જાણો 13-06-2012નું આપનું ભવિષ્ય

 

 

અત્યારે ચાલી રહેલા કર્મ-ચક્રમાં નાણાકીય બાબતો, આધ્યાત્મિક બાબતો અને ઇમોશનલ બાબતોમાં મોટું પરિવર્તન આવે એવી સંભાવના છે.

astro03એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

અત્યારે ચાલી રહેલા કર્મ-ચક્રમાં નાણાકીય બાબતો, આધ્યાત્મિક બાબતો અને ઇમોશનલ બાબતોમાં મોટું પરિવર્તન આવે એવી સંભાવના છે. કોઈ મહત્વના ડૉક્યુમેન્ટ માટે, રિપેરિંગ જેવી બાબતોમાં આવેલા અણધાર્યા ખર્ચને કારણે તમારું ધ્યાન વહેંચાઈ જશે. કેટલાક લોકો સાથે થયેલા બિનજરૂરી મતભેદોને દૂર કરી તેમની સાથે સુલેહનો માર્ગ અપનાવો.

કલર : બ્લુ અને બ્લૅક

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

તમારામાં રહેલું આધ્યાત્મિક નૉલેજ બીજા સાથે વહેંચવાને કારણે તમે અદ્ભુત પ્રકાશનો અનુભવ કરશો. સિંગલ લોકો કેટલાક ખાસ અને મહત્વના લોકોને મળશે. પાર્કિંગ પ્લેસ પર જ ગાડી પાર્ક કરજો. કર્મપ્રવાહ કહે છે કે તમે રાખેલી ધીરજનું પરિણામ ધાર્ય કરતાં વહેલું મળશે.

કલર : ગ્રે અને ઑરેન્જ

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

બે લીગલ ડૉક્યુમેન્ટ પર સહી કરવાનું થશે. જેના માટે પાછળથી પૉઝિટિવ પરિણામ મળશે. મિડિયા, એન્જિનિયરિંગ અને વકીલાત સાથે સંકળાયેલા લોકોને ટૂંક સમયમાં સારા સમાચાર મળશે. મિત્રો સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવો. તમે તમારા પોતાના જ વિચારોને ઑબ્ઝર્વ કરીને જે અભ્યાસ આદરી રહ્યા છો જેનાથી કંઈક નવું જાણવા મળશે.

કલર : બ્રૉન્ઝ અને ગ્રીન

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

હેક્ટિક કામ કર્યા પછી હવે થોડા દિવસની રજા લેશો તો થોડો આરામ મળશે. બિઝનેસ માટે વિચારેલા નવા આઇડિયાઝ થોડા સમયમાં અમલમાં મુકાશે. ખૂબ ફોકસ રહેજો. તમારા ફીલ્ડમાં માસ્ટરી મેળવવાનું લક્ષ્ય રાખો. એનાથી તમે વધુમાં વધુ વળતર મેળવી શકશો.

કલર : યલો અને પિન્ક

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

એવા લોકો સાથે રહો જેની સાથે તમારા વેવલેન્ગ્થ મળતા હોય. તમારા એક ખાસ મિત્રને તમારી મદદની જરૂર છે એને મદદ કરજો, પણ પરિસ્થિતિની સાચી બાજુને જોઈને એને મૂલવજો. કેટલાક સવાલોના જવાબ અજાગ્રત મનમાં છુપાયેલા છે. જે સમય આવ્યે તમને મળશે.

કલર : બ્લુ અને ગોલ્ડન મસ્ટર્ડ

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમે સભાનતાપૂર્વક લીધેલી જવાબદારી પાછળ પૂરતો સમય અને શક્તિ આપવાને કારણે તમે સાચી દિશામાં આગળ વધશો. નાણાકીય લાભ થાય એવી શક્યતા છે. નવા મિત્રો સાથે ખૂબ મજબૂત અને ઝડપી નાતો બંધાશે. પરિવર્તનના આ સમયને ચિંતા કર્યા વગર એના કુદરતી પ્રવાહમાં વહેવા દો.

કલર : પર્પલ અને જિંજર

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

લાંબા ગાળાની બચત યોજનાને ફેવર કરતું કર્મ-ચક્ર શરૂ થઈ ગયું છે. જો તમે કોઈ ધંધાદારી સમાચારની રાહ જોઈ રહ્યા હો તો એ સંદેશો થોડા જ સમયમાં આવશે. ઇમોશનલ સંવાદિતાનો સમય શરૂ થઈ ગયો છે.

કલર : બેબી બ્લુ અને ઑરેન્જ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

હમાણાં જ એક પ્રવાસ પૂરો કર્યો છે. તમે જેને પ્રેમ કરો એની પાસેથી ખૂબ સુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છો. જે સંજોગોને કારણે ભૂતકાળમાં ગેરસમજ ઊભી થઈ હતી એને તમે ફરી વાર તાજી કરવાથી દૂર રહો. ધીરજ રાખતા શીખો અને ત્યારે જ આગળ ડગલું ભરો જ્યારે યોગ્ય સમય હોય.

કલર : મૅન્ગો અને રેડ

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

રહેઠાણ બદલી કરવાનું કે ઘરમાં નવું ફર્નિચર બનાવવાના કામમાં વ્યસ્ત રહેશો. તમને મળી રહેલો કૉન્ટ્રૅક્ટ ચૅલેન્જિંગ છે. થોડા કપરા દિવસ જોયા પછી જ પ્રશંસારૂપી પ્રકાશ જોવા મળશે. કર્મ-ચક્ર દર્શાવે છે કે કામ અને અંગત સંબંધોમાં સંતુલન જળવાય એનું પૂરતુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

કલર : ગ્રે અને કિરમજી

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારા માટે પ્રૅક્ટિકલ શિખામણ એ જ છે કે જે તમે બદલી નથી શકતા એ જેમ ચાલે છે એમ ચાલવા દો. શરૂ થઈ રહેલું નવું કર્મ-ચક્ર તમારા અને તમારા કેટલાક પરિવારજનો માટે લાભદાયી રહેશે. વર્તમાનમાં જીવો. તમે ધરેલી ધીરજનો બદલો ફાઇનલી તમને મળશે.

કલર : બ્લુ અને પીચ

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

જેમાં તમે કશો જ ફેરફાર નથી કરી શકવાના એવા વીતી ગયેલા સમય માટે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. એમ મિત્ર સાથેનો તમારો સંબંધ લાગણીસભર રહેશે. કર્મ-ચક્ર તમારા ઇમોશનલ બૉન્ડિંગ પર ભાર આપે છે અને તમે તમારા વિચારો અને લાગણીઓ માટે પારદર્શક રહો એવી સૂચના કરે છે.

કલર : નીલમ અને યલો

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમે જે પ્રકારની પ્રૉપર્ટીની શોધમાં હતા એ કામ થોડું પાછળ ઠેલાશે. એક કૉન્ટ્રૅક્ટ થોડો મોડો હાથમાં આવશે. જેન લીધે તમે લાંબો સમય ચિંતામાં કાઢ્યો છે એ કર્મ-ચક્ર હવે પૂરું થશે અને સારો સમય આવશે. નજીકના મિત્રો સાથે સમય પસાર કરો.

કલર : વાઇટ અને પિન્ક

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK