વાસ્તુ ટિપ્સઃ આ દિશામાં બારીથી સૌભાગ્ય પર પડી શકે છે આડઅસર

વાસ્તુમાં મનાયું છે કે ઘરની પારી પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં હોવી શુભ છે

WINDOW



વાસ્તુ શાસ્ત્રમાં ઘરની બારીઓને ખૂબ જ મહત્વની મનાઈ છે. ઘરમાં હવા કે અજવાળા માટે જ બારી કામની નથી, પરંતુ બારીની યોગ્ય દિશા અને સંખ્યા પણ સમૃદ્ધિ માટે જવાબદાર છે. જો બારી યોગ્ય દિશામાં ન હોય તો જીવનમાં મુશ્કેલી પણ આવી શકે છે. વાસ્તુમાં મનાયું છે કે ઘરની પારી પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં હોવી શુભ છે. દક્ષિણ દિશા યમની છે, એટલે આ દિશામાં બારી ન હોવી જોઈએ.

દક્ષિણ દિશામાં ન રાખો બારી

જો દક્ષિણ દિશામાં બારી બનાવવી મજબૂરી હોય, તો તેને ખુલ્લી ન રાખો. શક્ય હોય તો ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ બારી રાખવી જોઈએ. તેનાથી ચુંબકીય ચક્ર સંપૂર્ણ થાય છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. બારીને હંમેશા ચોખ્ખી રાખો. તેને ખોલતા અને બંધ કરતા સમયે અવાજ ન થવો જોઈએ. આવું થવાથી નકારાત્મક ઉર્જા વધે છે. બારી હંમેશા અંદરની તરફ ખોલવી જોઈએ. બારીનો આકાર જેટલો મોટો હોય તેટલું સારુ છે.

WINDOW2


બેકી સંખ્યામાં બનાવો બારી

ઘરમાં બારી હંમેશા બેકી સંખ્યા એટલે કે 2, 4, 6, 8, 10માં હોવી જોઈએ. એકી સંખ્યા જેમ કે 1, 3, 5, 7માં બારી હોવી અશુભ મનાઈ છે. જો મુખ્ય દરવાજા પાસે બનેલી બારી તૂટેલી કે ગંદી હોય, તો પરિવારના સભ્યોને આરોગ્ય સંબંધી મુશ્કેલી થઈ શકે છે. પૂર્વ દિશામાં વધુમાં વધુ બારી હોવી જોઈએ. તેનાથી સૂર્યના કિરણો ઘરમાં આવે છે, સાથે જ સૌભાગ્ય પણ લાવે છે. તો ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા મનાઈ છે. આ દિશામાં રહેલી બારી ઘરમાં કુબેર દેવતાની કૃપા વરસાવે છે.

બારીમાં પડદા જરૂર લગાવો


બારીમાં પડદા લગાવવા જરૂરી છે. જો શક્ય તો બારીની બહારની બાજુ કુંડા મુકવા જોઈએ. રોજ ઘરની બારીને થોડાક સમય માટે ખોલવી જ જોઈએ. જેનાથી શુદ્ધ હવા, પ્રકાશ અને સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK