જાણો તમારું 12-06-2012નું ભવિષ્ય

પહેલી નોકરી એ તો માત્ર અનુભવ અને એ જાણવા માટે હોય છે કે કૉર્પોરેટ વર્લ્ડની કાર્યપ્રણાલી શું હોય એટલે ફોકસ રહેજો.

astro13એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

પહેલી નોકરી એ તો માત્ર અનુભવ અને એ જાણવા માટે હોય છે કે કૉર્પોરેટ વર્લ્ડની કાર્યપ્રણાલી શું હોય એટલે ફોકસ રહેજો. કસરત કરવાને કારણે અને ખાવાની બાબતોમાં લાવેલા ફેરફારને કારણે તબિયત સુધરશે. કર્મ-ચક્રની ગતિ જે પ્રમાણે હોય એ રીતે તમારું વર્તન કરો.

કલર : ઑરેન્જ અને વાઇટ

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

કમ્યુનિકેશન, નવા કૉન્ટ્રૅક્ટ પર સહી કરવાની બાબતમાં કે કોઈ લેટર મોકલવા માગતા હો તો આજનો દિવસ પૉઝિટિવ છે. તમે કોઈ પણ બાબતમાં રીઍક્શન આપવા માટે જે સંયમ જાળવ્યો છે એને લીધે પરિસ્થિતિ તમારા કન્ટ્રોલમાં રહેશે. સંતુલનના આ સમયને એન્જૉય કરો.

કલર : ગ્રીન અને ફિરોજી

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ભવિષ્ય તરફ મીટ માંડીને જોશો તો સમજાશે કે ખરાબ તકલીફોનાં વાદળ દૂર હટી રહ્યાં છે. આજે તમે તમારા કામના શેડ્યુલને સમયસર પહોંચી શકશો. કામનું ટાઇમ ટેબલ નવેસરથી બનાવ્યું છે એને પાર પાડી શકશો. ભૂતકાળની વાતો સાથે સંકળાયેલા રહો, પરંતુ પ્રૅક્ટિકલ રહેવું ખૂબ જરૂરી છે. ઇમોશનલ થઈને ડગમગાતા નહીં.
કલર : રસ્ટ અને બ્લુ

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

સારાં કર્મોને કારણે પરિણામ ધાર્યા કરતાં ખૂબ વહેલું મળશે. ન ધારેલી મોટી રકમ મળશે પણ એનું સ્વાગત કરજો. પહેલા એક સારા મિત્ર તરીકે વિચારો અને પછી મિત્રતાને ઊંચા લેવલ પર લઈ જવાનો વિચાર કરો.

કલર : ઑલિવ અને ગોલ્ડ

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજનો દિવસ મીટિંગોમાં અને નવા-નવા કમ્યુનિકેશનમાં પૂરો થઈ જશે, કારણ કે આગળ જતાં તમારે એને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લેવાનો છે. એક લાંબા ગાળાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. આવેશમાં આવીને કોઈ પણ નિર્ણય લેતા નહીં.

કલર : પર્પલ અને બ્લૅક

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

પ્રવાસનો સમય છે એટલે કોઈ એક સારી જગ્યાએ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવો. એક સમજાય નહીં એવી બાબતને કારણે તમે ભવિષ્ય તરફ દોરાશો. તમારાં સપનાંઓ હકીકત બનવા તરફ જઈ રહ્યા છો એટલે ઈશ્વરનો આભાર માનો.

કલર : મરૂન અને વાઇટ

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

મૅનેજમેન્ટની દૃષ્ટિએ ક્રાઇસિસ કહી શકાય એવી એક પરિસ્થિતિને તમે પ્રૅક્ટિકલી અને કુનેહપૂર્વક હૅન્ડલ કરી શકશો. ખર્ચનું સારી રીતે નિયમન કરી શકવાને કારણે તેમ જ નાણાકીય સધ્ધરતાને કારણે રાહત અનુભવશો. મિલકત ખરીદવાનું કર્મ-ચક્ર શરૂ થઈ ગયું છે. શું છે અને શું નથી એનું વિશ્લેષણ કરીને નક્કી કરો કે તમારે શું મેળવવાનું છે.

કલર : પિન્ક અને ક્રીમ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

દિવસની શરૂઆત થોડી ધીમી થશે જેનાથી તમને લાગશે બધાં કામ લંબાઈ રહ્યાં છે. જોકે આ સિલસિલો માત્ર બપોર સુધી જ ચાલશે. પછી ફરી એક વાર કામમાં ઝડપ આવશે. તબિયત એકંદરે સારી રહેશે. દિવસભર કામ-કામ અને કામ કરવાની સાથે તમારી પૂરતી ઊંઘનું પણ ધ્યાન રાખો.

કલર : લૅવન્ડર અને ઑરેન્જ

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

દરેક બાબતોમાં મળી રહેલી સંવાદિતાને તમે ઈશ્વરનો આર્શીવાદ સમજી રહ્યા છો અને તમારા ચહેરા પરની ખુશીને રોકી શકવામાં અસમર્થતા અનુભવી રહ્યા છો. તમે જે આનંદ અનુભવી રહ્યા છો એ નાણાકીય બાબતોની પર છે. કરીઅર સ્મૂધ જઈ રહી છે. તમારા ઘરના વડીલ સભ્યો માટે થોડો સમય કાઢો.

કલર : મોરપિચ્છ અને યલો

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

બિઝનેસ માટે, નવા આઇડિયાઝ પ્રમોટ કરવા માટે, નવા કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા માટે કે કોઈ મહત્તવની મીટિંગ ગોઠવવા માટે આજનો સમય શ્રેષ્ઠ છે. એ સાથે કોઈના નવા આઇડિયાને સ્વીકાર કરવા માટે તૈયાર રહો. કર્મ-ચક્ર દર્શાવે છે કે એનાથી હજી પૉઝિટિવિટીનો વ્યાપ વધશે.

કલર : ખાખક્ષ અને ડીપ રેડ

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

સત્ય માટેનો તમારો આગ્રહ લોકોને અકળાવશે. પણ તમે સ્પષ્ટ રહેજો. એનાથી લોકો સમક્ષ તમારી છબી વધુ ક્લિયર રહેશે. કોઈ પણ બાબતમાં નિર્ણય લેવો હોય તો માઇન્ડનું સાંભળો, કારણ કે મગજની પ્રૅક્ટિકલ શિખામણ તમે વધુ આગળ સુધી લઈ જશે.

કલર : પીચ અને ક્રીમ

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

નસીબ અત્યારે તમને સાથ નથી આપી રહ્યું એટલે તમે ડાઉન ફીલ કરી રહ્યા હશો. તમે કરેલાં સારાં કર્મોને યાદ કરો અને ડરવાની જરૂર નથી. બસ આત્મવિશ્વાસ સાથે આગળ વધો. આગળ ભણવા માટે સારો સમય છે. તબક્કાવાર થઈ રહેલા વિકાસ પર તમારી નજર રાખો સાથે-સાથે જેટલું બને એટલું કામ પર પણ ધ્યાન આપો.

કલર : ઑલિવ અને ગ્રે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK