જાણો 14-06-2012 નું આપનું ભવિષ્ય

 

 

ભૂતકાળની પરિસ્થિતિને વખોડ્યા કરવી બહુ સારી બાબત નથી. આપણા બધાનો માત્ર વર્તમાન પર જ કન્ટ્રોલ હોય છે એટલે એમાં આપણાથી બનતું કરી છૂટવું જોઈએ.

astro14એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

ભૂતકાળની પરિસ્થિતિને વખોડ્યા કરવી બહુ સારી બાબત નથી. આપણા બધાનો માત્ર વર્તમાન પર જ કન્ટ્રોલ હોય છે એટલે એમાં આપણાથી બનતું કરી છૂટવું જોઈએ. ખૂબ શાંતિપૂર્વક રહો તેમ જ પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે બાંધછોડ કર્યા વિના સુમેળ જાળવી રાખો.

કલર : પીચ અને યલો

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

એક સમસ્યા જેનો ઉકેલ જડતો નહોતો એનો એકાએક નિવેડો આવી જશે. કેટલાક લોકોનો જૉબ પ્રોફાઇલ બદલાય એવી શક્યતા છે. સારાં કર્મોનું ફળ મળશે. હવે તમે તમારું ભવિષ્ય શ્રદ્ધાપૂર્વક ઈશ્વરના હાથમાં સોંપી દો.  

કલર : રસ્ટ અને યલો

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

કોઈના ઇમોશનલ બ્લૅક મેઇલને ઇગ્નોર કરવાથી કુદરતી રીતે થતો ક્રમિક વિકાસ ઝડપી બનશે. કામના સ્થળનો એક મોટો પ્રૉબ્લેમ આશ્ચર્યજનક રીતે અને ઝડપથી ઉકેલાઈ જશે. ખૂબ શાંત રહેજો. દરેક પરિસ્થિતિના સ્વીકાર માટે તૈયાર રહો.

કલર : મરૂન અને સફેદ

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમે લીધેલા એક નિર્ણય બાબત અફસોસ અનુભવત હશો. જોકે એની પ્રૅક્ટિકલ સાઇડને અગ્રતા આપશો તો ખુશ રહી શકશો. આંતરમનમાં ઊંડું ઊતરવા માટે એકાંતમાં ધ્યાન ધરો અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચો.

કલર : ફિરોજી અને બ્રાઉન

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

કર્મ-ચક્ર ધીમે-ધીમે એનું કામ કરી રહ્યું છે અને તમને શાંતિપૂર્વક ઝડપથી બદલાવા માટે પ્રેરણા આપી રહ્યું છે. એક બિઝનેસ આઇડિયાને વળગી રહેજો. કેટલાંક કામમાં મોડુ થવાને લીધે લંબાયેલી બાબતમાં અકળાયા વિના શાંતિથી અને ધીરજપૂર્વક કામ લો.

કલર : ગ્રે અને ઑલિવ

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આ સમય મિત્રોને મળવાનો, શૉપિંગ કરવાનો અને એન્જૉય કરવાનો છે. જીવનને વિશિષ્ટ રીતે આકર્ષક બાનવવા માટે અને સારી તંદુરસ્તી બક્ષવા બદલ તમે ઈશ્વરનો આભાર માની રહ્યા છો. શું થશે અને વિચાર કર્યા વિના તમે તમારા કામમાં સતત સક્રિય રહેજો.

કલર : નેવી બ્લુ અને મરૂન

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

કર્મ-ચક્રની ગતિ તમને ભૂતકાળની યાદોથી ઘેરી વળશે. પોતાનો વ્યવસાય ધરાવતા લોકો બે બહેતરીન કૉન્ટ્રૅક્ટ પર સહી કરશે. તબિયત સારી રહેશે. બે પર્યાયોમાંથી એકની પસંદગી તમારા જીવનના સંતુલનને ખોરવી નાખશે.

કલર : ગ્રીન અને પિન્ક

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

કર્મની જે દિશામાં હવે તમે આગળ વધવાના છો ત્યાં હવે પહેલાં જેવી સમસ્યાઓ નહીં હોય અને જે હશે એ પણ તરત ઉકેલ આવી જાય એવી હશે. લગ્નોત્સુક લોકો પોતાના ભાવિ જીવનસાથીને મળશે. પ્રેમના મામલામાં આજે તમે એક મહત્વનો નિર્ણય લેશો.

કલર : મસ્ટર્ડ અને બ્લૅક

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

નાના અમથા મતભેદને કારણે મોટી સમસ્યા નિર્માણ થઈ શકે છે એટલે હળવાશથી વાતચીત કરજો. આજનો દિવસ તમારા માટે એક્સ્ટ્રા બિઝી રહેશે. મગજને શાંત રાખીને પ્રૅક્ટિકલ નિર્ણય લેજો.

કલર : બેબી બ્લુ અને લાલ

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખજો. મગજમાં સ્ફૂરી રહેલી કેટલીક જૂની યાદોને ગંભીરતાથી લેજો. એમાં તમારી આજ માટે કોઈ સંદેશ હોઈ શકે છે. હમણાં જ એક ટ્રિપમાંથી પાછા આવ્યા હોવાને કારણે તમારી પાસે શેર કરવાની ઘણી વાતો છે. તમારી જાત પ્રતિ વધુ રૂક્ષ ન બનો.

કલર : પર્પલ અને ઑરેન્જ

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

સંરક્ષાત્મક અભિગમ ન રાખો તો બદલાયેલા સંજોગોમાં ઍડજસ્ટ થવું સહેલું છે. લગ્ન અને એના જેવા અંગત સંબંધોમાં આજે વિશેષ ધ્યાન આપશો. વડીલો પાસેથી રોજની જેમ તમને સપોર્ટ મળશે. નવી શરૂઆતનો વિશ્વાસપૂર્વક સ્વીકાર કરો.

કલર : ગ્રીન અને લૅવન્ડર

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમને યોગ્ય સૉલ મેટ મળી એ માટે તમે રોજ ઈશ્વરનો આભાર માની રહ્યા છો. તમે કરેલાં પૉઝિટિવ કર્મોને કારણે મદદ કરનારા લોકો તમને મળી રહે છે. તમને આવેલો એક વિચાર એક્સલન્ટ છે જોકે એને અમલમાં મૂકો એ પહેલાં કેટલો ખર્ચ થશે એના લેખાજોખા કાઢી જુઓ. ભૂતકાળને રિપીટ કર્યા વિના યોગ્ય ચૉઇસ કરજો.

કલર : વાઇટ અને ગ્રીન

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK