ચાલો બનાવીએ સમરને ફૅશનેબલ

સમરમાં હંમેશાં લૂઝ કપડાં પહેરવાની મજા આવે છે અને સ્ત્રીઓ એ ઑપ્શન હંમેશાં નાઇટીને આપે છે. પરંતુ નાઇટી કરતાં કંઈક અલગ ટ્રાય કરીને રૂટીન કરતાં અલગ લુક આપી શકાય. ચાલો બનાવીએ સમરને ફૅશનેબલ

summer1

ખુશ્બૂ મુલાની ઠક્કર

સમરમાં હંમેશાં લૂઝ કપડાં પહેરવાની મજા આવે છે. સમર ચાલુ થતાં જ પ્યૉર કૉટન કપડાંની ખરીદી ચાલુ થઈ જાય છે. કૉટન કપડાંમાં પણ ફૅશનેબલ લાગી શકાય. ચાલો જાણીએ આ સમરમાં શું પહેરીશું. સમરમાં પ્યૉર કૉટન કપડાં પહેરવાં વધારે ગમે છે. અને એમાં પણ જો કમ્ફર્ટ અને સ્ટાઇલનું કૉમ્બિનેશન મળી જાય જેમ કે કૉટન પજામાસ, શૉર્ટ્સ, જમ્પ સૂટ અને ડ્રેસિસ તો સમરમાં પણ કપડાં પહેરવાની મજા આવી જાય.

પજામાસ

કૉટન મલના પજામાસ પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને પૅટર્નમાં મળે છે. મલ પ્યૉર કૉટન છે, જેથી પહેરવાથી બિલકુલ ગરમી નથી થતી અને આ પજામાસ પર કોઈ પણ જાતનાં ટી-શર્ટ મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય. જેમ કે જો તમારું સુડોળ શરીર હોય તો પજામાસ સાથે સ્પૅઘેટી કે G-સ્ટિંÿગ ટૉપ પહેરી શકાય. જો બાંધો થોડો મજબૂત હોય તો રાઉન્ડ નેકનાં ટી-શર્ટ અથવા કૉલરવાળાં ટી-શર્ટ પહેરી શકાય. આ પજામાસ બધાં જ એજ ગ્રુપની મહિલાઓ પહેરી શકે. આખો દિવસ ઘરમાં પણ પહેરી શકાય અને કંઈક કામ માટે નીચે ઊતરવાનું પણ થાય તો ખરાબ નથી લગતા.

શૉર્ટ્સ

શૉર્ટ્સની વાત આવે એટલે ડેનિમ શૉર્ટ્સ જ યાદ આવે. પરંતુ સમરમાં તમે કૉટન શૉર્ટ્સ પહેરી શકો જેમ કે મલની શૉર્ટ્સ કે પછી કલમકારી કે ઇકત ફૅબ્રિકની શૉર્ટ્સ. ડિપેન્ડિંગ કે તમારું બૉડી-સ્ટ્રક્ચર કેવું છે અને અને તમારી એજ કેટલી છે. મલ ફૅબ્રિકની શૉર્ટ્સ પહેરવી હોય તો પાતળી યુવતીઓએ પહેરવી, કારણ કે મલ પાતળું ફૅબ્રિક હોવાને કારણે ઊઠવા-બેસવામાં તરત જ ફાટી જાય. કૉટન શૉર્ટ્સ માટે બેસ્ટ ઑપ્શન છે ઇકત ફેબ્રિક. આ ફૅબ્રિક પણ પ્યૉર કૉટન છે, પરંતુ થોડું થિક હોવાને કારણે શૉર્ટ્સનું ફિટિંગ બરાબર બેસે છે. આવી શૉર્ટ્સ બહુ ઓછી જગ્યાએ રેડી મળે છે. ખાસ કરીને બનાવડાવવી પડે છે. આવી શૉર્ટ્સ યંગ યુવતીઓને વધારે સારી લાગે છે. આથી આ શૉર્ટ્સ પર ક્રૉપ ટૉપ પહેરી શકાય. જગ્યા પ્રમાણે પગમાં બેલી શૂઝ અથવા સ્લિપર્સ પહેરી શકાય. હેરમાં હાઈ બન અથવા હાઈ પોનીટેલ કરી શકાય.

જમ્પ સૂટ

જમ્પ સૂટ એટલે રમ્પર્સ એટલે કે જે ડ્રેસમાં બૉટમ અને ટૉપ સાથે સ્ટિચ કરેલાં હોય. જમ્પ સૂટમાં પ્રિન્ટ-વેરિએશન સાથે લેન્ગ્થ-વેરિએશન પણ આવે છે. તમે તમારા બૉડી-સ્ટ્રક્ચરને અનુરૂપ લેન્ગ્થ સિલેક્ટ કરી શકો. જો તમે પાતળાં હો તો તમે શૉર્ટ લેન્ગ્થનો જમ્પ સૂટ પહેરી શકો. જો તમારું શરીર થોડું ભરેલું હોય તો કાફ-લેન્ગ્થ અથવા ફુલ લેન્ગ્થ જમ્પ સૂટ પહેરી શકો. જો તમારી હાઇટ ઓછી હોય તો જમ્પ સૂટ ન પહેરવા, એનાથી હાઇટ વધારે ઓછી લાગશે. જમ્પ સૂટની પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, જેમ કે ફ્લાવર પ્રિન્ટ પસંદ કરવી જેનાં કલર-કૉમ્બિનેશન પણ સૂધિંગ હોય. એના લીધે ગરમી ઓછી લાગે. જમ્પ સૂટ મોટે ભાગે બધી જ જાતનાં ફૅબ્રિકમાં મળે છે. ખાસ કરીને કૉટન ફૅબ્રિકવાળા પસંદ કરવા. તમારા બૉડી-સ્ટ્રક્ચરને અનુરૂપ જમ્પ સૂટની અંદર ટી-શર્ટ અથવા સ્પૅઘેટી કે ટી-બૅક પહેરી શકાય. આ લુકમાં તમે હેરમાં મેસી લુક ટ્રાય કરી શકો.

ડ્રેસ


સમરમાં ડ્રેસ પહેરવા માટે ઘણા ઑપ્શન છે જેમ કે સ્લીવલેસ, ઑફશોલ્ડર, શૉર્ટ લેન્ગ્થ, લૉન્ગ લેન્ગ્થ વગેરે. ડ્રેસમાં ફ્લોઇ ફૅબ્રિક વધારે સારાં લાગે. આથી જો સિન્થેટિક ફૅબ્રિકમાં હોય અને જો એમાં કૉટન લાઇનિંગ હોય તો પહેરી શકાય. સિન્થેટિક ફૅબ્રિક હંમેશાં ટ્રાન્સપરન્ટ હોય છે, જેને લીધે લાઇનિંગ તો નાખવું જ પડે છે. પરંતુ લાઇનિંગમાં વેરિએશન આપી શકો, જેમ કે માત્ર બસ્ટલાઇનમાં લાઇનિંગ નાખવું અથવા તો માત્ર થાઇઝ સુધી લાઇનિંગ હોય. આથી સમરમાં ડ્રેસ પહેરવાનો પર્પઝ પણ સૉલ્વ થાય અને સ્ટાઇલિશ પણ લાગી શકાય. જો તમારું શરીર થોડું ભરેલું હોય તો કૉટન પ્રિન્ટેડ ફૅબ્રિકનાં ગાઉન પહેરી શકાય. તમારા બૉડી-સ્ટ્રક્ચરને હિસાબે તમે ડ્રેસની લેન્ગ્થ સિલેક્ટ કરી શકો. કૉટન ફૅબ્રિકમાં પણ તમે ફ્રેશ પ્રિન્ટ સિલેક્ટ કરી શકો કે જેમાં લાઇટ કલર તો હોય, પરંતુ એ ફ્રેશ લુક આપતા હોય.

summer

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સમરમાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું.

બહાર નીકળતી વખતે સ્કાર્ફથી ચહેરાને ઢાંકી દેવો.

બપોરના ટાઇમે બહાર નીકળતી વખતે છત્રી લેવી.

ખૂબ પાણી પીવું.

કોઈ પણ કપડાં પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે સ્લીવની લેન્ગ્થ કેટલી છે. સ્લીવલેસ અથવા ફુલ સ્લીવ્સ પહેરવી જેથી તમારા હાથ ટૅન થાય તો આખા થાય અથવા થાય જ નહીં.

જો શૉર્ટ સ્લીવ પહેરી હશે તો માત્ર સ્લીવ જેટલો જ ભાગ ટૅન નહીં થાય અને નીચેનો હાથ ટૅન થશે એટલે જો ક્યારેય સ્લીવલેસ પહેરવું પડશે તો હાથના અલગ-અલગ કલર નહીં સારા લાગે.

જો શૉર્ટ ડ્રેસ પહેરવાના હો તો પગમાં સ્ટૉકિંગ્સ પહેરી શકાય.

જો તમે ટૂ-વ્હીલર ચલાવતા હો તો હાથમાં ખાસ કરીને સૉક્સ પહેરવાં જેથી હાથ ટૅન ન થાય.

હેર ખાસ કરીને બાંધીને રાખવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK