તા, 07-06-2012 નું જુઓ આપનું રાશિ ભવિષ્ય

તમને મળેલી ઊંચી પોસ્ટ તમારા કર્મનું ફળ છે. તાજેતરમાં આવેલી બે જૉબ ઑફરમાંથી પસંદગી કરવામાં થોડીક મૂંઝવણ અનુભવી રહ્યા હશો

astrologyએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમને મળેલી ઊંચી પોસ્ટ તમારા કર્મનું ફળ છે. તાજેતરમાં આવેલી બે જૉબ ઑફરમાંથી પસંદગી કરવામાં થોડીક મૂંઝવણ અનુભવી રહ્યા હશો, કારણ કે બન્નેમાં કંઈક ખૂટતું મળશે. ઓછા સમયમાં ઘણું બધું કરવાની લાયયમાં જે મહત્વનું હશે એ ભુલાય નહીં એનું ધ્યાન રાખજો.

કલર : પર્પલ અને પિન્ક

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આ રાશિના સેલ્ફ એમ્પ્લૉઇડ લોકો બિઝનેસ વધારવા માટે કંઈક નવું કરવાના પ્રયત્નો કરશે. જીવનથી ખુશ રહેવાના તમારા ઍટિટ્યુડથી આંતરિક તેજ વધશે. તમારા મિત્રએ લીધેલા નિર્ણયના પ્લસ-માઇનસ પર કોઈ જજમેન્ટ લેવાથી દૂર રહેજો.

કલર : રૂપેરી અને બ્રાઉન

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

અવેરનેસને કારણે ઇમોશનલ ખળભળાટથી તમે આસાનીથી બચી શકશો. કોઈ સુંદર અને વન્ડરફુલ ઘટના ઘટે એવા અણસાર જણાઈ રહ્યા છે. શાકાહારી ભોજન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે. જે સંબંધોનું ભવિષ્ય નથી એવા પ્રકારના રિલેશનથી દૂર રહેજો.

કલર : યલો અને પિન્ક

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

લાંબા સમયથી થઈ રહેલા માથાના દુખાવા માટે સૌથી પહેલાં તમારી આંખ ચેક કરાવો. ક્યારેક તમને એકલા રહેવાની ઇચ્છા પણ થઈ શકે છે. જેમાં કશું ખોટું નથી પણ તમારા સ્વજનો અને મિત્રોને પણ તમારા મનના આ વિચારની જાણ કરો. ડ્રાઇવિંગ કરતી વખતે અને બૅન્કમાં ડિસ્ટ્રેક્ટ ન થાઓ એનું ધ્યાન રાખજો.

કલર : ગ્રીન અને ફિરોજી

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમે આદરેલી સફરનું હવે રસપ્રદ પરિણામ મળવાનું છે. એક અંગત સંબંધમાં ઊભી થયેલી ગેરસમજને વહેલામાં વહેલી તકે દૂર કરો, કારણ કે આ સંબંધને બનાવી રાખવા તમે ખૂબ મહેનત કરી છે, ખૂબ ભોગ આપ્યો છે. તમારા ઘરને નવેસરથી સજાવવાનું કામ થોડા સમય પછી થશે. રાત્રે મોડા સુધી જાગવાનું બંધ કરો.

કલર : પિન્ક અને બ્લૅક

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ન સમજાય એવી જગ્યાએથી તમને મળી રહેલી તકથી તમે આશ્ચર્ય અનુભવતા હશો. દરેક ઘટના માટે તમે અનુભવતા આભારની લાગણીને કારણે યુનિવર્સમાંથી તમને વધુ ને વધુ પૉઝિટિવ વાઇબ્સ મળી રહ્યા છે. આ રાશિના કેટલાક લોકોને પ્રેમની અનુભૂતિ થશે. ભૂતકાળને કોસવાનું બંધ કરો.

કલર : ઑલિવ અને બ્રાઉન

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે વહેલી સવારે તમે ઊઠી જશો અને ચાના પહેલા કપ સાથે જ કેટલાક મહત્વના દસ્તાવેજ ચેક કરવા બેસી જશો. કામના બોજા હેઠળ એટલા બધા ન દબાઈ જાઓ કે તમે તમારા મિત્રોને પણ ન મળી શકો કે હળવાશની થોડી ક્ષણો જાત માટે પણ ન ફાળવી શકો.

કલર : કરમજી અને વાયલેટ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

સારા વાઇબ્સની વહેંચણી કરવી અને એક્સેલન્ટ કમ્યુનિકેશન એ ફ્રેન્ડશિપનો પાયો છે. તમારા આંતરમનમાં તોળાઈ રહેલી ન સમજાય એવી એક વાત સમય જતાં તમારા ધ્યાનમાં આવશે.

કલર : ભૂરાશ પડતો ગ્રીન અને સફેદ

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

કંપની વતી તમે જે નેગોશિએશન્સ કરી રહ્યા છો એ ફળદાયી રહેશે. તમારામાંથી કેટલાકને મળનારું પ્રમોશન તમને કારકિર્દીની નવી હાઇટ પર લઈ જશે. તમે તમારા ડાયટ પ્લાનમાં લાવેલા ફેરફારને કારણે તબિયત સુધરશે. લાગણીશીલ થઈ કોઈ પણ નિર્ણય લેતા નહીં. થોડું તાર્કિક રીતે વિચારીને બધાં પાસાં મગજ સામે રાખીને આગળ વધજો.

કલર : મસ્ટર્ડ અને ગ્રીન

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમે હૃદયના ઊંડાણથી કોઈ સંકલ્પ કરો અને જુઓ કે પછી કુદરત એને પૂર્ણ કરવા માટે શું કરે છે. અત્યારે તમારા જીવનમાં પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. ઑફિસમાં કલીગ અને ઘરમાં પરિવારજનો સાથે ખૂબ સુમેળભર્યો વ્યવહાર રહેશે. તમારા જીવનના મોટા લક્ષ્યને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

કલર : યલો અને લાઇટ પર્પલ

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

યોગ્ય અભિગમને જાળવી રાખો, એ માટે કુદરત તમને મદદ કરશે. જીવનમાં કેટલીક બાબતો વિશે સ્પષ્ટતા લાવતા તમને સમય લાગે છે, પણ કેટલો વધુમાં વધુ કેટલો સમય લાગવો જોઈએ એ તમારે નક્કી કરવું પડશે. સારી આદતો સારી હેલ્થના બરાબર છે. આજે ખોટી દલીલો કરવાથી દૂર રહેજો.

કલર : સફેદ અને લાલ

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારા અંગત સંબંધો માટે આ સમય સારો નથી એટલે ખૂબ સાચવીને વાત કરો. વરસાદ માટે પરદા બદલીને અને ઘરમાં જરૂરી ફેરફાર કરીને ઘરને તૈયાર કરી દો. જરૂરિયાત કરતાં વધુ માહિતી ઉઘાડી ન પાડો.

કલર : ફિરોજી અને પીચ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK