ગુરુવારે આ મંત્રોનો કરો જાપ, ધન-સંપત્તિ, વૈભવમાં થશે વૃદ્ધિ

ગુરુવારે તેની પૂજા કરવાથી અનેક લાભ થાય છે. સૂર્ય બાદ સૌથી મોટો ગ્રહ પણ ગુરુ જ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દિવસે લોકો વ્રત પણ રાખે છે

VISHNU



ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાનની સાચા મનથી પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. બૃહસ્પતિ દેવ બુદ્ધિના કારક મનાય છે, હિંદુ ધાર્મિક માન્યતા મુજબ કેળને પવિત્ર મનાઈ છે. ગુરુવારે તેની પૂજા કરવાથી અનેક લાભ થાય છે. સૂર્ય બાદ સૌથી મોટો ગ્રહ પણ ગુરુ જ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દિવસે લોકો વ્રત પણ રાખે છે. ગુરુવારના દિવસે પૂજામાં પીળા રંગની ચીજવસ્તુઓનું ખૂબ જ મહત્વ છે. માન્યતા છે કે ભગવાનને પીળો રંગ પ્રિય છે. એટલે જ ગુરુવારે પીળા ફળ, ફૂલ, ચણાની દાળ, પીળી મીઠાઈ, અને હળદરનું દાન કરવું જોઈએ.

પહેરો પીળા રંગના વસ્ત્રો

જે લોકો ગુરુવારે વ્રત નથી કરી શક્તા, તેમના માટે કેટલાક નિયમ અને મંત્ર છે. જેને અપનાવવાથી ગુરુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ગુરુવારના દિવસે પીળા રંગના
વસ્ત્રો પહેરવા શુભ મનાયા છે. આ દિવસે કાળા કે લાલ વસ્ત્રો બિલકુલ ન પહેરવા જોઈએ.

વિધિપૂર્વ કરો પૂજા

 જો શક્ય હોય તો ગુરુવારે ભગવાન ગુરુ માટે વ્રત પાળો. આમ કરવાથી દેવ પ્રસન્ન થશે. જો કોઈ કારણે વ્રત ન કરી શકો તો વિધિપૂર્વક ગુરુની પૂજા કરો અને વ્રત કથા
વાંચો કે સાંભળો.

VISHNU1


કેવી રીતે કરશો પૂજા ?

ગુરુવારના દિવસે સ્નાનાદિ કરીને ભગવાન બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ. કોઈ મંદિરમાં જઈ તેમની પૂજા કેળ તરીકે પણ કરી શખાય છે. ભગવાનની મૂર્તિ સમક્ષ તલના તેલનો દિવો કરો. પીળા ફૂલ, પીળા અનાજ અને પીળો પ્રસાદ જ ચડાવો. પૂજા માટે નીચે આપેલા મંત્રોનો જાપ કરો.
 

બૃહસ્પતિના પાંચ મંત્ર

ॐ बृं बृहस्पतये नम:।

ॐ क्लीं बृहस्पतये नम:।

ॐ ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम:।

ॐ ऐं श्रीं बृहस्पतये नम:।

ॐ गुं गुरवे नम:।

108 વખત કરો જાપ

કોઈ પણ એક ગુરુ મંત્રને ગુરુવારના દિવસે 108 વખત જાપ કરવાથી લાભ મળે છે. જો શખ્ય હોય તો પૂજાના અંતમાં દૂધમાં કેસર ભેળવી બૃહસ્પતિનો અભિષેક કરો. જેનાથી દેવ પ્રસન્ન થશે. ગુરુવારના દિવસે પૂજા તેમજ વ્રત કરવાથી ધનલાભ મળે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK