જ્વાળામુખીની રાખ પણ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે

કોરિયન બ્યુટી-પ્રોડક્ટ્સમાં વૉલ્કૅનિક ઍશનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ યુવતીઓમાં આકર્ષણ જમાવે છે

beauty

વર્ષા ચિતલિયા

સમસ્ત જગતમાં એવી કોઈ સ્ત્રી નહીં હોય જેને સુંદર દેખાવાનો મોહ ન હોય. સુંદર દેખાવા સ્ત્રીઓ વિવિધ પ્રકારના પ્રયોગો કરે છે.સૌંદર્ય-પ્રસાધનો તો તેની કમજોરી ગણાય છે. સ્ત્રીઓની આ ઘેલછાના કારણે જ બજારમાં વિવિધ પદાર્થોમાંથી બનાવવામાં આવેલાં સૌંદય-પ્રસાધનોનો ખડકલો થઈ રહ્યો છે. હાલમાં વૉલ્કૅનિક ઍશમાંથી બનાવવામાં આવેલી બ્યુટી-પ્રોડક્ટ્સનો વિશ્વભરની યુવતીઓમાં જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ નવી પ્રોડક્ટે બજારમાં ધૂમ મચાવી છે. બ્યુટી-સેન્ટરો અને ઑનલાઇન શૉપિંગમાં વૉલ્કૅનિક ઍશનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવાં સૌંદર્ય-પ્રસાધનોની માગ વધી રહી છે. શું છે આ વૉલ્કૅનિક ઍશ? ખરેખર આ પ્રોડક્ટ્સ સલામત અને અસરકારક છે? એવી શું વિશેષતા છે કે યુવતીઓને એનું ઘેલું લાગ્યું છે? વૉલ્કૅનિક ઍશમાંથી બનાવવામાં આવેલાં સૌંદર્ય-પ્રસાધનોના વપરાશની વધતી જતી માગ પાછળનાં કારણો અને એના વપરાશ વિશે નિષ્ણાતોનું શું માનવું છે એ વિશે વિસ્તારપૂર્વક સમજીએ.

વર્ષોથી કોરિયન બ્યુટી-પ્રોડક્ટ્સની સમગ્ર વિશ્વમાં માગ રહી છે. વિવિધ સૌંદર્ય-પ્રસાધનોના ઉત્પાદનમાં કોરિયા અવ્વલ નંબરે છે અને અહીંથી જ બ્યુટી-પ્રોડક્ટ્સનો આખા વિશ્વમાં ફેલાવો થાય છે. કોરિયામાં બનાવવામાં આવતી બ્યુટી-પ્રોડક્ટ્સમાં કુદરતી ખનિજોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે.

સૌંદર્ય-પ્રસાધનોમાં વૉલ્કૅનિક ઍશ એટલે કે જ્વાળામુખીની રાખ અથવા માટીના વપરાશની સૌથી પહેલાં શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. કોરિયન બ્યુટીમાં વૉલ્કૅનિક ઍશના વપરાશે સૌંદર્ય-પ્રસાધનોના ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌને આર્યમાં મૂકી દીધા છે. સાઉથ કોરિયામાં આવેલો જેજુ આઇલૅન્ડ જ્વાળામુખી ધરાવતો ટાપુ છે. અહીં કુદરતી સંપત્તિનો લખલૂટ ખજાનો છે. વિશ્વની સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ વનસ્પતિ જેજુમાં મળી આવે છે. અહીંના જ્વાળામુખીની રાખ ત્વચાના શુદ્ધિકરણ માટે ખૂબ જ અસરકારક હોવાનું સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે. સૌંદર્યપ્રેમીઓએ ભૂરા રંગની આ જ્વાળામુખીની રાખનો ઉપયોગ કરતાં એનાં અસરકારક પરિણામ જોવા મળ્યાં છે.

સૌંદર્ય નિખારવા ઉપયોગી


સદીઓથી ત્વચાના નિખાર માટે વિવિધ પ્રકારની માટીનો ઉપયોગ થતો આવ્યો છે. મુલતાની માટીથી આપણે સૌ પરિચિત જ છીએ. વૉલ્કૅનિક ઍશ પણ એક પ્રકારની માટી જ છે. એમાં રહેલાંઍન્ટિ-બૅક્ટેરિયલ તત્વો ત્વચાનું રક્ષણ કરે છે. સલ્ફરનો ગુણધર્મ ધરાવતી આ રાખમાં મૃત ત્વચાને દૂર કરવાની શક્તિ છે. ખીલને અટકાવવામાં અને તૈલીય ત્વચામાં એ અસરકારક સાબિત થાય છે. વૉલ્કૅનિક ઍશમાંથી બનાવવામાં આવેલી ક્રીમ ત્વચામાંથી તેલને શોષી લે છે. લાંબા સમય સુધી ત્વચાને હાઇડ્રેટેડ અને મૉઇરાઇઝ્ડ રાખવામાં એ ઉપયોગી નીવડે છે. ઉપરાંત એ સ્ક્રબનું કામ પણ કરે છે. સૌંદર્યમાં વૉલ્કૅનિક ઍશના વપરાશ વિશે સચોટ માહિતી આપતાં બાંદરામાં ક્લિનિક ધરાવતાં ડર્મેટોલૉજિસ્ટ સોમા સરકાર કહે છે, ‘આપણા દેશમાં સક્રિય જ્વાળામુખી નથી તેથી લોકોને એના ઉપયોગ વિશે વધારે ખબર નથી. વૉલ્કૅનિક ઍશ ભારતમાં સહેલાઈથી પ્રાપ્ત ન હોવાથી એનો ઉપયોગ હાલમાં તો નહીંવત છે. આ એક ઇન્સૉલ્યુબલ માટી છે જેને પાણીમાં ભેળવવામાં આવે છે અને એનો માસ્ક બનાવી ચહેરા પર લગાડવામાં આવે છે. ચહેરાની ત્વચાના નિખાર માટે એનો માસ્ક વાપરવો હિતાવહ છે. રેડીમેડ માસ્ક ખરીદતાં પહેલાં એની ચકાસણી કરી લેવી જોઈએ. એનો ફેસવૉશ, ફેસપૅક અને સ્ક્રબમાં ઉપયોગ થાય છે.’

beauty

ઍન્ટિ-એજિંગ પ્રોડક્ટ

તબીબી ભાષામાં વૉલ્કૅનિક ઍશને સોડિયમ બર્ટોનાઇટ પણ કહે છે. એમાં પોટૅશ્યમ, સોડિયમ અને સિલિકા જેવાં ફાયદાકારક ખનિજો રહેલાં છે, જે જખમમાં હીલિંગનું કામ કરે છે અને ત્વચાને નવજીવન આપે છે. ત્વચાના કૅન્સરમાં પણ એનો ઉપયોગ થાય છે. ખરજવાની દવા અને સાબુના ઉત્પાદનમાં એનો વપરાશ કરવામાં આવે છે. આ સ્વાદરહિત ખનિજ હોવાથી એનો ટૂથપેસ્ટ અને પાઉડરમાં પણ ઉપયોગ થાય છે. એના ઉપયોગથી ત્વચામાંરક્ત-પરિભ્રમણ વધે છે, જેના કારણે ઝેરી તત્વો બહાર ફેંકાય છે અને શુષ્ક થઈ ગયેલી ત્વચામાં નિખાર આવે છે. વૉલ્કૅનિક ઍશ ક્લે એક ઉત્કૃષ્ટ એક્સફોલિએટર તરીકે કામ કરે છે જે ત્વચા પર જામેલી ધૂળ અને ગંદકીને સાફ કરે છે. ચહેરાપરની કરચલીઓ દૂર કરવામાં એઍન્ટિ-એજિંગનું કામ કરે છે. વૃદ્ધાવસ્થાને દૂર ધકેલવામાં મદદરૂપ થતી આ માટી યુવતીઓમાં ગાંડપણનું કારણ બની છે.

સૌંદર્ય-પ્રસાધનોમાં વૉલ્કૅનિક ઍશનો ઉપયોગ નવો છે, પણ મેડિકલ યુઝ નવો નથી. ચોપાટી પર ક્લિનિક ધરાવતા ડર્મેટોલૉજિસ્ટ બતુલ પટેલ કહે છે, ‘વૉલ્કૅનિક ઍશ બેન્ટોનાઇટ ક્લે જ છે. વૉલ્કૅનિક ઇરપ્શનના કૂલિંગ બાદ એ પાણીમાં ભળી જાય છે અને એમાંથી જે માટી પ્રાપ્ત થાય છે એનો સૌંદર્ય-પ્રસાધનો અને મેડિસિન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. સ્કિન રૅશિઝ માટે એ અસરકારક છે. નાનાં બાળકોને ડાઇપર પહેરાવવાથી તેમની નાજુક ત્વચા પર રૅશિઝ થઈ જાય ત્યારે બેન્ટોનાઇટ ક્લે લગાડવામાં આવે છે. એ ત્વચા માટે હીલિંગનું કામ કરે છે.

બ્યુટી-પ્રોડક્ટ્સમાં એ ક્લેન્ઝર તરીકે વપરાય છે. હવે તો સનસ્ક્રીન અને સાબુમાં પણ એનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જોકે હવામાનમાં બદલાવને ધ્યાનમાં રાખી એનો ઉપયોગ કરવો જોઈએ. ભેજવાળા હવામાનમાં આ ક્લેના ઉપયોગથી સ્કિન ડ્રાય થઈ જવાની શક્યતા છે. બીજું, વૉલ્કૅનિક ઍશમાંથી બનાવવામાં આવેલા માસ્કને આંખથી દૂર રાખવો જોઈએ અને પ્યૉરિટીની ચકાસણી કર્યા બાદ જ એનો વપરાશ કરવો જોઈએ.’

સાવધાની જરૂરી

વૉલ્કૅનિક ઍશ સુંદરતામાં નિખાર તો લાવે છે, પરંતુ એનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ. વારંવાર ઉપયોગ કરવાથી પણ સ્કિનને નુકસાન થાય છે. નિષ્ણાતની નિગરાની હેઠળ જ એનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ માટીનો સીધો ઉપયોગ કરવા કરતાં એમાંથી બનાવવામાં આવેલા માસ્ક વાપરવા જોઈએ.

સક્રિય જ્વાળામુખીની રાખ ત્વચાને નુકસાન પહોંચાડે છે. જે લોકો આવા વિસ્તારમાં વસવાટ કરે છે તેમની ત્વચાને નુકસાન થયાનું તબીબી તપાસમાં નિદાન થયું છે. સક્રિય જ્વાળામુખીથી લાંબા અંતરના વિસ્તાર સુધી કાદવના થર જામી જાય છે, જેનાથી જાન-મિલકતને નુકસાન થવાની શક્યતા છે. વૉલ્કૅનિક ઍશનો વપરાશ કરતાં પહેલાં એના વિશે વિસ્તૃત માહિતી મેળવી લેવી જોઈએ. બેન્ટોનાઇટ માટીના ઉપયોગમાં આંધળું અનુકરણ કરવું જરાય હિતાવહ નથી.

વૉલ્કૅનિક ઍશ ઇન્સૉલ્યુબલ માટી છે જેનો માસ્ક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્વચાના નિખારમાં એનું મહત્વ છે. સ્ક્રબ તરીકે વાપરી શકાય. જોકે ભારતમાં પૉપ્યુલર નથી

- ડર્મેટોલૉજિસ્ટ સોમા સરકાર


વૉલ્કૅનિક ઍશ ત્વચા માટે હીલિંગનું કામ કરે છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખી એનો વપરાશ કરવો જોઈએ. વારંવાર વાપરવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. ક્લેમાંથી બનાવવામાં આવેલા માસ્કને વાપરતી વખતે આંખની કાળજી લેવી જરૂરી છે

- ડર્મેટોલૉજિસ્ટ બતુલ પટેલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK