ગણેશજીને દુર્વા ચડાવવાથી કેમ મળે છે વિશેષ કૃપા ?

ગણેશજીને દુર્વા ચડાવવા શુભ અને લાભદાયક મનાય છે


GANESH



ભગવાન ગણેશને દુર્વા ગમે છે. ગણેશજીને દુર્વા ચડાવવા શુભ અને લાભદાયક મનાય છે. એક માત્ર ગણેશ જ એવા ભગવાન છે, જેમની પૂજામાં દૂર્વાનો ઉપયોગ થાય છે. દૂર્વા એક પ્રકારનું ઘાસ છે, જે મોટા ભાગે બગીચાઓમાં મળે છે.દૂર્વાને મૂળમાંથી તોડીને તેને પવિત્ર જળથી ધોઈને 21 દૂર્વા ભેગા કરી ગાંઠ મારવામાં આવે છે અને પૂજાની થાળીમાં રાખવામાં આવે છે.

અનલાસૂરના આતંકથી ત્રસ્ત હતો સંસાર

પૌરાણિક કથા પ્રમાણે, એક સમયે અનલાસૂર નામનો એક રાક્ષસ હતો. જેના ગુસ્સા તેમજ અત્યાચારથી લોકો ત્રાહિમામ્ હતા. ઋષિ-મુનિ, દેવતા, માણસો, પશુ પક્ષી તમામ તેના અત્યાચારથી દુઃખી હતા. તમામ લોકો તેના આતંકને રોકવા માટે શિવજીને વિનંતી કરતા હતા કે હે ભોળેનાથ તમે અમને આ નિષ્ઠુર દૈત્યથી બચાવો. તેના આતંકનો અંત લાવો.

GANESH2


આ પણ વાંચોઃ પૂજા કરતા સમયે ન કરો આ ભૂલ, આટલી વાત રાખો ધ્યાન



યુદ્ધમાં ગણેશજી અનલાસુરને ગળી ગયા

શિવજીએ લોકોની યાચના સાંભળીને કહ્યું કે તેનું નિદાન ફક્ત ગણેશ પાસે છે. તમામ લોકો ગણેશજીને રજૂઆત કરવા ગયા. ગણેશજી અને અનલાસુર વચ્ચે યુદ્ધ થયું, જેમાં ગણેશજી અનલાસૂરને ગળી ગયા. દૈત્યને ગળી ગયા બાદ ગણેશજીના પેટમાં બળવા લાગે છે. અને આ જલન અસહ્ય થઈ જાય છે.

GANESH3


દુર્વાથી શાંત થઈ જલન

દેવી-દેવતા અને ઋષિ મુનિ તમામ ગણપતિના ઉપચારમાં લાગી જાય છે, પરંતુ ઉકેલ નથી મળતો. ત્યારે કશ્યપ ઋષિ દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રીગણેશને ખાવા માટે આપે છે. દુર્વા ખાતા જ ગણેશજીને પેટમાં બળતું મટી જાય છે. ગણેશજી કશ્યપ ઋષિ દ્વારા અપાયેલા દુર્વાથી ખુશ થઈ ગયા અને કહ્યું કે જે ભક્ત મને દુર્વા ચડાવશે તે મારી વિશેષ કૃપાને પાત્ર થશે.



આ પણ વાંચોઃ જાણો કઈ વસ્તુના દાનથી મળે છે કેવું ફળ


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK