જાણો તા, 11-06-2012 નું આપનું ભવિષ્ય

 

 

સમૃદ્ધિનું કર્મ-ચક્ર ચાલી રહ્યું હોવાથી તમારી મિલકતમાં ઉમેરો થશે. આઇડિયાને ક્યારે અમલમાં મૂકવી એ પ્રૅક્ટિકલ બિઝનેસ સેન્સ ધરાવતા લોકોને ખબર જ હોય છે.

astrology11એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

સમૃદ્ધિનું કર્મ-ચક્ર ચાલી રહ્યું હોવાથી તમારી મિલકતમાં ઉમેરો થશે. આઇડિયાને ક્યારે અમલમાં મૂકવી એ પ્રૅક્ટિકલ બિઝનેસ સેન્સ ધરાવતા લોકોને ખબર જ હોય છે. એક સંબંધમાં ઇમોશનલ બૉન્ડિંગ ગાઢ થતાં ખૂબ આનંદ અને પરિપૂર્ણ થયાની લાગણી અનુભવી રહ્યા છો.

લકી દિવસ : આખું વીક ખૂબ લકી છે

કલર : પર્પલ અને યલો

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

એક આવશ્યક પ્રવાસને કારણે શહેરની બહાર જવાનું થશે. તમને જાણવા મળેલું સત્ય કદાચ વિશ્વાસ ન આવે એવું હોય. કેટલાક લોકો આગળ અભ્યાસ કરવાનો વિચાર કરશે. આ સીઝન તમારા માટે રોમૅન્સની સીઝન છે.

લકી દિવસ : ૧૨, ૧૩, ૧૪ ,૧૫, ૧૬

કલર : લાઇટ ગ્રીન અને ગોલ્ડન યલો

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

કર્મ-ચક્ર ફરીથી પ્રવાસનો યોગ દર્શાવે છે. કામના સિલસિલામાં કે ફરવા માટે બહાર જવાનું થશે. કોઈ પણ જાતના પ્રયત્નો વિના અચાનક આવેલાં કેટલાંક પરિવર્તનોને કારણે જીવન બદલાઈ જશે.

લકી દિવસ : ૧૧, ૧૨, ૧૫, ૧૬, ૧૭

કલર : ડાર્ક ગ્રે અને ઈંટ જેવો લાલ

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમે જેના પર ભરપૂર વિશ્વાસ કરો છો એવી વ્યક્તિ તરફથી મળતાં સલાહ-સૂચનો માટે ઓપન રહેજો. પહેલેથી જ મોટા તમારા મિત્ર-વતુર્ળમાં હજી કેટલાક મિત્રોનો ઉમેરો થશે. કેટલાક લોકોના જીવનમાં અચાનક પ્રેમનો પ્રવેશ થશે.

લકી દિવસ : ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭

કલર : ઘેરો ગુલાબી અને ખૂલતો લીલો

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમે લીધેલા કેટલાક ગૂંચવણભર્યા નિર્ણયો માટે પણ તમારા પ્રિયજનો સપોર્ટિવ રહેશે. તમારા પરિચયમાં રહેલા કેટલાક ઓછા પરિચિત લોકો પણ હમણાં કામ આવશે. પ્લૅટોનિક પ્રેમ હોય એવા ઑપોઝિટ સેક્સના લોકોથી ડિસ્ટન્સ રાખજો.

લકી કલર : ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬

કલર : કૅન્ડીફ્લોસ પિન્ક અને અર્થી રોઝ

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ભવિષ્યમાં ઘણા ટર્ન આવશે, જેમાં શું થશે એ અસ્પષ્ટ છે. જે નિર્ણયો લેવાના જ છે એના માટે નવેસરથી વિચારીને આગળ વધવાનું કર્મ-ચક્ર સૂચવે છે. પ્રિય પાત્ર સાથે હાર્ટ-ટુ-હાર્ટ થયેલી વાતો તમારી વચ્ચે રહેલી ઘણી ગેરસમજોને દૂર કરશે.

લકી દિવસો : ૧૧, ૧૨, ૧૪, ૧૬

કલર : પીચ અને ગ્રે

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

કોઈ ત્રીજા પાત્રને કારણે તમે ધાર્યા કરતાં વહેલો નિર્ણય લીધો છે. અધ્યાત્મ અને ભૌતિકવાદ વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. અત્યારે તમે સૌથી વધુ આનંદ અને સંતોષ અનુભવી રહ્યા છો.

લકી દિવસો : ૧૩, ૧૪, ૧૬, ૧૭

કલર : બ્લૅક અને ગોલ્ડન  બ્રૉન્ઝ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમે પરિવાર અને મિત્રોને સૌથી વધુ સમજવાની કોશિશ કરી રહ્યા છો એટલે ઘણી સમસ્યાથી બચી શકશો અને રાહત અનુભવશો. કામ પ્રતિનું તમારું ફોકસ તમને એક ખૂબ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ મળશે. એ સાથે લોકોની ઇષ્ર્યાનો પણ સામનો કરવો પડશે.

લકી દિવસો : ૧૧, ૧૨, ૧૩, ૧૬, ૧૭

કલર : યલો અને પર્પલ

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

અત્યાર સુધી અવગણાયેલો સંબંધ ફરી ખીલી ઊઠશે અને ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારીને તમે એને વધુ ગાઢ બનાવી શકશો. ગત છ મહિના તમારા માટે ખૂબ કપરા હતા, પણ એનાથી તમારું મનોબળ ખૂબ મજબૂત થયું છે.

લકી દિવસો : ૧૨, ૧૩, ૧૪, ૧૬, ૧૭

કલર : સોનેરી અને બ્લુ

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

બનાવેલી યોજનાને વળગી રહેવાનો અભિગમ તમને લોકોમાં પૉપ્યુલર બનાવશે. વિદ્યાર્થીઓ કરીઅરમાં આગળ વધતાં પહેલાં કાઉન્સેલિંગ કરશે. તમારા બે મિત્રો વચ્ચે થયેલો ઝઘડો સૉલ્વ કરવા માટે તેઓ તમારી મદદ માગી રહ્યા છે.

લકી દિવસ : ૧૧, ૧૨, ૧૪, ૧૫ અને ૧૬

કલર : ઑરેન્જ અને યલો

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ડેટિંગ સમયે સારા વર્તનને કારણે આખી રાત ઊંઘ ન આવવી અને કામમાં આખો દિવસ કૉન્સન્ટ્રેટ કરી શક્યા છો એ લાગણી દુનિયાની બેસ્ટ લાગણી છે. પ્રોઢ લોકો કોઈ લીગલ મેટરમાં ગૂંચવાયેલા રહેશે.

લકી દિવસો : ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૧૭

કલર : ગ્રીન અને લાલ

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

જીવનમાં ઘણી રીતના બદલાવની ઝંખના સેવી રહ્યા છો. થોડા જ સમયમાં સારા સમાચાર સાંભળવા મળશે, જેમાં જીતનો સ્વાદ ચાખશો. જે તમારી હૃદયની ખૂબ નજીક હશે. પ્રેમ શાશ્વત છે એ હકીકતને ધ્યાનમાં રાખો.

લકી દિવસો: ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭

કલર : પિરોજી અને બ્રાઉન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK