વાસ્તુઃજો આ દિશામાં છે ટીવી, તો વધી શકે છે સ્ટ્રેસ

ઘરનું બાંધકામ અને તેનું ઈન્ટીરીયર ઘણી બધી ચીજો માટે જવાબદાર છે

tv

ઘરમાં રાખેલા સામાનનું પણ પોતાનું મહત્વ છે, પછી તે મનોરંજનના સાધનો હોય કે બીજી કોઈ ચીજવસ્તુ. જેમ કે ટીવી. ઘરમાં ટીવી ક્યાં રાખેલું છે, તેની પણ તમારી લાઈફ પર મોટી અસર પડે છે.  જો ટીવી ઉત્તર કે ઉત્તરપૂર્વ તરફ લગાવાયું છે, તો ટીવી જોતા સમયે તમે પોતાના કરિયર, ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો વિશે કે પછી પોતાના આરોગ્ય વિશે વધુ વિચારશો. અને આ પ્રકારના કાર્યક્રમ વધુ જોશો.

પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ટીવી મૂકવું છે આદર્શ

જો ટીવી પૂર્વ દિશા તરફ લાગેલું હોય તો તમે મોજ મસ્તી કે કોમેડી શો જોવાનું પસંદ કરશો, અને ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. પૂર્વથી ઉત્તર પૂર્વ તરફનું સ્થાન ટીવી માટે બેસ્ટ છે. અહીં રહેલું ટીવી તમને સ્ટ્રેસ ફ્રી રાખશે. જો અહીં તમે નજીકમાં ફ્રેશ ફૂલ કે આર્ટિફિશિયલ ફૂલ લગાવશો, તો પણ સારુ છે. અહીં રાખેલું ટીવી જોવાથી આખો પરિવાર મોજ મસ્તી અને તાજગી મહેસૂસ કરશે. તમને માનસિક સમસ્યા પરેશાન નહીં કરે. કેટલાક સમય બાદ ઘરમાં રહેતા લોકો સકારાત્મક પરિવર્તન પણ મહેસૂસ કરશે.

tv1


આવી જગ્યા પર ન લગાવો ટીવી

વાસ્તુ મુજબ કેટલીક જગ્યા એવી પણ છે, જ્યાં ટીવી રાખવાથી તમે પોતાના સંબંધો વિશે વધુ વિચારો છો. શું સાચું શું ખોટું. આવા વિચારોમાં તમે ઉંડા ઉતરતા જાવ છો. જે ક્યારેકને ક્યારેક તમને દુઃખ પહોંચાડે છે.

ટીવી માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાનું મહત્વ

ઘરમાં જો દક્ષિણ દિશા તરફ ટીવી લાગેલું હોય તો ઘરમાં રહેનાર વ્યક્તિ શાંતિ અને આરામ મહેસૂસ કરે છે. ઉંઘ પણ સારી આવે છે. પશ્ચિમ દિશામાં ટીવી લાગેલું હોય તો ટીવી દ્વારા તમને કામના સમાચાર મળી શકે છે. અહીં ટીવી જોનાર વ્યક્તિનું ધ્યાન કામના સમાચાર પર વધુ જાય છે. સાથે જ વ્યક્તિની વ્યાપારિક વિચારધારામાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે.

tv2


અહીં ટીવી લગાવવાથી ચિંતા અને સ્ટ્રેસ થાય છે દૂર

પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફ લાગેલું ટીવી ઘરમાં ચિંતા અને સ્ટ્રેસ દૂર કરનાર કાર્યક્રમો તરફ દોરે છે. આ સ્થાન પર ટીવી રાખવાથી તમને હિસ્ટ્રી, ડિસ્કવરી જેવી ચેનલ જોવાનું મન થાય છે. ઘરમાં રહેલા વ્યક્તિઓ આ ચેનલ્સ પરના કાર્યક્રમમાં આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે.

યાદ રાખો કે ઘરનો દરેક ખૂણો, દરેક જગ્યા તમને કશુંક  કહે છે, કંઈક સંદેશ આપે છે, જેને આપણે સમજવા જોઈએ. તેનાથી જ ઘરમાં સમૃદ્ધિ આવે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK