શ્રાવણ સ્પેશિયલઃ 1000 છિદ્રવાળુ સફેદ શિવલિંગ, દર્શન માત્રથી ફળે છે માનતા

શું તમે ક્યારે 1001 છિદ્રવાળું શિવલિંગ જોયું છે. મધ્યપ્રદેશના રીવા સ્થિત મહામૃત્યુંજય મંદિરમાં બિરાજમાન શિવલિંગની બનાવટ સંસારના અન્ય તમામ મંદિરો કરતા જુદી છે.


SHIV

આ એક એવું શિવલિંગ છે, જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અહીં ભગવાન શિવ મૃત્યુંજયના સ્વરૂપે બિરાજમાન છે. અહીં આવતા ભક્તોની તમામ મનોકામના ભગવાન શિવ પૂરી કરે છે. આ મંદિરમાં દર્શન કરનાર લોકોના તમામ રોગ નષ્ટ થઈ જાય છે.

SHIV1


હવામાન સાથે બદલાય છે રંગ

અહીંના શિવલંગનો રંગ સામાન્ય રીતે સફેદ રહે છે, પરંતુ હવામાન બદલાવાની સાથે રંગ પણ બદલાય છે. શિવપુરાણ અનુસાર દેવાધિદેવ મહાદેવએ મહાસંજીવની મહામૃત્યુંજય મંત્ર રચ્યો હતો. અહીં ભગવાન મહામૃત્યુંજય મંત્રના જાપથી તમામ મનોકામના પૂરી થાય છે. એટલે જ દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં પધારે છે.


મહામૃત્યુંજય મંત્રના જાપથી અકાળ મૃત્યુના ભયથી મળે છે મુક્તિ

માન્યતા છે કે અહીં શિવની પૂજા કરનારનું જીવન લાંબુ થાય છે, અને સંકટ ટળે છે. આ શિવાલયનું મહાત્મય 12 જ્યોતિર્લિંગની સમાન મનાય છે. એવી માન્યતા છે અહીં શિવલિંગ સમક્ષ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી દિર્ધાયુ મળે છે. અત્રાત ભય, વિધ્ન, અસાધ્ય રોગ દૂર કરવા અને માનતા પૂરી કરવા આ મંદિરમાં નારિયેળ બાંધીને બિલીપત્ર ચડાવવામાં આવે છે.

કેવી રીતે પ્રગટ થયું શિવલિંગ ?

બઘેલ રાજવંશના 21મા મહારાજ વિક્રમાદિત્યએ આ વિસ્તારમાં શિકાર દરમિયાન એક ચીતલની પાછળ જઈ રહેલા સિંહને જોયો. જ્યારે ચીતલ મંદિર પાસે પહોંચ્યું તો સિંહ શિકાર કર્યા વગર જ પાછો ફરી ગયો. આશ્ચર્યચકિત થયેલા રાજાએ આ જમીન ખોદાવી તો પેટાળમાંથી મહામૃત્યુંજય ભગવાનનું સફેદ શિવલિંગ મળી આવ્યું. અને આ સફેદ શિવલિંગની ચર્ચા શિવપુરાણમાં મહામૃત્યુંજય સ્વરૂપે કરાઈ છે. એટલે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને શિવલિંગ સ્થાપિત કરાયું.

SHGIV


મહામૃત્યુંજયના આશીર્વાદથી રીવા રહ્યું સ્વતંત્ર

દેવયોગથી મંદિરના પરિસરની બાજુમાં જ એક અધૂરો કિલ્લો છે. જે શેરશાહ સૂરીના પુત્ર સલીમ શાહનો હોવાનુંમનાય છે. મહારાજ વિક્રમાદિત્યએ આ અધુરા કિલ્લાને ભવ્ય કિલ્લો બનાવ્યો અને રીવાને વિંધ્યની રાજધાની તરીકે વિક્સાવી. પાછલા 400થી વધુ વર્ષોથી આજે પણ આ કિલ્લા મહામૃત્યુંજય મંદિરની બાજુમાં છે. કહેવાય છે કે મહામૃત્યુંજયના આશીર્વાદથી જ રીવા ન તો અંગ્રેજોના સમયમાં ન તો મુગલોના સમયમાં ગુલામ બન્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK