આ પાંચ ઉપાય દ્વારા ઘરમાંથી દૂર કરો નકારાત્મક ઉર્જા

ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવો. સવાલ એ છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે લાવવી ?

morpinch



ઘર એક મંદિર હોય છે. જો ઘરમાં રહેતા લોકો રોજ અંદરો અંદર ઝઘડે તો મંદિર અપવિત્ર થવા લાગે છે. આ ઝઘડાના ઘણા કારણ હોઈ શકે છે. સૌથી મોટું કારણ છે,

ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવો. સવાલ એ છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે લાવવી ?

ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે અમે તમને કેટલીક વાસ્તુ ટિપ્સ આપી રહ્યા છીએ. આ ટિપ્સ અપનાવશો તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે.

1. મોરપીંછને જો તમે ઘરની અંદર હાથેથી ઉપર નીચે લહેરાવશો, તો નકારાત્મક ઉર્જા દૂર થશે.

2. વાંસળી સૌભાગ્ય અને ઐશ્વર્યની સૂચક છે. જો તમે ઘરમાં વાંસળીને કોઈ પણ દિશામાં થોડી ત્રાંસી મૂકશો તો સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

flute


3. ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિની પ્રતિમા નહીં લગાવવી જોઈએ. તેના બદલે ચાંદીનો સ્વસ્તિક લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નહીં થાય.


આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થી પર કરો આ પાંચ કામ, ગણેશ કરશે તમારું કલ્યાણ


4. ઘરમાં મીઠાના પાણીવાળું પોતુ મારો સાથે જ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મીઠું ભરેલો થેલો રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. ધ્યાન રાખો કે મીઠાનો થેલો 4-5 દિવસે બદલતા રહો.

5. કહેવાય છે કે વાસ્તુના 75 ટકા દોષ તો સાથિયો લગાવતા જ દૂર થાય છે. એટલે સાથિયો લગાવવો વધુ પ્રભાવશાળી છે.

6. મકાનના મુખ્ય દરવાજાની આગળ શૌચાલય કે રસોડાનો દરવાજો હોય કે મુખ્ય દરવાજાની આગળ દિવાલ કે થાંભલો હોવો યોગ્ય નથી મનાતો. આવું કરવાથી બચો.

7. ઘરના રૂમની દીવાલોનો રંગ હંમેશા આછો રાખો.


આ પણ વાંચોઃ વાસ્તુ ટીપ્સઃ સવારે ઉઠીને તરત અરીસામાં ન જુઓ, ખરાબ જશે દિવસ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK