ગરદનની ખૂબસૂરતીને નજરઅંદાજ ન કરો

સૌંદર્ય નિખારવાની વાત આવે ત્યારે સ્ત્રીઓ માત્ર ચહેરા પર ફોક્સ કરે છે; પરિણામે નાજુક, નમણી અને સુરાહીદાર ગરદનની સુંદરતા ખોઈ બેસે છે

priyanka

વર્ષા ચિતલિયા

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. એવી જ રીતે તમારી ત્વચાની કાળજી પણ અત્યંત મહત્વની છે. તંદુરસ્ત અને નાજુક ત્વચા તમારી હૅબિટ અને લાઇફ-સ્ટાઇલને ઇન્ડિકેટ કરે છે. ત્વચાની સંભાળમાં બેદરકારીનાં ગંભીર પરિણામો પણ ભોગવવાં પડે છે. ત્વચાની સુંદરતા એ સ્ત્રીની કમજોરી છે. વાસ્તવમાં સ્ત્રીના સૌંદર્ય અને વ્યક્તિત્વમાં શરીરનાં તમામ અંગોની ખૂબસૂરતીનું આગવું મહત્વ છે, પરંતુ તેઓ ચહેરાની સુંદરતાને જ પ્રાધાન્ય આપે છે, પરિણામે શરીરનાં અન્ય અંગોની સુંદરતા નષ્ટ થઈ જાય છે. શું તમે ક્યારેય અરીસામાં જોતી વખતે તમારી ગરદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? જો તમારો ચહેરો રૂપાળો હોય અને દાંત પીળા પડી ગયા હોય તો કેવું લાગે? વાળ લાંબા અને ચમકદાર હોય પણ ડૅન્ડ્રફ હોય તો ચાલે? આવી જ રીતે ચહેરો ગોરો હોય અને ગરદન કાળી હોય તો એનો પ્રભાવ તમારા આખા વ્યક્તિત્વ પર પડે છે. શારીરિક સુંદરતામાં ચહેરાના સૌંદર્યનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ નાજુક નમણી ગરદનનું છે. ચહેરાની સુંદરતા પ્રાપ્ત કરવાના અતિ ઉત્સાહમાં આપણે ગરદનની સુંદરતાને નજરઅંદાજ કરીએ છીએ. બ્યુટી-પાર્લરમાં જઈને સૌંદર્ય નિખારવાની વાત આવે ત્યારે પણ સ્ત્રીઓ એક સીમામાં બંધાઈને રહે છે, પરિણામે ગરદનનું સૌંદર્ય ખોઈ બેસે છે. ગરદન આપણા શરીરનું એક એવું નાજુક અંગ છે જેના પર ઉંમરની અસર સૌથી પહેલાં વર્તાય છે. જો ગરદનની નિયમિતપણે કાળજી લેવામાં નહીં આવે તો એની સુંદરતા ચોક્કસ ગુમાવી દેશો.

કવિઓએ સ્ત્રીની સુરાહીદાર અને હરણી જેવી નાજુક ડોક પર અનેક કવિતાઓ રચી છે પણ સ્ત્રીઓની બેદરકારી અને ઉપેક્ષાએ એના સૌંદર્યને નષ્ટ કરી નાખી છે. સ્ત્રીઓમાં ગરદનની ત્વચા કાળી પડી જવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે. કેટલીક વાર ગરદનની કાળાશને કારણે તેમને જાહેરમાં ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે અથવા એને છુપાવવા બંધગળાનાં વસ્ત્રો પહેરવાની ફરજ પડે છે. ગરદનની સ્વચ્છતામાં ઉપેક્ષા દાખવવામાં આવતા આ જગ્યાએ મેલ જમા થાય છે અને ધીમે-ધીમે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. લાંબા સમય સુધી આ બાબતમાં બેદરકારી રાખવામાં આવતાં ચહેરા અને ગરદનના રંગમાં મોટો તફાવત આવી જાય છે. એક સમય એવો આવે છે જ્યારે તમારી પાસે કૉસ્મેટિક સારવાર સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી બચતો. કૉસ્મેટિક સારવારથી બચવા અને ગરદનની સુંદરતાને બરકરાર રાખવા વહેલાસર જાગી જવામાં શાણપણ છે. આજે આપણે ચહેરાની ખૂબસૂરતીમાં વધારો કરતી ગરદનના સૌંદર્ય પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

ગરદનની કાળાશ અને ડાઘ-ધબ્બાનાં અનેક કારણો હોઈ શકે છે. તડકામાં ફરવાથી તેમ જ અધિક માત્રામાં પરસેવાને કારણે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. પરસેવાને કારણે ગરદનની આસપાસ યુરિક ઍસિડ જમા થાય છે જેનાથી ત્વચા કાળી પડી જાય છે. ડાયાબિટીઝ અને થાઇરૉઇડ જેવા કેટલાક ચોક્કસ રોગોની ગરદનની સુંદરતા પર વિપરીત અસર થાય છે. ગરદનની સુંદરતા નષ્ટ થવાનાં અનેક કારણો હોઈ શકે છે જેમાં સૌથી સામાન્ય છે વધતી વય એવો અભિપ્રાય આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘જેમ-જેમ ઉમર વધતી જાય ગરદનની ત્વચા પર આડી લાઇન પર કરચલી પડવા લાગે છે. વયને કારણે પડતી કરચલીઓને દૂર કરવા બોટોક્સનાં ઇન્જેક્શન લેવાં પડે. બોટોક્સ સૌથી સલામત, અસરકારક અને લોકપ્રિય કૉસ્મેટિક સારવાર છે જે ત્વચાને યુવાન રાખે છે. આ પ્રકારનાં ઇન્જેક્શન લેવાથી વર્તમાન કરચલીઓ દૂર કરી શકાય છે તેમ જ નવી કરચલી થતી અટકાવી શકાય છે. બોટોક્સના ઇન્જેક્શનની સારવાર નિષ્ણાત અને અનુભવી ડૉક્ટરની દેખરેખ હેઠળ કરાવવી જોઈએ.’

બોટોક્સની સારવાર સામાન્ય રીતે ઉમરને કારણે પડતી કરચલીઓ માટે જ લેવામાં આવે છે, પરંતુ આજકાલ નાની વયના લોકોમાં પણ ગરદન પર દેખાતી કરચલી સામાન્ય બાબત થઈ ગઈ છે એનું કારણ જણાવતાં ડૉ. સ્વાતિ કહે છે, ‘યુવાનીમાં ગરદન પર જે કરચલી દેખાય છે એનું મુખ્ય કારણ છે જિમ. આજે જિમમાં જઈને બૉડી બનાવવાનો જે ક્રેઝ વધી રહ્યો છે એની આડઅસર ગરદન પર જોવા મળે છે. યુવતીઓમાં ગરદન પર જોવા મળતી જે ઊભી કરચલીઓ દેખાય છે એ જિમને કારણે છે જેને તબીબી ભાષામાં ચિકન નેક કહેવાય છે. કસરત કરતી વખતે ગરદનના મસલ્સ ખેંચાય છે  એથી કરચલીઓ પડે છે. જોકે કેટલીક તકેદારી રાખવાથી એને દૂર કરી શકાય છે અથવા તો ઓછી કરી શકાય છે. ચિકન નેકમાં પણ બોટોક્સની સારવાર અસરકારક સાબિત થાય છે. આમાં તરત જ રિઝલ્ટ દેખાય છે. આ ઉપરાંત રિન્કલ ફિલર પણ કરાવી શકાય. રિન્કલ ફિલરમાં જેલ લગાવવામાં આવે છે. આ એક પ્રકારની મૉઇરાઇઝર ક્રીમ છે જેને સામાન્ય ક્રીમની જેમ જ વાપરી શકાય. ગરદનની કરચલીઓ દૂર કરવાના અનેક માર્ગ છે, દવા અને ક્રીમથી ફરક ન પડે ત્યારે છેલ્લે લેઝર ટીÿટમેન્ટ આવે છે. જ્યારે તકલીફ વધી જાય ત્યારે આ સારવાર લેવી જોઈએ.’

ગરદન પર પિગમેન્ટેશનની સમસ્યાને છુપાવવી સૌથી અઘરી છે. પિગમેન્ટેશનને કારણે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. શરીરના અન્ય અંગની તુલનામાં ગરદન કાળી પડી જાય છે. ત્વચાના રંગને જાળવી રાખતા રંગસૂત્રોની સંખ્યા ઝડપથી વધી જાય ત્યારે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. આ સમસ્યા દરેક ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. ગરદનની ખૂબસૂરતી ખોવાઈ જવાનાં કારણોમાં સૌથી જોખમી કારણ છે ઓબેસિટી. સ્થૂળ કાયા ધરાવતી વ્યક્તિને ઍકેન્થોસિસ નાઇિગ્રકન્સનો સામનો કરવો પડે છે. ઍકેન્થોસિસની અસર ગરદન, બગલ અને નિતમ્બના ભાગ પર વધારે જોવા મળે છે. આ પ્રકારની સમસ્યામાં ગરદનની ત્વચા જાડી થતી જાય છે, પરિણામે ગરદન પર ફોલ્ડ પડે છે. ઓબેસિટી તેમ જ ડાયાબિટીઝના દરદીમાં પણ એકેન્થોસિસની સમસ્યા જોવા મળે છે. સ્થૂળ અને ડાયાબિટીઝના દરદીઓ ત્વચાનો રંગ બદલાઈ ગયો હોય એવો અણસાર આવે કે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વહેલી તકે સારવાર કરવામાં ન આવે તો સમસ્યા વકરે છે અને સારવાર મુશ્કેલ બને છે. કેટલીક વાર ઇલાજ શક્ય નથી બનતો. થાઇરૉઇડ અને અન્ય કેટલીક બીમારીમાં ડમાં ટ્રીટમેન્ટની પણ ખાસ અસર વર્તાતી નથી.

ગરદનની સુંદરતા જળવાઈ રહે એ માટે કેટલીક સામાન્ય ટિપ્સ વિશે વાત કરતાં ડૉ. સ્વાતિ કહે છે, ‘સ્ત્રીઓ પોતાના ચહેરાને લઈને જેટલી સભાન છે એટલી ગરદનની સુંદરતા માટે ગંભીર નથી, પરિણામે ગરદનની ત્વચા કાળી પડી જાય છે તેમ જ નાની વયે લબડી જાય છે. તમે ચહેરાને દિવસમાં દસ વાર સાફ કરો છો, પણ ગરદનને ભૂલી જાઓ છો. મોઢું ધોતી વખતે ગરદનને નજરઅંદાજ ક્યારેય ન કરો. એવી જ રીતે ચહેરા પર મૉઇરાઇઝર અને અન્ય પ્રોડક્ટ્સ વાપરો છો તો ગરદન પર કેમ નહીં? ઍન્ટિ-એજિંગ ક્રીમની બાબતમાં પણ સ્ત્રીઓ ગરદનને ભૂલી જાય છે. ઍન્ટિ-એજિંગ ક્રીમને ગરદન સુધી આગળ અને પાછળ એમ બધે કવર કરવી જોઈએ. આપણે જોઈએ છીએ કે મોટી વયની સ્ત્રીઓ બંધગળાનાં વસ્ત્રો વધુ પહેરે છે એનું કારણ એ જ કે તેમની ગરદન લબડી ગઈ હોય છે. ચહેરા પર મેકઅપ લગાવી દો એટલે યંગ દેખાઓ, પણ લબડી ગયેલી ગરદન પર મેકઅપની જોઈએ એવી અસર ન થાય એટલે એને ઢાંકીને રાખવી પડે છે. ગરદનની ત્વચા લબડી જાય ત્યાં સુધી ધ્યાન ન આપો તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ગરદન એ ચહેરાનો જ એક ભાગ છે એમ સમજી એની સંભાળ રાખશો તો સુંદરતા જળવાઈ રહેશે.’

deepika

જોજો ક્યાંક ટેક્નૉલૉજી તમારી ગરદનના સૌંદર્યને ભરખી ન જાય

આજે આપણે સૌ ઇન્ટરનેટના જમાનામાં રહીએ છીએ. ટેક્નૉલૉજીએ વિશ્વને આપણા હાથમાં સમાવી દીધું છે, પરંતુ યાદ રાખો દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે. યુવાન વયે જોવા મળતી ગરદનને લગતી સમસ્યા ટેક્નૉલૉજીના અતિ વપરાશને આભારી છે. ઘડિયાળને કાંટે અને સ્માર્ટફોનને ગરદન પાસે દબાવીને ચાલતા લોકો ‘ટેક નેક’ નામના વિચિત્ર રોગનો ભોગ બની રહ્યા છે. આ રોગ વ્યક્તિના ચહેરાના દેખાવ પર ગંભીર અસર કરે છે જેમાં આંખ, કાન અને ખભાની સાથે ગરદનનો પણ સમાવેશ થાય છે. એક અભ્યાસ મુજબ ૩૦થી ૫૦ વર્ષની વય ધરાવતી વિશ્વની ૮૮ ટકા સ્ત્રીઓ આ રોગથી પીડાય છે. ગરદન પર ટાઇ-લાઇન તરીકે ઓળખાતા ભાગ પર મોબાઇલ સ્ક્રીનની સૌથી વધારે અસર થાય છે. આ ભાગ પર એટલી ઝડપથી કરચલી પડવા લાગે છે કે યુવાનીમાં જ વૃદ્ધત્વનો સામનો કરવો પડે છે. ડબલ ચિન અને ગળાની ચરબીનાં વિવિધ કારણોમાં ટેક્નૉલૉજીનો પણ સમાવેશ થાય છે. ટેક નેકની સમસ્યાથી પીડાતી વ્યક્તિને માથાનો અને પીઠનો દુખાવો પણ સહન કરવો પડે છે. આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહેલા દરદીને કૉસ્મેટિક ટ્રીટમેન્ટની જરૂર પડે છે. દરદીની આવશ્યકતા અનુસાર કિબેલાની સારવાર આપવામાં આવે છે. કિબેલા એ એક પ્રકારનું નૉન-સર્જિકલ લિપોલિસિસ ઇન્જેક્શન છે જે ગરદનની આસપાસના ફૅટી ટિશ્યુને નાશ કરવા માટે આપવામાં આવે છે. ૧૫થી ૨૦ મિનિટની આ સારવાર લેનારા દરદીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગરદનની ત્વચાને ટાઇટ કરવા માટે પણ ઇન્જેક્શનનો સહારો લેવો પડે છે.

ટેક્નૉલૉજીનો અતિરેક તમારી ગરદનની સુંદરતાને ભરખી ન જાય તેમ જ સર્જરી અને ઇન્જેક્શનની સારવારથી બચવા માટે કેટલીક સામાન્ય ટિપ્સ અપનાવવા જેવી છે. સામાન્ય રીતે આપણે મોબાઇલમાં મેસેજ વાંચતી અથવા ટેક્સ્ટ કરતી વખતે ગરદનને નીચે ઝુકાવીએ છીએ.  ગરદનને નીચે ઝુકાવવાની જગ્યાએ મોબાઇલને હાથમાં પકડી ચહેરાની સામે રાખશો તો લાભ થશે. ગરદનને લગતી કેટલીક સામાન્ય કસરત અથવા યોગ કરી શકાય. તમારા બૉડી-પૉર પર ખાસ ધ્યાન આપો. હંમેશાં ટટ્ટાર બેસવાનું રાખો. ચાલતી વખતે પણ આ બાબતનું ધ્યાન રાખો. ગરદન પર દેખાતી કરચલીઓ ઓછી કરવા અને નવી કરચલીઓ થતી અટકાવવા ડર્મેટાઇસ સ્કિનકૅર પ્રોડક્ટ્સ વાપરવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત નેક લિફ્ટ પૅક પણ વાપરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK