ગણેશ ચતુર્થી પર કરો આ પાંચ કામ, ગણેશ કરશે તમારું કલ્યાણ

કોઈ પણ ધાર્મિક કાર્ય, પૂજા પાઠમાં તેમની પૂજા સૌથી પહેલા થાય છે

G1



બુધવારના દિવસે કે પછી ગણેશ ચતુર્થી અથવા સંકટ ચોથના દિવસે વિધિવિધાનથી ગણેશજીની પૂજા અને સ્તુતિ કરવી જોઈએ. આમ કરવાથી જાતકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. વિધ્નહર્તા સુખકર્તા દેવ શ્રી ગણેશનો મહિમા અપરંપાર છે. કોઈ પણ ધાર્મિક કાર્ય, પૂજા પાઠમાં તેમની પૂજા સૌથી પહેલા થાય છે. બુદ્ધિના દેવ ગણાતા ગણેશની જેના પર કૃપા થાય તે તમામ સુખના સ્વામી બને છે.

1. ગણેશજીના મસ્તક પર રાખો દૂર્વા

જ્યારે પણ ભગવાન ગણેશની પૂજા કરો તો દુર્વા રાખીને કરો. દૂર્વા મૂર્તિના મસ્તક પર પર મૂકો, ક્યારેય ચરણોમાં અર્પણ ન કરો. દૂર્વા ચાડાવતા સમયે યોગ્ય વિધિથી આ મંત્રનો જાપ કરો. इदं दुर्वादलं ऊं गं गणपतये नमः. આ મંત્રનો 5, 11 કે 21 વખત કરી શકાય છે. દુર્વા ગણેશજીને ખુશ કરે છે.

G2


2. મોદકનો પ્રસાદ

ભગવાન ગણેશને મોદક પ્રિય છે. મોદક પોચા લાડુ છે, જે એકદંત ગણેશ સહેલાઈથી આરોગી શકે છે. તેમની પૂજામાં મોદકનો ભોગ જરૂર ધરાવો.


આ પણ વાંચોઃ ગણેશજીને દુર્વા ચડાવવાથી કેમ મળે છે વિશેષ કૃપા ?


3. શમીના વૃક્ષની પૂજા

ભગવાન શનિ દેવ અને ગણેશજી બંને દેવતાઓને શમીનું વૃક્ષ પ્રિય છે. જો તમે શમીના વૃક્ષની પૂજા કરશો તો ગણશજી ઝડપથી ખુશ થશે.

G3


4. લાલ સિંદુરની ચૂંદડી ચડાવો.

તમે ગણેશજીના મંદિરમાં જોયું હશે કે ગણેશજીને લાલ રંગના સિંદુરથી ચૂંદડી ચડાવો. આ સિંદુરમાં ગાયના શુદ્ધ ઘી નો જ ઉપયોગ કરો.

5.  ગણેશજીના મુખ્ય મંત્રનો યોગ્ય વિધિવિધાનથી રોજ કે બુધવારે જાપ કરો. ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરશે.

આ તમામ પૂજાના ઉપાય તમે બુધવારે, સંકટ ચતુર્થઈએના દિવસે કરી શકો છો. તેનાથી તમારી ઈચ્છાઓ જરૂર પૂર્ણ થશે.


આ પણ વાંચોઃ મંગળવારે આ 3માંથી કરો કોઈ એક ઉપાય, થશે બજરંગબલીની કૃપા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK