ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજનો દિવસ વિશેષ કરીને વિદ્યાર્થીઓ માટે શુકનિયાળ છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ વિશેષ કરીને વિદ્યાર્થીઓ માટે શુકનિયાળ છે. તમે અગાધ જ્ઞાનના ગુણને લીધે લોકોનાં દિલ જીતી લેશો. શિક્ષણમાં પ્રગતિ નિિત છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પોતાનાં મહત્વાકાંક્ષી લક્ષ્યોની પ્રાપ્તિ કરવા માટેનો અદમ્ય ઉત્સાહ ધરાવો છો અને એને માટે મહેનત પણ કરશો. જોકે કોઈને હાનિ પહોંચાડીને આગળ વધવું નહીં. 

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે કડક વલણ અપનાવવાની સાથે થોડા ફ્લૅક્સિબલ પણ બની શકો છો. આ બન્ને ગુણ તમને હાથવગા રહેશે. કાનૂની વાદવિવાદનો ઉકેલ આપસી સમજૂતીથી લાવવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારી સંવાદની કળા આજે ખીલી ઊઠશે. તમે અનેકોનાં દિલ જીતી લેવા ઉપરાંત કામના સ્થળે પ્રશંસાને પાત્ર બનશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


જો તમારે વધુ સુખ પ્રાપ્ત કરવું હોય તો સ્વજનો સાથે સરસમજાનો સમય ગાળવો. આ રીતે તમે ઉમંગ અનુભવી શકશો. 

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે અંતરાત્માના અવાજને અનુસરવાની જરૂર છે, કારણ કે આ શક્તિ તમને યોગ્ય માર્ગ ચીંધશે. તમે પરિવાર પ્રત્યેનો સ્નેહ પ્રગટ કરી શકશો. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન તમારા માટે સાનુકૂળ છે અને તમારા અંગેઅંગમાં શક્તિ ફેલાયેલી છે એથી તમે હારની ચિંતા કર્યા વગર આકરા પડકાર ઝીલી લેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે વાક્પટુતાના જોરે મહkવાકાંક્ષાઓને સિદ્ધ કરવાની દિશામાં આગળ વધી શકશો. જોકે અધીરા બની જશો તો સ્વજનોને આઘાત લાગશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


પરિવારની નાણાકીય સ્થિતિ વિશે સ્વજનો તમારી પાસેથી માર્ગદર્શન ઇચ્છતા હોવાથી તેમને તમારી પાસેથી પૂરતો સમય મળે એવી અપેક્ષા હશે. 

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ તમારા માટે કપરો છે. તમે કરેલાં આયોજનોનાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી નહીં શકાય. ક્ષુલ્લક બાબતોમાં લોકો સાથે ઘર્ષણ થવાથી તમારી મુશ્કેલીઓ વધશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારે વ્યૂહ ઘડવાની જરૂર છે, પરંતુ એની પાછળ વધુપડતો સમય ગાળતા નહીં. એમાં જ બધો સમય વીતી જશે તો અમલ કરવા માટે સમય નહીં બચે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે સહયોગીઓ પાસેથી પ્રેરણા ગ્રહણ કરશો. એને લીધે તમે પોતાની સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકશો. જોકે નમþતા છોડવી નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK