જાણો તમારું 09-06-12નું ભવિષ્ય

જાણો તમારું આજનું ભવિષ્ય

 

 

astrologyએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમે લીધેલા એક મક્કમ નિર્ણયથી અત્યાર સુધી જે પકડીને રાખેલું એ છૂટી જશે. જોકે તમારું બદલાઈ રહેલું કર્મ-ચક્ર દર્શાવે છે કે હવે પછી તમને નવી તકો અને રાહતની ક્ષણો પણ મળશે. સાચો પ્રેમ જીવનમાં સંતુલન લાવે છે. તમારા જીવનના આ પિરિયડને કારણે તમે પરિપૂર્ણ થઈ ગયાની લાગણી અનુભવી રહ્યા છો. કલર : લાઇમ ગ્રીન અને ઑરેન્જ

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

અત્યારે તમારી સામે જે પરિસ્થિતિ આવશે એનો કન્ટ્રોલ તમારી પાસે નહીં હોય. અમુક પરિસ્થિતિમાંથી બીજા લોકો છટકબારી શોધી લેશે, જે તમારા માટે ડિફિકલ્ટ હશે. તમે પ્રેમમાં ખૂબ શાંતિ અનુભવી રહ્યા છે અને આ ગાળાને ખૂબ એન્જૉય કરી રહ્યા છો. કલર : યલો અને બ્લુ

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ભાવતાલ કરવામાં તમે ખૂબ પારંગત થઈ ગયા છો. તમારી આ કળાનો નવી નોકરીના ઇન્ટરવ્યુમાં ઉપયોગ કરજો. આજે કેટલીક મહkવની મીટિંગો હશે, જેમાં કોઈ પણ ડીલ ફાઇનલ કરવામાં ઝડપ કરશો નહીં. જ્યારે તમે બન્ને સાથે હો ત્યારે એ તમારા માટે જાદુઈ સમય હોય છે. કલર : બ્રાઉન અને પિન્ક

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમને મળેલી એક સલાહ ઇન્ટરેસ્ટિંગ લાગશે. જોકે તમે કોઈની સલાહ પર ચાલનારી વ્યક્તિ નથી જ. વધેલી જવાબદારીઓને પહોંચી વળવા માટે થોડા વધુ ફ્રેશ થવાની જરૂર છે. આજની સાંજ તમે તમારી સૌથી પ્રિય વ્યક્તિ સાથે વિતાવશો. ભૂતકાળમાં તમારી સાથે હતું એવું કોઈ ફરી તમારા જીવનમાં પ્રવેશશે. કલર : ઑરેન્જ અને ડાર્ક ક્રીમ

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમે તમારો દૃઢ નિર્ણય થોડા હળવા શબ્દોમાં જણાવો. આમ તો તમે ગેરસમજો દૂર કરવામાં માસ્ટરી હાંસલ કરી દીધી છે. મલ્ટિનૅશન્લ કંપનીમાં તમને નવી જૉબ-ઑફર મળશે. તમે હળવા મૂડમાં કહેલા શબ્દોના કેવા રીઍક્શન આવે છે એ જોવા વેઇટ ઍન્ડ વૉચની નીતિ અપનાવો. કલર : રસ્ટ અને નારંગી

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

કોઈએ કહેલા શબ્દોમાં ગૂંચવાઈ જવાને બદલે તમારી અંત:સ્ફુરણા તમને શું કહે છે એના પર તમારું ધ્યાન કેિન્દ્રત કરો. તમારું મગજ ઓવરટાઇમ કામ કરી રહ્યું છે અને એ સારી બાબત છે. લ્ એ પ્રેમ અને દુનિયાનો હાઇએસ્ટ એનર્જી-સૉર્સ છે એટલે તમારા હૃદયના દરવાજા એના માટે ઉઘાડી દો. કલર : ઑરેન્જ અને વાઇટ

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે પરિવાર માટે સમય કાઢી કંઈક કરવાનો તમારો પ્લાન સારો વિચાર નથી, કારણ કે આજે દરેકને કોઈ ને કોઈ પ્લાન છે. નાણાકીય બાબતમાં સારો સમય આવી રહ્યો છે. સૌથી પહેલાં નક્કી કરો કે તમારે શું જોઈએ છે અને પછી તમારી દ્રઢતા કુદરતને જણાવી દો. કલર : વાઇટ રોઝ અને પર્પલ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

અધ્યાત્મ અને ભૌતિકવાદ વચ્ચે બૅલેન્સ રાખવાનો તમારો પ્રયત્ન જીવનમાં સંતુલન લાવશે. જેકોઈ ડર કે સમસ્યા મનમાં સતાવી રહી છે એને પ્રત્યક્ષ કરી એનો નિવેડો લાવો. સાચા પ્રેમ માટે રાહ જોવી જ જોઈએ. કલર : બ્લુ અને લાઇમ ગ્રીન

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

વણમાગી સલાહને અવગણીને તમે લીધેલા નિર્ણયને વળગી રહેવાનો ઍટિટuુડ તમારા માટે લાભદાયી રહે. તમારી દરેક ઍક્શનની જવાબદારી લેવાની આદત તમારી પર્સનાલિટીનો એક હિસ્સો છે. તમે તમારા પ્રિયજન સાથે થોડી હળવી ક્ષણો વિતાવશો. ક્લર : બ્લૅક અને ક્રીમ

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

કોઈ વાર કર્મ-ચક્રનું ધીમી ગતિએ ચાલવું પણ જરૂરી છે. એનાથી તમે ભૂતકાળમાં કરેલી ભૂલો પર ધ્યાન જાય છે અને કૉન્સેપ્ટ વધુ સ્પષ્ટ થાય છે. ઘર બદલાવાના ચાન્સિસ છે. તબિયતનું ધ્યાન રાખજો. જ્યારે તમને ખરેખર જરૂર હોય ત્યારે તમારો પ્રેમ તમારી નજીક હોય છે, એ જ તમારા કર્મનું ફળ છે. કલર : યલો અને મોરપીંછ

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

જાત પર મૂકેલાં કેટલાંક બંધનો લાભદાયી નીવડશે. શા માટે તમને કંઈક કરવું ગમે છે જેવી બાબતોમાં સેલ્ફ-ઑબ્ઝર્વેશન કરવાની આદતથી આજે સારો અભ્યાસ થશે. પ્રેમની લાગણીને લીધે આજે તમે સાતમા આસમાનની અનુભૂતિ કરશો. કલર : ગ્રીન અને યલો

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમે ફરી એક વાર લાગણીઓમાં ઊંડે ને ઊંડે એવું કંઈક અનુભવી રહ્યા છો એટલે કોઈ પણ સંબંધ બાંધતાં પહેલાં થોડો સમય ભલે લો. એક સામજિક પ્રસંગમાં હાજરી આપવાને લીધે આખો દિવસ બિઝી રહેશો. આજે તમે તમારા સોલ મેટને અટ્રૅક્ટ કરશો અને ભૂતકાળમાં લાગણીઓ સાથે થયેલો વિશ્વાસઘાત ભૂલી જશો. કલર : ગ્રે અને પિન્ક

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK