બોહો લુક

એટલે કે કૅસ્ટ્રી ઍટિટ્યુટ. વાંચીને જુઓ તમારામાં આ છે કે નહીં

dress1

ખુશ્બૂ મુલાની ઠક્કર

બોહેમિયન લુકનું શૉર્ટ ફૉર્મ એટલે બોહો લુક. બોહો લુક એટલે કૅર-ફ્રી ઍટિટ્યુડ. બોહો સ્ટાઇલિંગમાં ગાર્મેન્ટ ખાસ કરીને બ્રાઇટ અને બોલ્ડ પ્રિન્ટમાં હોય છે અને લૂઝ ફિટિંગવાળાં હોય છે. ખાસ કરીને ગાર્મેન્ટ લૉન્ગ અને લેયરવાળાં હોય છે અથવા તો ફ્રિલ કે ફ્રિન્જિસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. બોહો લુક ખાસ કરીને યંગ ગર્લ્સમાં વધારે પ્રચલિત છે. બોહો લુક અપનાવવા માટે ચોક્કસ પર્સનાલિટી અને ગ્રેટ ફૅશન-સેન્સની જરૂર હોય છે. જો તમને ફૅશનમાં નવા-નવા અખતરા કરવા ગમતા હોય તો તમે બોહો લુક અપનાવી શકો. આ લુક અપનાવવામાં કોઈ લિમિટેશન નથી. તમે તમારી ફૅશન-સેન્સ મુજબ મિક્સ ઍન્ડ મૅચ કરી શકો. ચાલો જાણીએ બોહો લુક કઈ રીતે અપનાવાય.

ટૉપ્સ


ટૉપ્સ મોટે ભાગે બ્રાઇટ કલરમાં હોય છે; જેમ કે બ્રાઇટ ઑરેન્જ, ક્રિમ્સન યલો, રેડ, ઍક્વા બ્લુ વગેરે. અને પ્રિન્ટ પણ બોલ્ડ હોય છે; જેમ કે માઇથોલૉજિકલ કે પછી કંઈક રાઇટિંગ હોય કે પછી ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટ હોય. બોહો લુક આપનારાં ટૉપ્સ ખાસ કરીને સિન્થેટિક ફૅબ્રિકમાં હોય છે કે પછી કૉટન મલમાં છે, જેથી જો એમાં ફ્રિલ આપવામાં આવી હોય તો એનો ફૉલ સારો પડે અને લુક સરસ આવે. આવાં ટૉપ સ્પૅઘેટી કે સ્લીવલેસ હોય છે અથવા તો કોલ્ડ શોલ્ડરમાં હોય છે જેમાં હેમલાઇનમાં નીચે ઇલૅસ્ટિક આપવામાં આવ્યું હોય છે, જેના લીધે બલૂન ઇફેક્ટ આવે છે. એથી એ થોડું લૂઝ પણ લાગે છે. જો તમે ફ્રિન્જિસવાળી બૅગ લેવાના હો તો પગમાં તમે ફ્રિન્જિસવાળાં સૅન્ડલ પહેરી શકો. હેરમાં થોડો સૉફ્ટ કર્લ્સ લુક આપવો. નેકમાં મલ્ટિકલર બીડ્સ પહેરી શકો. જો સ્લીવલેસ ટૉપ પહેર્યું હોય તો એક હાથમાં મલ્ટિકલર બૅન્ગલ્સ પહેરવી. એસિમેટ્રિકલ હેમલાઇનવાળાં ટૉપ પણ પહેરી શકાય.

ડ્રેસ

બોહો ડ્રેસ બૉડીફિટેડ નથી હોતા. મોટે ભાગે લૂઝ જ હોય છે. ડ્રેસની લેન્ગ્થ ની સુધી  હોય છે અથવા કાફ-લેન્ગ્થ હોય છે. ઘણા ડ્રેસ આખા બૉક્સ સ્ટાઇલના હોય છે એટલે કે કફતાન સ્ટાઇલ કે જેમાં કમર પર દોરી હોય છે જે તમને જે પ્રમાણેનું ફિટિંગ જોઈતું હોય એ પ્રમાણે બાંધવામાં આવે છે. આવા ડ્રેસ સાથે પગમાં ઍન્કલ લેન્ગ્થનાં બૂટ્સ પહેરવામાં આવે છે અને આ લુક સાથે ઝોલા બૅગ સારી લાગી શકે અથવા તો જો સ્લીવલેસ યોકવાળો ડ્રેસ હોય તો એટલે કે જેમાં ચેસ્ટ સુધી યોક હોય અને પછી લેયર હોય અથવા પ્લેન ઘેરવાળું હોય. આવા ડ્રેસ સાથે ડેનિમનું શૉર્ટ જૅકેટ પહેરવું અને ડેનિમનાં કે કૉટનનાં કૅન્વસ શૂઝ પહેરવાં. ડ્રેસના કલરના મૅચિંગના હિસાબે શોલ્ડર બૅગના કલરની પસંદગી કરવી અથવા તો એસિમેટ્રિકલ હેમલાઇનવાળો ડ્રેસ પણ પહેરી શકાય જેમાં સ્પૅઘેટી હોય છે અથવા ચેસ્ટ સુધી ઓવરલેપિંગ યોક હોય અને નીચેનો ઘેરો ૩ કે ૪ લેયરમાં ડિવાઇડ થયેલો હોય. અથવા શૉર્ટ ડ્રેસની હેમલાઇનમાં ટૅસલ લગાડેલાં હોય. આવા ડ્રેસ સાથે નેકમાં લૉન્ગ બીડ્સ પહેરી શકાય.

શૉર્ટ્સ

બોહો લુક માટે શૉર્ટ્સ એક પર્ફેક્ટ ઑપ્શન છે. ખાસ કરીને ડેનિમની શૉર્ટ્સ. ડેનિમની શૉર્ટ્સ સાથે લૂઝ ટી-શર્ટ અને એના પર કૉડ્ર્રોયનું જૅકેટ અથવા ફ્રિન્જિસવાળું જૅકેટ. હેર સૉફ્ટ કર્લ્સવાળા ઓપન રાખવા અથવા કૉટન પ્રિન્ટેડ શૉર્ટ્સ પણ સારી લાગે શકે. એના પર પ્લેન અથવા કૉન્ટ્રાસ્ટ કલરમાં અથવા તો સેમ કલર ફૅમિલીમાં સ્પૅઘેટી કે હૉલ્ટર ટૉપ પહેરવું. શૉર્ટ્સની પ્રિન્ટ ખાસ કરીને ઑથેન્ટિક સિલેક્ટ કરવી; જેમ કે કલમકારી કે ગઢવાલી. એની સાથે પ્લેન ટી-શર્ટ અથવા કૉટન પ્રિન્ટવાળું સ્પૅઘેટી ટૉપ. આ કૉમ્બિનેશન સાથે માથામાં બંદાના પણ પહેરી શકાય. શોલ્ડર બૅગ લેવી. પગમાં ની-લેન્ગ્થનાં બૂટ્સ પણ પહેરી શકાય. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ડેનિમ શૉર્ટ્સ સાથે હૉલ્ટર કૉટન પ્રિન્ટેડ ટૉપ પહેરવું અને એના પર લૉન્ગ કૉટન પ્રિન્ટેડ કેપ ટૉપ પહેરવું. ની-લેન્ગ્થનાં બૂટ્સ પહેરવાં. સૉફ્ટ કર્લ્સ હેર ઓપન રાખવા અને હાથમાં મલ્ટિકલર બૅન્ગલ્સ પહેરવી.

લૉન્ગ ડ્રેસ

લૉન્ગ ડ્રેસમાં જો બોહો લુક જોઈતો હોય તો સ્લીવલેસ, સ્પૅઘેટી કે પછી હૉલ્ટર નેકમાં ડ્રેસ લેવો અથવા તો કફતાન સ્ટાઇલ પણ પહેરી શકાય. આવાં ગાઉન સાથે ફ્લૅટ ચંપલ પહેરી શકાય અથવા બેલી પણ પહેરી શકો. જો પ્લેન ડ્રેસ હોય તો તમારી  બૉડીને અનુરૂપ બ્રૉડ કે સ્લિમ બેલ્ટ પહેરી શકાય. જો તમને કૉલરવાળો ફુલ સ્લીવનો ડ્રેસ પહેરવો હોય તો સ્લીવને એલ્બો સુધી ફોલ્ડ કરવી. શર્ટનાં પહેલાં બે બટન ખુલ્લાં રાખી કૉલર થોડો બ્રૉડ કરવો. કમર પર કૉન્ટ્રાસ્ટ કલરનો બેલ્ટ પહેરવો. લૉન્ગ ડ્રેસમાં જો સાઇડ પર કે સેન્ટરમાં સ્લિટ આપ્યો હોય તો ની-લેન્ગ્થનાં બૂટ્સ પહેરવાં. સૉફ્ટ કર્લ્સ હેર ઓપન રાખી હૅટ પહેરવી.

ઍક્સેસરી


બોહો લુકમાં ઍક્સેસરી બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઍક્સેસરી એટલે અલગ-અલગ જાતના બેલ્ટ, હૅટ, લૉન્ગ ઇઅર-રિંગ, બીડ્સ, ફ્રિન્જિસવાળી બૅગ અને શૂઝ. કપડાંમાં એક એક્સ્ટ્રા ટચ ઍક્સેસરીથી જ આવે છે. તમારી બૉડી-ટાઇપને અનુસાર ઍક્સેસરીની પસંદગી કરવી. જો તમારું સુડોળ શરીર હોય તો બ્રૉડ બેલ્ટ, લૉન્ગ ઇઅર-  રિંગ, બ્રૉડ બૅગ સિલેક્ટ કરવી અને જો તમારું ભરાવદાર શરીર હોય તો ડેલિકેટ લુક આપે એવી ઍક્સેસરી સિલેક્ટ કરવી.

alia sara

સ્ટાઇલિશ સારા

પહેલી ફિલ્મ આવે એ પહેલાં જ ચર્ચામાં સારા અલી ખાન

સ્ટાર & સ્ટાઇલ


જે ડ્રેસ તેણે પહેર્યો છે એ પ્યૉર સૅટિનનો શૉર્ટ ડ્રેસ છે, જેનું નેક ક્લોઝ છે અને કમરથી નીચે ઓવરલૅપિંગ પૅટર્ન આપવામાં આવી છે. આ ડ્રેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ એની સ્લીવ્ઝ છે. સ્લીવ્ઝમાં જૉઇન્ટ નથી, પરંતુ કી-હોલ આપવામાં આવ્યું છે. સ્લીવ્ઝની લેન્ગ્થ એલ્બો સુધીની છે. કી-હોલની શરૂઆત ક્લોઝ નેક પાસેથી શરૂ થઈને સ્લીવ પૂરી થાય એની બે ઇંચ ઉપર સુધી આપવામાં આવ્યું છે. કમર પર જે જૉઇન્ટ છે ત્યાં થોડી ગેધર્સ આપવામાં આવી છે અને સ્લીવ્ઝમાં કોઈ જૉઇન્ટ નથી. તેથી લૂઝ લુક આપે છે અને કમર પર જે જૉઇન્ટ છે ત્યાં બેલ્ટ આપવામાં આવ્યો છે, જેથી એક કમ્પ્લીટ લુક આવે. સારાએ પગમાં ન્યુડ શેડનાં હાઈ-હીલ્સ સૅન્ડલ પર્હેયાં છે. એના હેર ઓપન છે અને હાથમાં બ્લૅક કલરનું ક્લચ છે. લાઇટ મેકઅપ સાથે સારા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

આ લુક કોઈ પણ કૉલેજગોઇંગ યુવતી અપનાવી શકે. શરત માત્ર એટલી જ કે તેનું ફિગર વેલ-મેઇન્ટેન્ડ હોવું જોઈએ. આ ડ્રેસ પ્યૉર સૅટિનમાંથી બનેલો છે. તેથી જ જો થોડું પણ પેટ વધેલું હશે તો સારું નહીં લાગે. સૅટીન ફૅબ્રિક શરીરનો શેપ લઈ લે છે. તેથી જ જ્યારે તમે પહેરો ત્યારે ખાસ કરીને પૅડેડ બ્રા પહેરવી અને જો થોડું શરીર વધેલું હોય તો કૉર્સેટ પહેરવું. એના લીધે થોડો ટ્રિમ લુક આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK