રાશિમનોરંજન - ૨૦૧૮નું વાર્ષિક રાશિફળ

આ વર્ષે આપની કુંડળીમાં શનિ દસમા સ્થાનમાં હોવાથી આપ જીવનમાં ધરમૂળથી કોઈ પરિવર્તન કરવાનું ટાળો એવી સલાહ અપાય છે.

horo

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આ વર્ષે આપની કુંડળીમાં શનિ દસમા સ્થાનમાં હોવાથી આપ જીવનમાં ધરમૂળથી કોઈ પરિવર્તન કરવાનું ટાળો એવી સલાહ અપાય છે. આપ આપના તરફથી દરેક કામમાં શ્રેષ્ઠતમ પ્રયાસો કરશો, પરંતુ એક યા બીજાં કારણોસર ખૂબ જ જલદીથી નિરુત્સાહ થઈ જશો; જેને કારણે તમારી કામગીરીની ગતિ ધીમી પડી જાય છે. એટલે કોઈ પણ કામમાં તમે સુસંગત રહેવા પ્રયાસ કરો એ જરૂરી છે. આપ જે પણ હાંસલ કરવા માગો છે એમાં મનને જરા પણ વિચલિત કર્યા વગર ધ્યેયનિષ્ઠ બનીને મક્કમ મનોબળ સાથે એને વળગી રહેશો તો એનું ચોક્કસ ફળ મળશે. આર્થિક બાબતો માટે પણ આ વર્ષ ખાસ ઉત્સાહજનક જણાતું નથી. આપની આર્થિક સ્થિતિમાં સતત ચડાવ ઉતાર જોવા મળશે. આપના માટે આવશ્યક ન હોય એવી ચીજવસ્તુઓ પાછળ આપના પરેસવાના પૈસા ખર્ચી નાખવાની આદતને સંયમમાં રાખશો તો મૂડીસર્જન કરવામાં સફળતા મળશે. આપની આર્થિક સ્થિતિમાં સ્થિરતા બનાવી રાખવા માટે સંપૂર્ણ વર્ષ દરમ્યાન આપ ખોટા ખર્ચ કરવાની આદતમાં સંયમિતતાનો ગુણ કેળવો એ જ ખરી સમજદારી રહેશે. નોકરીમાં પરિવર્તનની તમે ઇચ્છા રાખતા હો તો હાલમાં આ ઇચ્છાને મુલતવી રાખીને જ્યાં નોકરી કરો છો ત્યાં જ રહો એ સલાહભર્યું છે. વર્ષના ઉત્તરાર્ધમાં ગ્રહો આપની તરફેણમાં રહેશે. પ્રોફેશનલ મોરચે પ્રગતિનાં એંધાણ છે તેમ જ પ્રભુતામાં પગલાં માંડો એવા પણ પ્રબળ યોગ બને છે. આપની વાણીની મીઠાશથી સંબંધોમાં સ્નેહ અને લાગણીનું સિંચન થશે. આપ્તજનો સાથે વધુ સમય વિતાવશો તથા આપના શુભેચ્છકો અને નિકટવર્તીઓ સિવાય કોઈના પર વિશ્વાસ કરવાનું ટાળશો એવું ગણેશજી જોઈ રહ્યા છે. 

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આપના ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપનું આ વર્ષ અનિશ્ચિતતાથી ભરેલું રહેશે, પરંતુ ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. આ વર્ષે આપ પ્રગતિ તરફ અગ્રેસર રહેવા માટે પોતાની જાતને વધુ સમર્પિત રાખો અને પ્રયાસો કરો એ ઉચિત છે અને આપના કર્મના રૂપમાં કરેલાં કાર્યોનું ફળ પણ મળશે. આપના વર્તમાન અને ભાવિના સંજોગો વિશે મન વધુ સ્પષ્ટ રહેશે, પરંતુ કેટલાક પડકારોનો સામનો કરવાની પણ તૈયારી રાખવી. તેથી જ આપની આવડતોના જોરે તમે એને માત આપીને વિજય તરફ આગેકૂચ કરશો. દરેક પડકાર સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈએ તો આપણે એહસાસ કરી શકીએ છીએ કે કોઈ પણ પ્રકારના મોટા કે નાના પડકારોમાં આપણે જીતીએ કે હારીએ, પરંતુ એ આપને દરેક વખતે એક કીમતી બોધપાઠ શીખવી જાય છે; જે આત્મસાત કરવાથી આપણે વધુ બુદ્ધિશાળી બનીએ છીએ અને આપ ભાવિ પડકારોનો વધુ બહેતર રીતે સામનો કરવા આયોજનબદ્ધ રીતે તૈયાર રહેવાનું સામર્થ્ય વિકસાવો છો. તમે આત્મસંતુષ્ટ રહેવાનું વલણ રાખશો. બીજાં ક્ષેત્રોમાં લાંબા અંતરની મુસાફરી કે પ્રવાસ થાય એવા યોગ છે, જે આપના મનની ક્ષિતિજોનો વિસ્તાર કરશે. એનાથી આપના બિઝનેસ કે નોકરીમાં પણ પ્રગતિનો માર્ગ મોકળો બનશે. આપની સાથે માત્ર ગપશપ કે ટોળટપ્પા કરતા લોકોની સોબતથી દૂર રહીને માત્ર શબ્દો કરતાં વાસ્તવિક કામગીરીને પ્રાધાન્ય આપો એવી ગણેશજીની આ વર્ષ માટે ખાસ ટકોર છે. દામ્પત્યજીવનમાં જીવનસાથીને પૂરતું મહત્વ આપશો તો દામ્પત્યજીવનના સંબંધોમાં વસંત ખીલી ઊઠશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ મધ્યમ ફળદાયી નીવડે એવું ગણેશજી કહે છે. એકંદરે આપ ગયા વર્ષે વધુ બહેતર કરી શક્યા હોતની મનોમન વ્યાકુળતા સાથે વર્ષની શરૂઆત કરશો, પરંતુ તમે વિના કોઈ અવરોધ કે અનિચ્છનીય બનાવ નકારાત્મક તબક્કામાંથી સામર્થ્ય સાથે પસાર થવામાં સફળતા મેળવી હોવાથી નિરાશ થવાની જરા પણ જરૂર નથી. આ વર્ષે આપને સત્તા, જાતીય સંબંધો, હાનિકારક બંધન અને લાંબા સમયથી જડ થઈ ગયેલી બૂરી લત જેવી બાબતોમાં પરેશાની અને પડકારો વધુ રહે. વધુમાં કેટલાક જાતકોને ઘડપણ અને અંધશ્રદ્ધાને કારણે મનોમન કોઈ ડર સતાવ્યા કરશે. આ વર્ષે આપની સર્જનશક્તિને વેગ મળશે તેમ જ રોમૅન્સ માટેના પણ અવસરો પ્રાપ્ત થાય એવા યોગ છે. કોઈ વિજાતીય પાત્ર સાથે તમે પ્રણયસંબંધોની શરૂઆત કરો એવી સંભાવના છે; પરંતુ આ સંબંધોને લાંબા ગાળા માટે ટકાવી રાખવા માટે તમારે પૂરતો સમય, પ્રયાસો અને સ્રોતોનું મૂડી માફક સિંચન કરવું જ પડશે. આર્થિક બાબતોમાં ગણેશજી આપને આર્થિક તકલીફથી બચવા માટે કરકસર કરીને ચાલવાની સલાહ આપે છે. બિનજરૂરી ખર્ચ ટાળશો તો આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂડીની બચત કરી શકશો. જીવન પ્રત્યે તમારા દૃષ્ટિકોણ કે વલણની વાત કરીએ તો તમે કોઈ પણ પ્રકારના કપરા સંજોગોમાં પણ સ્વભાવમાં આવેશ કે ઉગ્રતા ધારણ કર્યા વગર શાંતચિત્તે અને ધૈર્યથી સંજોગોને સાનુકૂળતામાં પલટાવો એવો આગ્રહ રખાય છે. પરિવારજનો અને આપ્તજનો સાથેના સંબંધો માટે આ વર્ષ આશાસ્પદ હોવાથી સુમેળ બન્યો રહેશે અને તેઓ જ તમને સંકટમાંથી ઉગારવામાં ખડેપગે રહેશે એવું ગણેશજી કહે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી કહે છે આ વર્ષે આપ આપની કારર્કિદીના મોરચે લાંબા ગાળાના લક્ષ્યાંકોને પરિપૂર્ણ કરીને સફળતાનાં શિખરો સર કરવા માટે પ્રગતિના માર્ગ પર આગેકૂચ કરશો. એ માટેના કેટલાક શુભ સમચારો મળશે. તેથી આનંદો..! આપની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે અને તમે સર્જનાત્મકતાને ખીલવતી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેશો, જે આપને તણાવમુક્ત રાખશે. વધુમાં સંતાનપ્રાપ્તિના પણ યોગ હોવાથી જીવનમાં સુખશાંતિમાં વૃદ્ધિ થાય. તેથી એકંદરે આ વર્ષ આપના માટે આશાસ્પદ નીવડે, જે તમારાં સુખ અને સમૃદ્ધિમાં પણ ઉન્નતિ કરાવશે. જોકે કેટલીક નકારાત્મક બાબતો પણ નડશે, પરંતુ એ આપની ચિંતા કે અશાંતિ વધારે એટલી ગંભીર ન હોવાથી તણાવમુક્ત રહેજો. પરંતુ આપે દરેક ક્ષણે સતર્કતા અને કાળજી રાખવી પડશે. જેમ કે આપનાં પ્રોફેશનલ અને વ્યાપારિક લક્ષ્યોને સાર્થક કરવા માટે આપ પરિવારને સમય ન ફાળવતા હોવાની નકારાત્મક લાગણીનો પરિવારને એહસાસ થશે. એટલે જ આપ આપ્તજનો અને પરિવારના સભ્યો સાથે વત્તા-ઓછા અંશે પણ સમય વિતાવવા કોશિશ કરશો તો તેમને પણ આનંદ અને સંતોષ મળશે. આર્થિક મોરચે આવકનો પ્રવાહ સંતોષકારક રહેશે તેથી ચિંતા કરવાની જરૂર જણાતી નથી. 

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

વર્ષ ૨૦૧૮ સિંહ રાશિના જાતકો માટે પડકારજનક જણાઈ રહ્યું છે. સંજોગો કપરા હોવા ઉપરાંત જાતકોએ અતિશય ધીરજ અને સહનશક્તિ રાખવી પડશે, જે તેઓ માટે વધુ પ્રતિકૂળ સાબિત થાય એવું ગણેશજી કહે છે. આર્થિક મોરચે આપના અને આપના પરિવાર માટે સુખસગવડ ધરાવતું જીવન જીવવા માટે અનેકવિધ સાધનો અને સ્રોત મારફત નાણાંનો જંગી પ્રમાણમાં પ્રવાહ આવતો રહેશે અને આવકમાં પણ ઉત્તરોઉત્તર વધારો થશે. તેથી આ બાબતે તમે ચિંતામુક્ત રહેશો તો પણ વાંધો નથી. જોકે કેટલાંક ક્ષેત્રોમાં તમે અપેક્ષિત સંતોષથી ખૂબ જ દૂર રહેવા છતાં આ ક્ષેત્રોમાં સુધાર માટે આપના ગ્રહોની કૃપાદૃષ્ટિ અને આર્શીવાદ આપની પર બની રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે, પરંતુ સાથોસાથ આપના દિલમાં નવા પ્રેમની શોધનો થનગનાટ રહેશે અને વધુમાં આપ દિલમાં વસતા ખાસ પાત્ર સાથે પ્રભુતામાં પગલાં માંડો એવા પણ ગણેશજી આર્શીવાદ આપે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સાયુજ્ય રહેશે, પરંતુ જીવનસાથી જોડે ખટરાગ કે મનદુ:ખના પ્રસંગો બને; જે પાછળનું કારણ કેટલાક દૂષિત ગ્રહો રહેશે. ભાગીદારીમાં બિઝનેસ કરતા જાતકોના ભાગીદારો સાથેના સંબંધોમાં કડવાશ ઊભી થાય એવી શક્યતા જોતાં તમે કોઈ પણ રીતે બિનજરૂરી દલીલબાજીથી બચો એવી સલાહ છે. એ જ રીતે ઉપરીઓ અને સાથીકાર્યકરો સાથે પણ વાણી-વર્તનમાં સંયમથી કામ લેશો તો સંબંધોને જાળવી શકશો. સ્વાસ્થ્યની આ વર્ષે પૂરતી કાળજી લેવી. એ માટે તમે મેડિટેશન કરો એ વધુ હિતકારી છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આ વર્ષે આપનાં તન-મન તાજગી અને સ્ફૂર્તિથી હર્યાંભર્યાં રહેશે અને જીવનનાં અનેક ક્ષેત્રોમાં તમે ઝડપી પ્રગતિ કરવા માટે ઉમળકાભેર અને ઉત્સાહ સાથે બધું જ કરી છૂટવા માટે સુસજ્જ રહેશો. જોકે વર્ષની શરૂઆતમાં ગ્રહો આપના માટે કંઈક અલગ યોજના બતાવી રહ્યા છે. આ વર્ષે આપ વધુ વ્યવહારુ અને વાસ્તવિક અભિગમ સાથે ચાલતા હોવાથી સર્જનાત્મકતા અને નવા આઇડિયાને અમલી કરવાનું આપનું સામર્થ્ય ગૂંગળાઈ જાય કે અંદર જ ધરબાઈ જાય એવી સંભાવના રહેશે. આ વર્ષે રોમૅન્ટિક સંબંધોમાં પણ સમય આપવાથી વંચિત રહેશો, જેને કારણે એ નીરસતામાં પલટાઈ જશે અને એનાથી કોઈ અપેક્ષિત ફળપ્રાપ્તિની અપેક્ષા પણ ઠગારી નીવડે. આપ આ વખતે હતાશાના ભૂગર્ભમાં સરકી ન જાઓ એ માટે દરેક વિકટ કે પ્રતિકૂળ સંજોગમાં પણ સંઘર્ષ કરીને આશાવાદને જીવંત રાખવો જ પડશે. આપના જીવનમાં ભાઈ-બહેન ખુશીઓ લાવશે. સહકાર્યકરો તેમ જ પાડોશીઓ પાસેથી પણ તમને કોઈ ને કોઈ રીતે ખુશી મળશે. જોકે ઑફિસમાં ખાસ કરીને કોઈ ઈર્ષાળુ કે અદેખાઈ કરતા હિતશત્રુઓ આપની પ્રતિષ્ઠા ખંડિત કરવા માટે કાવાદાવા કરશે એટલે દરેક ક્ષણે તમારે સતર્કતા અને સાવચેતી રાખવી જ પડશે. સ્વાસ્થ્યની બાબતોમાં આ સમયે કોઈ અનપેક્ષિત વ્યાધિ કે બીમારી થાય એવા અશુભ યોગ હોવાથી દરેક રીતે આરોગ્યમાં તંદુરસ્તી જાળવી રાખવા માટે દિનચર્યામાં કસરત અને ધ્યાનનો ઉમેરો કરવો. પરિવારના કોઈ સભ્યનું પણ સ્વાસ્થ્ય કથળી શકે છે. તેથી અગમચેતી રાખવી અનિવાર્ય છે. બીમારી નાની કે મોટી હોય, પરંતુ એનાથી તમારે જંગી ખર્ચ વેઠવાની તૈયારી રાખવી જ પડશે એવું ગણેશજી કહે છે. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

વર્ષારંભે ગ્રહોની ચાલ પ્રમાણે આપના ઘવાયેલા અહમ્ અને તૂટેલા દિલમાં ફરીથી ઉમંગ જગાવવા પાછળ આપ સમય પસાર કરશો. આપે જૂની વાતોને ભૂલીને આગળ વધવું પડશે. આ વર્ષે આપમાં કામેચ્છા અને વિજાતીય પાત્ર પ્રત્યે વિશેષ આકર્ષણ રહેશે, જેને કારણે આપ કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમસંબંધે બંધાવા માટે દરેક હદ સુધી જવાની તૈયારી રાખશો અને એમાં આગળ વધશો. જોકે આ બાબતે આગળ વધતાં પહેલાં ગણેશજી આપને કેટલાક મહિનાઓ સુધી પ્રતીક્ષા કરવાની સલાહ આપે છે. એક મનુષ્ય તરીકે આપ આપની ક્ષિતિજોના વિસ્તારને વેગ આપશો અને તમે વધુ મળતાવડા સ્વભાવ સાથે નવા લોકોને મિત્ર બનાવશો તેમ જ જીવનનો દરેક ક્ષણે આનંદ માણવા માટે તેઓ સાથે હરશોફરશો તેમ જ પ્રવાસ પણ કરશો. જોકે નવા સંબંધોમાં આપે તે વ્યક્તિ સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર ન બને ત્યાં સુધી તેના પર આંધળો વિશ્વાસ ન કરવો, અન્યથા આપની સાથે દગો થાય એવી સંભાવના વધી જશે. કારર્કિદીમાં પણ પ્રગતિ તરફ આગળ વધવા માટે નવી-નવી તકો અને અવસર પ્રાપ્ત થશે. જો તમને પગારવૃદ્ધિ સાથે નવી નોકરીની તકો મળે તો એમાં ઝંપલાવતાં પહેલાં અંતિમ નિર્ણય લેતી વખતે એનાં સારાંનરસાં પાસાંઓ બાબતે ઊંડાણપૂર્વકનું ચિંતનમનન કર્યા બાદ જ આગળ વધવું હિતકારી છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી કહે છે તમે એક આશાસ્પદ અને ફળદાયી વર્ષ તરફ મીટ માંડશો. ગ્રહો હવે આપની પર કૃપાદૃષ્ટિ વરસાવતા હોવાથી તમને જાહેર જીવનમાં જે યશકીર્તિ પ્રાપ્ત કરવાનું સપનું હતું એ હવે સાકાર થશે. તમારા જ્ઞાનના સીમાડાઓ વટાવીને વધુ જ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક તકોની પ્રાપ્તિ થશે, જે તમને કારર્કિદીમાં વધુ ઉચ્ચતમ કામ કરવા માટે સક્ષમ અને સમર્થ બનાવશે. પરંતુ યાદ રાખવું કે વધુ ઓળખ અને સત્તા સાથે જવાબદારીઓ પણ વધે જ છે અને એના માટે તમારે દરેક સ્રોત સાથે હરહંમેશ સુસજ્જ રહેવું જ પડશે. ગ્રહોની કૃપાથી ઉચ્ચ અભ્યાસની યોજના ધરાવતા વિદ્યાર્થી જાતકોને સફળતા મળે. જીવન ખુશીઓથી છલોછલ ભરેલું હશે અને આપની ખુશી, આનંદ અને હર્ષને આપ્તજનો સાથે વહેંચવાથી ખુશી દ્વિગુણિત થશે. જો આપની પાસે પ્રમાણમાં વધુ આવક હોય તો તમારી જ્ઞાતિ માટે કોઈ સત્કાર્યોમાં પૈસા ખર્ચો તો એનું પણ ભવિષ્યમાં શુભ ફળ મળશે. પ્રણયજીવનમાં તમે મનોમન ગુણવત્તાસભર અને આત્મીયતાથી જડિત સમયને માણવા ઉત્કંઠા રાખશો. આ વર્ષે તમે વધુ વ્યવહારુ અને વાસ્તવિક વ્યક્તિત્વ ધરાવશો, જે તમને દરેક સ્થિતિ સાથે સમન્વય અને અનુકૂલન સાધવાનું સામર્થ્ય પૂંરું પાડશે. તમારા નિર્ણયો દૂરંદેશી અને વિશ્વસનીય હશે, પરંતુ તમે કામમાં અતિશયોક્તિ રાખીને શરીરને થાક તરફ ન ધકેલો એની કાળજી રાખજો, કારણ કે શરીરમાં રહેલી આળસ અને સુસ્તિને દૂર કરવા માટે તમારે કેટલાક દિવસ સુધી આરામ કરવાની આવશ્યકતા રહેશે. 

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આ વર્ષ આપના માટે એકંદરે સહેલાઈપૂર્વક આગળ વધશે અને આપ નોકરિયાત કે વ્યાપારી હોય તો પણ કોઈ પણ જાતના પડકારોનાં એંધાણ જણાતાં નથી. તેથી જ આ સમય આપની વિચારશક્તિને વધુ વેગ આપીને મનમાં આવતા નવીન વિચારોથી વધુ જ્ઞાન ઉમેરવા તથા યોગ્યતા વધારવા ઉપરાંત આવકવૃદ્ધિ તેમ જ હાલની નોકરીમાં બઢતી માટેના સંયોગોનું સર્જન કરવા વિશે પણ વ્યવહારિક માર્ગો વિશે વિચારવા માટેનો છે. જોકે આપ સલામતીને વળગી રહેવાથી કોઈ પણ પ્રકારના વધારે જોખમો ઉઠાવવાથી સદંતર અંતર રાખશો. જીવનના માત્ર ઉજ્જવળ કે ઊજળાં પાસાંઓ પર જ નજર કરવાની આપની આદત આપના કક્ટદાયક સમયમાં આપને અંધકારમય દુનિયા તરફ ધકેલી દેશે અને તેથી જ ગણેશજી સૂચન આપે છે કે આપ સિક્કાની બન્ને બાજુઓને નજરમાં રાખશો તો વધુ વાજબી અને વાસ્તવિક રહેશે. ગૃહસ્થજીવનમાં આપે પરિવારના સભ્યો સાથે વધુ વિનમþ અને પરિવર્તનક્ષમ બનવું પડે. કોઈ પણ પ્રકારની મુસાફરીના યોગ છે, જે આપનાં વતુર્ળિનો વ્યાપ વધારશે; પરંતુ એનો આપ કેટલો લાભ ઉઠાવો છો એ સદંતર આપના પર છે. આર્થિક અને સ્વાસ્થ્યની વાત કરીએ તો આ બન્નેમાં નકારાત્મક સંજોગો કે મુશ્કેલીના કોઈ યોગ ન હોવા છતાં એમાં સમજદારી અને સતર્કતા રાખવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. 

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આ વર્ષે આપ દરેક સુખ અને ખુશીની પ્રબળ ઇચ્છાને સાર્થક કરવા માટે દુનિયાના દરેક ખૂણેથી મહેનત અને ખંત સાથે લડી લેવાના દૃઢ નિર્ધાર સાથે વર્ષારંભ કરશો જેથી આપનું આ વર્ષ ફળદાયી અને સુખદ બની રહે એવું ગણેશજી કહે છે. તમે જીવનના પ્રવાહની સાથે જ આપની નૈયાને પણ તરતી રાખો. દરેક વસ્તુ સ્વીકારવાની ઉદારતા રાખો. લોકોની લાગણી ન દુભાય એ માટે તમારી વાણી-વર્તનમાં સંયમના ગુણો કેળવો. આપની અંદર ધરબાયેલી લાગણીઓ અને ભાવનાઓને હવે આપના મનગમતા પાત્ર સમક્ષ ખુલ્લા દિલથી વ્યક્ત કરવા ગણેશજી પણ ગ્રીન સિગ્નલ આપે છે. લગ્નોત્સુક જાતકોના લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર થાય એવા શુભ યોગ પણ બની રહ્યા છે. એ ઉપરાંત આ વર્ષે આપ પરિણયસૂત્રમાં બંધાઓ એવી પણ પ્રબળ શક્યતા છે. આર્થિક મોરચે પણ તમને શુભ પરિણામો મળશે અને આપ આર્થિક ઉન્નતિનું સપનંન સાકાર કરી શકશો. પરંતુ તમે વધુ નાણાંથી બહેકી જઈને બેફામ ખર્ચ કરવાની આદત ન બનાવી લો એનું ધ્યાન રાખવું અને આપના અને આપના પરિવારના સલામત આર્થિક ભાવિ માટે પૂરતા પ્રમાણમાં બચત અને વિવેકબુદ્ધિપૂર્વક રોકાણ કરો. અગાઉ નાણાભીડને કારણે કેટલીક વસ્તુ ખરીદ કરવાનું મુલતવી રાખ્યું હોવાથી હવે આપ એની ખરીદી કરવા માટે ભરપૂર શૉપિંગ કરવા તરફ મન ઢળેલું રાખશો એ ઉચિત નથી. એનાથી આર્થિક ખેંચતાણમાં ફસાઈ જવા જેવા સંજોગોને તમે નોતરી બેસો એવી શક્યતા રહેલી છે. આ ઉપરાંત આપ ઘરમાં સાજસજાવટ માટે ક્ષણિક ઉપયોગિતા ધરાવતી નિરર્થક વસ્તુઓની ખરીદી પાછળ પણ ખર્ચ કરવાની ખરાબ આદત રાખશો એવું ગણેશજી કહે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


વર્ષારંભે આપ મનોમન કોઈ વ્યથા કે મૂંઝવણ અનુભવશો. જોકે જીવનના મુખ્ય હેતુ અંગે મનમાં રહેલી ગૂંચવણો દૂર થયા બાદ સ્પષ્ટતા સાથે આપ ઝડપી ગતિએ એ તરફ આગળ વધશો. આ વર્ષે આર્થિક મોરચે પણ કોઈ અનપેક્ષિત સ્રોત કે સાધન મારફત જંગી રોકડ કે આવક હાથમાં આવે એવા પ્રબળ યોગ છે. તેથી તમે વેપારી હો કે નોકરિયાત, આ બાબતે તમને કોઈ ચિંતા પરેશાન નહીં કરે. પરંતુ કેટલાક અણધાર્યા ખર્ચાઓ તમારું આર્થિક આયોજન અને બજેટ ખોરવી નાખે એવી પણ સંભાવના હોવાથી તમે નાણાકીય દૃષ્ટિએ બનેતેટલા ખર્ચા પર કાપ મૂકીને બચત કરશો તો જરૂરિયાતના સમયે આર્થિક ભીંસ અને ખેંચતાણથી બચી શકશો. કારર્કિદીની દૃષ્ટિએ પણ આ વર્ષ આશાસ્પદ હોવાનું ગણેશજી કહે છે. આપ જે પણ કરો એ કામમાં ઉમંગ અને ઉત્સાહ દર્શાવશો અને તમે જરા પણ આત્મસંતોષ રાખ્યા વગર ખુદના પફોર્ર્મન્સ અને કામગીરીને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે આકરી મહેનત કરવામાં પણ આગળ રહેશો. તમે કરેલા કામના ફળરૂપે તમારી બઢતી થાય કે પછી વર્ષ દરમ્યાન પગારવૃદ્ધિ થવાની પણ શક્યતા વધશે. જે જાતકો સંબંધમાં ન હોય તેને કોઈ પણ વચન આપતાં પહેલાં સાવધાની રાખવી પડશે. પ્રેમસંબંધોમાં તમે અરસપરસ એકબીજાની લાગણીઓ, સ્વભાવ, રુચિ, શોખ વગેરેથી પરિચિત થવા માટે વધુ ને વધુ સમય પસાર કરશો અને અંતે સંબંધોમાં સુમેળ અને સંવાદિતતા માટે બન્ને વચ્ચે મનમેળ થાય છે કે નહીં એ જોઈને જ સંબંધોમાં આગળ વધવા વિશે વિચાર કરશો એવું ગણેશજી જોઈ રહ્યા છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી મુજબ આપનું આ વર્ષ ખાસ કરીને કારર્કિદીની દૃષ્ટિએ અનેક બનાવો અને પ્રસંગોથી વ્યસ્ત અને સક્રિય રહેશે. નવી નોકરીની તકો મળે, પરંતુ ગણેશજી આપને એમાં અંતિમ નિર્ણય લેતાં પહેલાં એનાં સારાં-નરસાં પાસાંઓનું ઝીણવટપૂર્વકનું વિfલેષણ અને વિચારવિમર્શ કર્યા બાદ જ આગળ વધો એવી અંગત સલાહ આપે છે. અને યાદ રાખજો કે માત્ર પૈસા જ નિર્ણયનો મુખ્ય આધાર નથી, જે લોકો નોકરીમાં સ્થિર છે તેમની કારર્કિદી વિના અવરોધે આગળ વધશે અને નોકરીમાં તમારા કામના વળતર તરીકે બઢતી પણ થાય એવી ગણેશજી સંભાવના દર્શાવે છે. આ વર્ષે લક્ષ્મીજીની કૃપાદૃષ્ટિ હોવાથી ધનવર્ષા થશે, પરંતુ અતિશય ઉત્સાહ કે ગેલમાં આવીને બેફામ ખર્ચ કરી બેસવાની ટેવ પાડવાથી આર્થિક ભીંસમાં મુકાઈ શકો છો. હાથમાં રોકડ કે વધુ કમાણી આવે ત્યાર બાદ સમજીવિચારીને વિવેકબુદ્ધિપૂર્વક એનું રોકાણ લાંબા ગાળે વળતર અપાવે એવાં ક્ષેત્રોમાં કરો કે પછી તમે પર્યાપ્ત મૂડીના અભાવે જે બિઝનેસ શરૂ કરવાનું આયોજન મુલતવી રાખ્યું હતું એના શ્રીગણેશ કરવા માટે પણ ગણેશજીની મહોર છે. અંગત અને જાહેર જીવનમાં પણ આપ યશકીર્તિનાં શિખરો સર કરશો અને લોકો તમારું માર્ગદર્શન લેવા માટે સદાય તત્પર રહેશે. દામ્પત્યજીવન સૌહાર્દપૂર્ણ રહેશે, પરંતુ જે લોકો અપરિણીત છે અને તેના સાથીને વચન નથી આપ્યું તેણે થોડી ધીરજ રાખવી પડશે. જ્યારે તમને એહસાસ થાય કે તમે બન્ને એકબીજા માટે જ બન્યા છો ત્યારે જ અને ઉચિત સમયે જ તમે લગ્નને તાંતણે બંધાઓ એવું ગણેશજીનું સૂચન છે..

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK