આ વાસ્તુ ટિપ્સ અનુસરશો તો સુધરશે સંબંધ, સારુ રહેશે આરોગ્ય

જે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું. જેનાથી તમારી વાસ્તુ વાઈબ્સ સુધરશે


PIC


ઘરમાં દુઃખ, દરિદ્રતા, તકલીફ આવવાનું કારણ હોય છે, ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા. વાસ્તુ મુજબ જો જીવનમાં સંબંધો, આરોગ્ય, અને આવનારી સ્થિતિઓ પ્રત્યે દ્રષ્ટિકોણ સુધારવો હોય તો કેટલીક વાતો ઘ્યાન રાખો. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું. જેનાથી તમારી વાસ્તુ વાઈબ્સ સુધરશે. અને અજાણપણે થતા કામથી મળનારું કષ્ટ પણ નહીં આવે.

પતિ પત્ની વચ્ચે સારા સંબંધ

1. ઘરમાં સંબંધો સારા રાખવા માટે રોજ ઘરમાં ક્વોટ્ર્ઝ, વ્હાઈટ ક્વોટ્ર્ઝ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. તે સાફ હોય તેનું પણ ધ્યાન રાખો. જ્યારે પરિવારમાં કોઈના લગ્નની વાત ચાલતી હોય ત્યારે તે વધુ પ્રભાવી રહી શકે છે. જો ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો બ્લેક તુરમિલન પ્રવેશ દ્વારા પાસે રાખો. પતિ પત્ની વચ્ચે સારા સંબંધ રાખવા માટે બેડરૂમમાં સ્ફટિકના બે બૉલ લટકાવો.

2. બેડરૂમમાં એક્વેરિયમ, પાણીનો શોપીસ, પહાડનું પોસ્ટર ન રાખવું જોઈએ. ઘરમાં બાળકોના ફોટો હંમેશા પશ્ચિમ દિશા તરફ લગાવો. હંમેશા લોકો આરોગ્ય, સંપત્તિ, સફળતા માટે ડ્રેગનની તસવીર લગાવે છે. ઘરમાં સાંજે પૂજા કરતા સમયે ઘંટડી જરૂર વગાડો.

3. જ્યાં બાળકો અભ્યાસ કરે છે, ત્યાં તેમના પુસ્તકો ખુલ્લા ન હોવા જોઈએ. બાળકોનો ચહેરો ઉત્તર-પૂર્વ, ઉત્તર કે પૂર્વ દિશા તરફ રહેવો જોઈએ.

કરમાયેલા ફૂલ ક્યારેય ન રાખો.

4. પોતાના ઘરમાં ફૂલ પર ધ્યાન આપો.ખાસ કરીને જ્યારે જ્યારે ઘરમાં કોઈ બીમાર હોય તો તેના બેડરૂમમાં ફૂલ જરૂર મુકો. ક્યારેય ઘરમાં કરમાયેલા ફૂલ ન રાખો કારણ કે તેમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે.

5. કાચબો લાંબા આયુષ્યનું પ્રતીક મનાય છે. તેની પ્રતિમા રાખવાથી ઉંમર વધે છે.

6. ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ઝાડ, જૂતા રાખવાનું સ્ટેન્ડ કે કચરો ન રાખો. ઘરના દરવાજા પાસે ક્યારેય ઝાડુ ન રાખવું જોઈએ. ઉત્તર દિશાના દરવાજા સામે જૂતા ચંપલ ન મૂકો.

111


આ પણ વાંચોઃ વાસ્તુની દિશા પ્રમાણે આ છે દેવતાઓ


વીજળી ના બગડેલા સાધનો ન વાપરો

7. ઘરમાં વીજળીના ઉપકરણો બગડેલા ન હોવા જોઈએ. આવું હોય તો બાળકો અભ્યાસમાં સારુ નથી કરતા.

8. પૂજા ઘર અને તિજોરી સીડી નીચે ન હોવી જોઈએ.

9. ઘરમાં તૂટેલો કાચ કે અરીસો ન રાખવો જોઈએ.

10. ઘરમાં ખંડિત મૂર્તિ ન હોવી જોઈએ. નહીં તો મકાનમાલિકનું આરોગ્ય સારું નથી રહેતું.

11. ઘરની સામે કે સામેની તરફ તૂટેલું મકાન ન હોવું જોઈએ. આનાથી દેવું વધે છે.

પૂજા કરવાની જગ્યાએ અંધારું ન હોવું જોઈએ.

12. તમે જ્યાં પૂજા કરો છો, ત્યાં કોઈ પ્રકારે અંધારું ન હોવું જોઈએ. તેનાથી બીમારી અને શત્રુથી ભયની શક્યતા છે. અહીં પ્રકાશની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.

13. ઘરની અંદર કે બહાર કપડા સુકવવા માટે આડા કે ઉભા વાંસ ન હોવા જોઈએ. તેનાથી આર્થિક મુશ્કેલી સર્જાય છે.

14. દરવાજાની સામે સીડી કે પિલર ન હોવો જોઈએ.

15. ઘરની સામે લાંબા સમયથી ખાલી મકાન ન હોવું જોઈએ.

16. મુખ્ય દરવાજા અને રસોડાની સામે કે આગળ શૌચાલય ન હોવું જોઈએ.

ગણેશજીની એક જ મૂર્તિ રાખો

17. મંદિરમાં ગણેશજીની એક જ મૂર્તિ રાખવી જોઈએ.

18. મકાનના બ્રહ્મ સ્થાનમાં કોઈ પણ રૂમ ન હોવો જોઈએ. બેડરૂમમાં વધુ ઘાટો રંગ ન હોવો જોઈએ.


આ પણ વાંચોઃ મંગળવારે આ 3માંથી કરો કોઈ એક ઉપાય, થશે બજરંગબલીની કૃપા


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK