ક્યા ખૂબ લગતી હો

શિલ્પા શેટ્ટીએ ગ્રે કલરનો નેટનો ગાઉન પહેર્યો છે જે એક અનકૉમન કલર છે.

shilpa

સ્ટાર & સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર

શિલ્પાનો ગાઉન ખૂબ જ સિમ્પલ છે, પરંતુ એના સ્ટાઇલિંગના હિસાબે અટ્રૅક્ટિવ લાગે છે. ધ્યાનથી જોવાથી ખ્યાલ આવે છે કે ગાઉનમાં યોક આપવામાં આવ્યો છે અને યોક પૂરતું જ ગોલ્ડન શિમર આપવામાં આવ્યું છે અને યોકથી નીચે બે લેયર આપવામાં આવી છે. પહેલી લેયરમાં વર્કના બુટ્ટા છે અને બુટ્ટા જે શેપમાં છે એ જ ટેમ્પલ શેપમાં એની હેમલાઇન આપવામાં  આવી છે. નીચેની લેયરમાં કોઈ એમ્બ્રૉઇડરી નથી, પરંતુ એને પણ ઉપરની લેયરની જેમ જ શેપ આપવામાં આવ્યો છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ છે અપર ર્પોશન કે જેમાં પોંચો પહેરવામાં આવ્યો છે. પોંચોની હેમલાઇનમાં પણ વર્ક હોવાને કારણે સ્ક્લૉપ્સના શેપ આપવામાં આવ્યા છે. પોંચોનું નેક થોડું ઉપર રાખવામાં આવ્યું છે કે જેમાંથી ઓરિજિનલ નેક દેખાય. પોંચોમાં કલી આપવામાં આવી છે કે જેના લીધે પોંચો ફ્લેરી લાગે. લાઇટ મેકઅપ સાથે અને ઓપન હેર સાથે શિલ્પા ખૂબ સિમ્પલ બટ સ્ટાઇલિશ લાગે છે.

આ લુક કોઈ પણ અપનાવી શકે. જો તમારે નેટ પર વર્ક ન કરાવવું હોય તો રેડી વર્કવાળી નેટ માર્કેટમાં મળે છે જેમાં તમે વર્કના હિસાબે હેમલાઇન આપી શકો. આ સિમ્પલ અને એલિગન્ટ ગાઉન  પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK