નવરાત્રિની નવી પેટન્ટ્સ - ઇજિપ્શિયન, હવાઇયન અને નેટ ઘાઘરા

દરેક વર્ષે સેમ-ટુ-સેમ કૉટનના ઘાઘરા પહેરીને કંટાળો આવી ગયો હશેને! લાગતું હશે કે સાડીમાં નવા ટ્રેન્ડ આવે, ડ્રેસમાં આવે તો નવરાત્રિના ઘાઘરામાં કેમ નહીં? તો નિરાશ ન થાઓ, કારણ કે આ વખતે ચણિયાચોળીમાં ઘણી નવી પૅટન્ર્સ છે, ખાસ કરીને ઘાઘરામાં. જેમ સાડીઓમાં નેટ ટ્રેન્ડમાં છે એમ આ વખતે નવરાત્રિના ઘાઘરાઓમાં પણ આ નેટની છટા જોવા મળશે. ચાલો જાણીએ બીજું શું નવું છે.

 

- અર્પણા ચોટલિયા


ઇજિપ્શિયન સ્ટાઇલ ઘાઘરા


આ નામ પહેલાં ક્યારેય સાંભળવામાં નથી આવ્યું. આ ડિઝાઇન એક નવો કૉન્સેપ્ટ છે. આ ઘાઘરા વિશે ખુશ્બૂ મુલાણી કહે છે, ‘દર વખતે લોકોને કંઈક નવું જોઈતું હોય છે. એમાંથી કેટલાક એવા હોય છે જેમને ખાસ રમવા માટે ઘેરદાર ટેÿડિશનલ ઘાઘરા જ જોઈતા હોય છે, પણ કેટલુંક ક્રાઉડ એવું પણ છે જેમને રમવા કરતાં સારી રીતે ડ્રેસ-અપ કરવામાં વધારે રસ હોય છે અને તેમના માટે જ આ એક નૉન-ટ્રેડિશનલ એવો ઘાઘરો છે. આ ઘાઘરાને ત્રણ પાર્ટમાં બનાવવામાં આવ્યો છે. ત્રણ કૉન્ટ્રાસ્ટ કલરના ત્રિકોણ કાપડના ટુકડાને જોડીને આ ઘાઘરો તૈયાર કયોર્ છે. ત્યાર બાદ ત્રણે ભાગમાં બીજા કૉન્ટ્રાસ્ટ કલરના ત્રિકોણ શેપના મોટા પૅચ લગાવવામાં આવ્યા છે. આ ઘાઘરાની ખાસિયત એ છે કે જ્યારે ગોળ ફરો ત્યારે આ ઘાઘરાના ત્રણે ત્રિકોણ એક-બીજામાંથી પાસ થતા હોય એવું લાગશે. આ ઘાઘરાને આવી જ ભૌમિતિક ડિઝાઇનને કારણે ટ્રિગનોમૅટરી ઘાઘરો પણ કહી શકાય. આ ઘાઘરા સાથે કોઈ પણ મિરર-વર્કવાળું બ્લાઉઝ મૅચ કરી શકાય.’

 

હવાઇયન ઘાઘરા


બ્રાઝિલિયન અથવા હવાઇઅન ઘાઘરા તરીકે ઓળખાતા આ ઘાઘરા હવાઇયન થીમ સાથે બનાવવામાં આવ્યા છે. આ ઘાઘરામાં કળીઓ નથી; પણ સૌથી નીચેનું લેયર આઠ મીટરનું, ત્યાર બાદ એની ઉપર છ મીટરનું અને એમ ગ્રૅજ્યુઅલી ઓછું થતાં લેયર લગાવવામાં આવ્યાં છે. ટૂંકમાં, આ ઘાઘરામાં હૉરિઝોન્ટલ લેયર છે. આ લેયર માટે વપરાયેલા કાપડમાં હવાઇયન થીમની જેમ મોટા ફ્લોરલ પ્રિન્ટેડ અને લાઉડ કલર્સવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જ્યારે બે લેયરને જોડવા માટે ફ્રીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ પ્રમાણે હવાઇયન ઘાઘરામાં હજી એક ડિઝાઇનની ડિમાન્ડ છે જે છે હરે રામ-હરે કૃષ્ણ કે સંસ્કૃતમાં કોઈ મંત્ર લખેલા ઘાઘરા. આ ઘાઘરામાં પણ ફ્રીલ, મલ્ટિકલર ખૂબ ચાલશે; જ્યારે સાથે મૅચિંગ મિરર-વર્કની ચોળી પર્ફેક્ટ નોરતાવાળો લુક આપશે.

 

 

નેટના ઘાઘરા


નેટના ફૉર્મલ ચણિયાચોળી અને સાડીઓ ખૂબ ટ્રેન્ડમાં છે, પણ નવરાત્રિના ઘાઘરામાં નેટ થોડો જુદો અને નવો કૉન્સેપ્ટ છે. નેટના ઘાઘરા ટ્રેડિશનલ વેઅરના શોખીનો અને પ્રાઇઝ માટે રમનારાઓ માટે નથી. આ ઘાઘરા થોડા ફૅન્સી લુક આપે છે. યંગ એજની છોકરીઓ માટે આ ઘાઘરા પર્ફેક્ટ છે. નેટની નીચે લાઇનિંગમાં ચંદેરી, બ્રોકેડ જેવાં ચમકીલાં મટીરિયલ વાપરવામાં આવ્યાં છે. આ ઘાઘરા પર ગોટાની લેસ, મિરર-વર્કની બૉર્ડર તેમ જ મલ્ટિ-કલરના નાના પૅચિસ લગાવવામાં આવ્યા છે. આ ઘાઘરા જો પાતળી યુવતીઓએ પહેરવા હોય તો શિમરનું લૅગિન્ગ કે શિમરની લાઇનિંગ વાપરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK