સૂતી વખતે આ 10 વાતોનું રાખો ધ્યાન, નહીં પડે ખરાબ અસર

ઉંઘવાની પણ અલગ અલગ રીત હોય છે

11



ઉંઘ બધાને ખૂબ ગમે છે, અને તે જરૂરી પણ છે. કહેવાય છે કે વ્યક્તિ એક વખત ખાધાપીધા વગર રહી શકે છે, પરંતુ ઉંઘ વિના કોઈ ન રહી શકે. એક સમય એવો આવે છે કે વ્યક્તિ પોતાની જાત પર કાબુ નથી રાખી શક્તો અને સૂઈ જાય છે.

ઉંઘવાની પણ અલગ અલગ રીત હોય છે, ઉંધા સૂવે ભોગી, સીધા સુવે યોગી, જમણે સુવે રોગી, ડાબે સુવે નિરોગી. આ ઉપરાંત ચારેય દિશામાં સૂવાથઈ પણ જાતક પર અનુકુળ અને પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે.

કઈ દિશામાં માથુ રાખવાથી પડે છે અસર


1. પૂર્વ દિશામાં માથુ રાખીને સુવાથી વિદ્યા આવે છે.

2. દક્ષિણ દિશામાં માથુ રાખીને સુવાથી ધનલાભ, આરોગ્ય લાભ થાય છે.

3. પશ્ચિમ દિશામાં માથુ રાખીને સૂનાર લોકોને ખૂબ જ ચિંતા થાય છે.

4. ઉત્તર દિશામાં માથુ રાખીને સૂવાથી હાનિ મૃત્યુકારક થાય છે.

12



આ પણ વાંચોઃ એક્વેરિયમમાં અવશ્ય રાખો આ રંગની માછલી, નહીં લાગે ખરાબ નજર


સૂતા સમયે આટલું રાખો ધ્યાન


1. માથુ અને પગ તરફ દીવો ન હોવો જોઈએ. દીવો મૂકો તો પણ ડાબી કે જમણી બાજુ દૂર હોવો જોઈએ.

2. સંધ્યા સમયે ઉંઘવું ન જોઈએ.

3. બેડ પર સૂતા સૂતા સુવું ન જોઈએ.

4. દરવાજાના ઉંબરે માથુ રાખી ન સુવુ જોઈએ.

5. હ્રદય પર હથ રાખીને, છત કે પાટ પર કે બીમ નીચે અને પગ પર પગ રાખીને ન સુવુ જોઈએ.

6. પગ તરફ જો બેટ ઉંચો હોય, તો અશુભ છે. જો કે ઉપચાર માટે તેમાં છૂટ છે.

7. બેડ પર બેઠા બેઠા ખાવું પીવું ન જોઈએ.

8.  કપાળ પર કંકુ લગાવીને સુવું પણ અશુભ ગણાય છે. સૂતા પહેલા તિલક હટાવી દેવું જોઈએ.


આ પણ વાંચોઃ ઘરની આસપાસ ભૂલથી પણ ન વાવો આ ત્રણ ઝાડ, પડશે આર્થિક તંગી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK