ઓન્લી ફૉર ક્લાસ નૉટ ફૉર માસ

વાઇટ આઉટફિટ માત્ર પ્રાર્થનાસભામાં પહેરવા માટેનો ડ્રેસ-કોડ નથી, જો સરખી રીતે પહેરવામાં આવે તો સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પણ બની શકે

fashion

ખુશ્બૂ મુલાની ઠક્કર

વાઇટ આઉટફિટ પહેરવાની બહુ ઓછાની પસંદગી હોય છે. એમ કહી શકાય કે વાઇટ આઉટફિટ ઇઝ ફૉર ક્લાસ, નૉટ ફૉર માસ. વાઇટ આઉટફિટ ક્યારેય આઉટ ઑફ ફૅશન થતા નથી. એટલે એને ક્લાસિક વેઅર પણ કહેવાય છે. મોટે ભાગે બધા પાસે વાઇટ કુરતો તો હોય જ છે. પરંતુ કુરતા કરતાં બીજા આઉટફિટ પણ ટ્રાય કરી શકાય; જેમ કે વાઇટ ડેનિમ, વાઇટ અનારકલી, વાઇટ સાડી, વાઇટ ડ્રેસ વગેરે.

વાઇટ કુરતો 


વાઇટ કુરતો ઑલમોસ્ટ બધા પાસે હોય જ છે અને હોવો જ જોઈએ. વાઇટ કુરતો કઈ રીતે પહેરવો એ તમારે કયા ફંક્શનમાં જવાનું છે એના પર આધાર  રાખે છે. જો તમે કૉલેજગોઇંગ યુવતી હો તો તમે ડેનિમ પર પહેરી શકો ડિપેન્ડિંગ કે કુરતાની લેન્ગ્થ કેટલી છે. જોકે ડેનિમ પર તો બધી જ લેન્ગ્થના કુરતા સારા લાગશે એટલે હિપ-લેન્ગ્થથી લઈને  ની-લેન્ગ્થ સુધી અથવા કાફ-લેન્ગ્થથી લઈને ફુલ-લેન્ગ્થ સુધી. ઑફિસ વેઅર માટે વાઇટ કુરતા સાથે કોઈ પણ લાઇટ કલરનું જેમ કે પિન્ક, બ્લુ, યલો કલરનું લેગિંગ પહેરી શકાય. અથવા વાઇટ ઍન્ડ વાઇટ પહેરી એના પર કોઈ પણ પેસ્ટલ શેડનો પ્રિન્ટેડ દુપટ્ટો પહેરી શકાય. જો ઑફિસગોઇંગ યુવતી વાઇટ ઍન્ડ વાઇટ કૉમ્બિનેશન પહેરવા માગતી હોય તો વાઇટ કુરતા સાથે વાઇટ પૅન્ટ અથવા પલાઝો પણ પહેરી શકાય. જો ગૃહિણી વાઇટ કુરતો પહેરવા માગતી હોય અને જો કુરતાની લેન્ગ્થ શૉર્ટ હોય તો વાઇટ કુરતા સાથે પ્રિન્ટેડ સેમી-પટિયાલા પહેરી શકાય અથવા લેગિંગ્સ પહેરી શકાય. જો તમારું શરીર સુડોળ હોય અને તમે શિફોનનો કુરતો પહેરવા માગતાં હો તો એની અંદર કૉન્ટ્રાસ્ટ કલરની બસ્ટિયર પહેરી એક અલગ લુક આપી શકો. જો તમારું શરીર ભરેલું હોય તો ટ્રાન્સપરન્ટ વાઇટ કુરતો ન પહેરવો અને જો પહેરવો જ હોય તો એમાં લાઇનિંગ સ્ટિચ કરાવી લેવું.

વાઇટ ડેનિમ  

વાઇટ ડેનિમ સિલેક્ટ કરવું બહુ ઓછાની પસંદ હોય છે. મોટે ભાગે બધા એમ જ વિચારતા હોય કે ડેનિમ એટલે માત્ર બ્લુ કલર, પરંતુ વાઇટ ડેનિમ ક્લાસી લુક આપે છે. પરંતુ ઘણાને ડેનિમથી રૅશિસ થઈ જાય છે. પરંતુ હવે તો કૉટન ડેનિમ પણ મળે છે. વાઇટ ડેનિમ સાથે કોઈ પણ પેસ્ટલ શેડનું ટૉપ પહેરી શકાય. હમણાંની સ્ટાઇલ મુજબ વાઇટ ડેનિમ ઍન્કલ લેન્ગ્થનું પહેરવું. એમાં પણ વૉર્ન આઉટ ઇફેક્ટ પહેરી કંઈક અલગ લુક આપી શકાય. વાઇટ ડેનિમ સાથે જો તમે ટી-શર્ટ અથવા ટી-બૅક પહેરો અને પગમાં હાફ શૂઝ અથવા કૅન્વસ શૂઝ પહેરવાથી કૅઝ્યુઅલ લુક આવશે અને જો પેસ્ટલ શેડના શર્ટ સાથે હાઈ-હીલ્સ પહેરવાથી ફૉર્મલ લુક આવશે.

વાઇટ ફ્લોર-લેન્ગ્થ 


ફ્લોર-લેન્ગ્થ ડ્રેસ પહેરવાનું આવે ત્યારે મોટે ભાગે બધા બ્રાઇટ કલર સિલેક્ટ કરે છે, પરંતુ વાઇટ ફ્લોર-લેન્ગ્થ સૂધિંગ ઇફેક્ટ આપશે. ડિપેન્ડિંગ કે વાઇટ ફૅબ્રિક તમે કેવું સિલેક્ટ કરો છો. વાઇટ ડ્રેસ એટલે કૅથલિક વેડિંગ ગાઉન પણ ધ્યાનમાં આવે. એટલે વાઇટ ફ્લોર-લેન્ગ્થ સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું કે વેડિંગ ગાઉન જેવી પૅટર્ન સિલેક્ટ ન થાય. તમે જો કંઈક અલગ પહેરવા માગતા હો તો ઑફ વાઇટ ચંદેરી ફૅબ્રિક લેવું. એમાં બૉડી-સ્ટ્રક્ચર પ્રમાણે નેકલાઇન આપવી. ફુલ સ્લીવ આપી ગાઉન બનાવવું. ગાઉનમાં નીચે કૅન કૅન નખાવવું, જેના લીધે ગાઉન નીચેથી થોડું ફૂલેલું લાગે છે. એના લીધે વધારે ગ્રેસફુલ લાગે છે. ફ્લોઈ ફૅબ્રિકમાં પણ ફ્લોર-લેન્ગ્થ સારા લાગી શકે. વાઇટ ફ્લોર-લેન્ગ્થ ડ્રેસ સાથે તમે પર્લ અથવા ડાયમન્ડ જ્વેલરી પહેરી શકો. નો-જ્વેલરી લુક પણ સારો લાગી શકે. હેરમાં સૉફ્ટ કર્લ લુક અથવા લો-બન સારો લાગી શકે.

વાઇટ સાડી 

વાઇટ સાડી ઘણા પ્રકારની આવે છે. તમારી ઉંમરના હિસાબે તમે સાડી પસંદ કરી શકો. જો તમે યંગ છો અને તમારું શરીર સુડોળ છે તો તમે ફ્લોઈ ફૅબ્રિકની સાડી પહેરી શકો. ફ્લોઈ ફૅબ્રિકની સાડી પહેરવાથી ફ્લોઈ ફૅબ્રિક તમારા શરીરનો શેપ લઈ લે છે. તેથી સુડોળ યુવતીઓએ પહેરવી. જો તમે મિડલ એજનાં હો તો તમે લખનવી વાઇટ સાડી પહેરી શકો અથવા વાઇટ સાડી સ્ટાર્ચ કરીને પહેરી શકાય. વાઇટ કપડાં સ્ટાર્ચ કરીને પહેરવાથી વધારે ઊભરીને આવે છે. વાઇટ સાડી જો સરખી રીતે પહેરવામાં આવે તો ખૂબ એલિગન્ટ લુક આવે છે. જો ફ્લોઈ સાડી પહેરવાનાં હો તો સૅટિન પેટિકોટ પહેરવો. ખાસ ધ્યાન એ રાખવું કે સૅટિનના પેટિકોટમાં નહીં તો િગ્રપ નહીં આવે અને પેટિકોટ લૂઝ થશે અને જો કૉટન કે સિલ્ક ફૅબ્રિકની સાડી પહેરવાનાં હો તો એની નીચે કૉટનનો પેટિકોટ પહેરવો.

વાઇટ શૂઝ 

વાઇટ શૂઝ પ્રોમિનન્ટ લુક આપે છે. એટલે કે ધ્યાન જાય એવો. જો તમારે આખો વાઇટ ઍન્ડ વાઇટ લુક આપવો હોય તો તમે વાઇટ આઉટફિટ સાથે વાઇટ શૂઝ કે ચંપલ, ડિપેન્ડિંગ કે તમારો આઉટફિટ કેવો છે, એ પહેરી શકો અથવા ક્યારેક બ્લુ ડેનિમ અને એના પર વાઇટ શર્ટ પહેર્યું હોય તો એની સાથે વાઇટ શૂઝ મૅચ કરી શકો. અથવા તો પેસ્ટલ શેડની બૉટમ સાથે કોઈ લાઇટ કલરનું ટૉપ અને એની સાથે વાઇટ શૂઝ, વાઇટ બેલ્ટ અને વાઇટ બૅગ કૅરી કરી આખો લુક મેઇન્ટેન કરી શકાય.

વાઇટ બેલ્ટ - વાઇટ બેગ - વાઇટ ગ્લાસિસ


વાઇટ ઍક્સેસરી કૅરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે લુક બૅલૅન્સ થઈ રહ્યો છે કે નહીં. કોઈ પણ કલરફુલ આઉટફિટ સાથે વાઇટ ઍક્સેસરી કૅરી ન કરવી. જ્યારે વાઇટ ઍન્ડ વાઇટ આઉટફિટ પહેર્યો હોય કે પેસ્ટલ શેડના આઉટફિટ પર્હેયા હોય ત્યારે વાઇટ ઍક્સેસરી કૅરી કરી શકાય.

વાઇટ સનગ્લાસિસ ખાસ કરીને જેમની વાઇટ સ્કિન હોય તેમને વધારે સારા લાગે છે અથવા તો ટૅન સ્કિનને.

વાઇટ ગ્લાસિસ પર્ટિક્યુલર પર્સનાલિટી પર જ સારા લાગે છે અને વાઇટ ગ્લાસિસ પહેરવા માટે ભરપૂર કૉન્ફિડન્સ પણ હોવો જોઈએ.

વાઇટ બેલ્ટ જેટલો થિન હશે એટલો વધારે સારો લાગશે.

યંગ ગર્લ્સ વાઇટ પ્લાસ્ટિક બૅન્ગલ્સ કે પછી વાઇટ ટૉપ્સ કે વાઇટ રાઉન્ડ રિંગ પહેરી શકે.

ધ્યાન રાખવા જેવી બાબતો


વાઇટ આઉટફિટની અંદર ભૂલ્યા વગર વાઇટ ઇનર જ પહેરવા.

જો કોઈ ટૉપ કે કુરતામાં સ્લિપની જરૂર પડે તો પહેરવી.

વાઇટ આઉટફિટને આયર્ન કર્યા વગર ભૂલથી પણ ન પહેરવા.

વાઇટ આઉટફિટની વાઇટનેસ જાળવવા માટે ક્યારેક બ્લીચમાં ધોઈ નાખવા.

જો ભૂલથી પણ વાઇટ આઉટફિટ પર કોઈ ડાઘ પડ્યો હોય તો એ આઉટફિટ ન પહેરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK