ઑલરાઉન્ડર બ્લૅક કુર્તા

હર કોઈ યુવતી પાસે બ્લૅક કુર્તો તો હોવો જ જોઈએ. જો ઍવરેજ ફૅશન-સેન્સ હોય તો એક બ્લૅક કુર્તાને અલગ-અલગ લુક આપી શકાય

kurta

ખુશ્બૂ મુલાની ઠક્કર

બ્લૅક કુર્તો એવરગ્રીન છે અથવા ક્લાસિક છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતો નથી. તમારા બૉડી-ટાઇપ પ્રમાણે બ્લૅક કુર્તો વસાવવો. એક બ્લૅક કુર્તો તમે જુદા-જુદા ફંક્શનમાં અલગ-અલગ રીતે પહેરી શકો; જેમ કે પટિયાલા, લેગિંગ્સ, સ્કર્ટ, સાડી કે ડેનિમ સાથે.

પટિયાલા

જો તમારી પાસે શૉર્ટ બ્લૅક કુર્તો હોય તો તમે પટિયાલા સાથે પહેરી શકો. શૉર્ટ કુર્તો અને પટિયાલા કોઈ પણ ઉંમરની મહિલાને શોભે છે. યંગ યુવતીએ જો પહેરવો હોય તો તેઓ દુપટ્ટા વગર પટિયાલા સાથે કુર્તો પહેરી શકે. પટિયાલા પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને સ્ટાઇલમાં આવે છે. પ્લેન બ્લૅક કુર્તા સાથે તમે કોઈ પણ કૉન્ટ્રાસ્ટ કલરમાં પટિયાલા પહેરી શકો જેમ કે ઑરેન્જ, પિન્ક, રેડ વગેરે. એની સાથે પગમાં મોજડી. સૉફ્ટ કર્લ હેર અથવા હાઈ બન વાળી શકાય. નેકમાં કોઈ નેકલેસ અને કાનમાં બાલી પહેરી શકાય તેમ જ એક હાથમાં બેન્ગલ્સ અને બીજા હાથમાં ઘડિયાળ પહેરીને પંજાબી લુક આપી શકાય. જો હાઉસવાઇફ પટિયાલા સાથે બ્લૅક કુર્તો પહેરવા માગતી હોય તો તેઓ માર્કેટમાં જે રેડી સલવાર-દુપટ્ટાનો સેટ મળે છે એ ખરીદી શકે જે બ્લૅક કુર્તા સાથે કલર-કૉમ્બિનેશનમાં મૅચ થવો જોઈએ. જ્યારે એક ગૃહિણી પટિયાલા સાથે બ્લૅક કુર્તો પહેરે છે ત્યારે એક ફૉર્મલ લુક આવે છે. મોટા ભાગની ગૃહિણીઓ પ્રૉપર પટિયાલા દુપટ્ટા સાથે એને મૅચિંગ જ્વેલરી પહેરે છે. એવી જ માથાની ક્લિપ અને મૅચિંગ હૅન્ડબૅગ અને પગમાં ફ્લૅટ્સ અથવા હીલ્સ એક વ્યવસ્થિત લુક આપે છે.

લેગિંગ્સ

લેગિંગ્સ સાથે તમે શૉર્ટ અને લૉન્ગ એમ બન્ને કુર્તા પહેરી શકો અને બન્નેમાં લુક અલગ આવશે. યંગ યુવતીઓ બ્લૅક કલરનો શૉર્ટ કુર્તો લેગિંગ્સ સાથે પહેરી શકે. ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે લેગિંગ્સ પહેરો છો ત્યારે તમારે હીલ્સ જરૂર પહેરવી. આખો લુક ચેન્જ થઈ જશે. જો તમારો કુર્તો ફ્રન્ટ બટનવાળો હોય તો એની સાથે કૉન્ટ્રાસ્ટ કલરમાં શ્રગ પહેરી શકો; જેમ કે બ્લૅક કુર્તો, યલો શ્રગ અથવા જૅકેટ અને રાની લેગિંગ્સ. આ લુકમાં ફ્લૅટ ચંપલ વધારે સારાં લાગશે અને જો તમારો કુર્તો પ્લેન હોય તો તમે લેગિંગ્સ સાથે પહેરી એના પર પ્રિન્ટેડ શિફૉનનો દુપટ્ટો પહેરી શકો. આ લુક સાથે હીલ્સ સારી લાગશે. લેગિંગ્સ સાથે તમે ઍન્ક્લેટ પહેરી શકો. ટિપિકલ ઇન્ડિયન લુક ન આપવો  હોય તો એક જ પગમાં ઍન્ક્લેટ પહેરવું. જેમની બૉડી હેવી છે તેમણે શૉર્ટ કુર્તો ન પહેરવો. જેમની પાસે બ્લૅક લૉન્ગ કુર્તો છે તેઓ લેગિંગ્સ સાથે માત્ર કુર્તો પહેરી પગમાં ફ્લૅટ ચંપલ, હેર ઓપન રાખી નેકમાં કોઈ સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી એક અલગ લુક આપી શકે. બ્લૅક લૉન્ગ કુર્તાને લૉન્ગ જૅકેટ સાથે પણ પહેરી શકાય અથવા લેગિંગ્સ સાથે લૉન્ગ બ્લૅક કલર કુર્તો અને એની સાથે હેવી વર્કવાળો દુપટ્ટો એક ટ્રેડિશનલ લુક આપી શકે.

સ્કર્ટ


બ્લૅક કલરનો લૉન્ગ કુર્તો ફ્લેરવાળા સ્કર્ટ સાથે સારો લાગે. એ-લાઇન સ્કર્ટ પહેરવાનું અવૉઇડ કરવું. સ્કર્ટની લેન્ગ્થ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જમીનને ઢસડાય એટલી લેન્ગ્થ ન રાખવી. ઍન્કલ લેન્ગ્થ સુધીનું ફ્લેરી સ્કર્ટ પહેરવું અને એના પર ફિટેડ બ્લૅક કલરનો કાફ લેન્ગ્થ અથવા ઍન્કલ લેન્ગ્થનો કુર્તો પહેરી શકાય. કુર્તામાં સ્લિટ હોવી જરૂરી છે. ફ્રન્ટ સ્લિટવાળો કુર્તો સ્કર્ટ સાથે સારો નહીં લાગે, પરંતુ જો કુર્તામાં ૩ સ્લિટ હોય એટલે કે સાઇડ પર અને વચ્ચે તો એ પહેરી શકાય. આ લુક સાથે હાઈ બન સારો લાગી શકે. પગમાં મોજડી પહેરી શકાય. ગળામાં સ્ટેટમેન્ટ નેકલેસ અને હાથમાં બ્રેસલેટ પહેરવું અને સાથે ઝોલા બૅગ કૅરી કરવી. બ્લૅક કુર્તો જ્યારે સ્કર્ટ સાથે પહેરવાનો હોય ત્યારે સ્કર્ટની પ્રિન્ટ સિલેક્ટ કરવામાં ખૂબ ધ્યાન રાખવું. પ્લેન સ્કર્ટ તો સારું લાગશે જ, પણ કલમકારી અથવા ઘડવાળી પ્રિન્ટ પણ પહેરી શકાય અથવા કોઈ સ્કર્ટના ઘેરામાં ખડી પ્રિન્ટ હોય તો એ પણ સારું લાગી શકે. ખાસ કરીને મોટા ફ્લોરલ પ્રિન્ટવાળું સ્કર્ટ જેમાં બહુ બ્રાઇટ કલરનો ઉપયોગ થયો હોય એવું સ્કર્ટ ન પહેરવું.

kurta1

ડેનિમ

ડેનિમ સાથે બ્લૅક કુર્તો એટલે એક પર્ફેક્ટ કૉમ્બિનેશન. જો તમારી પાસે ની-લેન્ગ્થ કુર્તો હોય તો તમે કેપ્રી સાથે પહેરી શકો, પરંતુ બેસ્ટ લુક તો ઍન્કલ-લેન્ગ્થ ડેનિમ સાથે ઍન્કલ લેન્ગ્થનો બ્લૅક કુર્તો પહેરવાથી આવશે. કૉટન કુર્તો હોય તો કાફ-લેન્ગ્થ પસંદ કરવી. જો તમારી પાસે શિફૉનનો બ્લૅક કલરનો ઍન્કલ-લેન્ગ્થ કુર્તો હોય તો એક ક્લાસિક લુક આવી શકે. બ્લૅક ટ્રાન્સપરન્ટ ઍન્કલ-લેન્ગ્થ કુર્તામાં તમે અંદર કોઈ બીજા કલરનું કૉન્ટ્રાસ્ટ ઇનર પહેરી શકો. પગમાં બેલી શૂઝ, સૉફ્ટ કર્લ લૉન્ગ હેર અથવા હેર બન અટ્રૅક્ટિવ લુક આપી શકે. જો તમારી પાસે કૉટનનો લૉન્ગ લેન્ગ્થનો કુર્તો હોય અને એ થોડો પણ લૂઝ હોય તો એને ફિટિંગવાળો કરાવવો. પગમાં કોલ્હાપુરી ચંપલ પહેરવાં અને હાથમાં ઝોલા બૅગ રાખવી. ડેનિમ સાથે જ્યારે કુર્તો પહેરવામાં આવે છે ત્યારે ઍક્સેસરીની જરૂર પડતી નથી. કાનમાં સ્ટડ પણ એક સિમ્પલ અને સોબર લુક આપશે.

સાડી

સાડી સાથે બ્લૅક કુર્તો પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે અને એની સાથે ગ્રેટ ફૅશન-સેન્સની પણ જરૂર હોય છે. જો સાડી સાથે બ્લૅક કુર્તો પહેરવો હોય તો એમાં સાઇડમાં લૉન્ગ સ્લિટ હોવી જરૂરી છે. ક્રેપની જ્યૉમેટ્રિક પ્રિન્ટની સાડી પહેરી એના પર કુર્તો પહેરવો. જે છેડો છે એને ભેગો કરી ગળામાં દુપટ્ટાની જેમ ડ્રેપ કરવો. વાળમાં લો બન વાળવો અને કાનમાં સાડીના કલરનાં ટિપ્સ પહેરવાં. જો તમારી પાસે હાફ કન્સેપ્ટમાં સાડી હોય એટલે કે સાડી ટૂ કલરમાં હોવી જોઈએ જેમાં શરૂઆતનો કલર અલગ અને પાછળનો કલર અલગ. એથી જ્યારે પહેરો ત્યારે નીચેનો ભાગ અલગ લાગે અને છેડાનો ભાગ અલગ લાગે. આવી સાડી સાથે તમે જ્યારે બ્લૅક કુર્તો પહેરો ત્યારે ૩ કલરની ઇફેક્ટ આવે છે. આ સ્ટાઇલ ટ્રાય કરતી વખતે ખૂબ કાળજી રાખવી. જો બંધબેસતું  કૉમ્બિનેશન નહીં હોય તો ખૂબ ખરાબ લાગશે. જો તમારા કલરની ચૉઇસ રાઇટ હશે, જેમ કે તમારી સાડી મરૂન અને બેજ કલરમાં હોય એટલે કે નીચે મરૂન કલર આવશે અને ઉપર છેડાનો ભાગ બેજ કલર આવશે અને એના પર બ્લૅક કુર્તો પહેરો ત્યારે બેજ, બ્લૅક અને મરૂન એમ ત્રણ કલર દેખાશે. તમારી પસંદ મુજબ સાડીનો છેડો ખુલ્લો પણ રાખી શકો અને એક સાઇડ પર પ્લીટ વાળીને પણ રાખી શકો. આ લુકમાં નો-જ્વેલરી લુક તમે આપી શકો. કાનમાં માત્ર ટિપ્સ અને હાથમાં બ્રેસલેટ અને હેર ઓપન રાખવા અથવા લો બન વાળવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK