શૉર્ટ્સમાં પણ ફૅબ્રિક વેરિએશન આવે છે. કૉટનની શૉર્ટ્સ ન પહેરવી, સિન્થેટિક ફૅબ્રિકની શૉર્ટ્સ પહેરવી અને એની સાથે સિન્થેટિક ટૉપ જ પહેરવું. કેપ્રી સાથે હિપ-લેન્ગ્થનું શર્ટ પહેરી શકાય. એમાં પણ ફૅબ્રિક વેરિએશન આવે છે. કૉલેજ માટે કેપ્રી કે ઍન્કલ-લેન્ગ્થનું ડેનિમ પહેરી શકાય અથવા સ્ટ્રેચેબલ સિન્થેટિક ફૅબ્રિકનાં ટ્રાઉઝર પહેરી શકાય. ટ્રાન્સપરન્ટ  સિન્થેટિક શર્ટની અંદર સિન્થેટિક હોઝિયરીની સ્લિપ પહેરવી જેથી જો ભીનાં થવાય તો એ શરીરને ચોંટે નહીં.

ઍક્સેસરી

chappal

ફુટવેઅર : ચોમાસામાં ફુટવેઅરની ઘણી વરાઇટી આવે છે; જેમ કે ચંપલ, સ્લિપર, ફ્લોટ્સ, શૂઝ અને ગમબૂટ્સ. ચોમાસામાં ખાસ કરીને આગળથી બંધ હોય એવી પૅટર્ન સિલેક્ટ કરવી, જેમ કે ચંપલ પહેરવાથી નખમાં કાદવનો કચરો ભરાય છે. એથી જો આગળથી બંધ હોય એવી પૅટર્ન હોય તો પગ ગંદા થતા નથી. જો તમે સ્લિપર પહેરતા હો તો ખાસ ધ્યાન રાખવું કે ચાલતી વખતે કપડાં પર કીચડના ડાઘ ન પડે. ફ્લોટ્સ કમ્ફર્ટ વેઅર છે, યુનિસેક્સ છે અને કોઈ પણ આઉટફિટ પર પહેરી શકાય. શૂઝમાં બેલી શૂઝ પૅટર્ન પણ મૉન્સૂન ફુટવેઅરમાં આવે છે. યંગ યુવતીઓ બ્રાઇટ કલર પસંદ કરી શકે; જ્યારે ગૃહિણીઓ સોબર કલર જેવા કે બ્લૅકï, બેજ, બ્લુ વગેરે પસંદ કરી શકે. અને શૉર્ટ્સ પર પહેરવા માટે ગમબૂટ્સ બેસ્ટ ઑપ્શન છે.

umbrella

છત્રી / રેઇનકોટ : છત્રીમાં ઘણી વરાઇટી આવે છે. તમારા પ્રોફેશનને અનુરૂપ તમે છત્રી પસંદ કરી શકો. જો તમે વર્કિંગ હો તો તમે બે ફોલ્ડવાળી છત્રી વાપરી શકો, જેથી ટ્રાવેલિંગમાં તમને સારું પડે. છત્રીની પ્રિન્ટ તમારી ઉંમરના હિસાબે સિલેક્ટ કરી શકાય, જેમ કે બોલ્ડ અને બ્રાઇટ પ્રિન્ટ યંગ યુવતીઓને સારી લાગી શકે. મિડલ એજ મહિલા માટે ચેક્સ અથવા સ્ટ્રાઇપની પ્રિન્ટવાળી છત્રી સારી લાગી શકે. જ્યારે મોટી ઉંમરના પ્લેન છત્રી વાપરી શકે. આજકાલ ૩D અને મૅજિક છત્રીએ જોર પકડ્યું છે.

wind

વિન્ડશીટર : સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું. જો વિન્ડશીટર હિપ-લેન્ગ્થનું હોય તો માત્ર હિપ-લેન્ગ્થ સુધી જ શરીર ઢાંકે છે અને જે પાણી વિન્ડશીટર પર પડે છે એનાથી નીચેનાં કપડાં ભીનાં થાય છે. જો આખું શરીર ઢાંકવું હોય તો રેઇનકોટ સારો ઑપ્શન છે. રેઇનકોટ માત્ર બાળકો માટે જ નથી આવતા, મોટાઓ માટે પણ આવે છે. જે વર્કિંગ મહિલાઓ માટે ઘણા સારા પડી શકે. પ્લેન કલરમાં આવતા હોવાથી પહેરવાથી પણ ડીસન્ટ લાગે છે અને ભીના પણ નથી થવાતું.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો


હૅન્ડબૅગ પણ મૉન્સૂન સ્પેશ્યલ આવે છે.

ખાસ કરીને મેકઅપ વૉટરપ્રૂફ કરવો.

લેધરની કોઈ પણ વસ્તુ વાપરવી નહીં, નહીં તો એમાં ફંગસ આવી જશે.

રિસ્ટવૉચમાં પાણી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું અથવા વૉચ કાંડાની અંદરની સાઇડ પહેરવી અને મેટલ કે રેક્ઝિનના બેલ્ટવાળી  ઘડિયાળ પહેરવી.

જો તમે ટ્રાવેલ કરતા હો તો એક જોડી કપડાં એક્સ્ટ્રા રાખવાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK