તા, 08-06-2012નું જાણો આપનું ભવિષ્ય

 

 

સંબંધીઓ સાથેનો તમારો રેપો વધુ મજબૂત બનશે. પ્રમોશન અથવા પગારવધારો તમે તમને આપવામાં આવેલા પ્રોજેક્ટને કઈ રીતે પૂર્ણ કરો છો એના પર અવલંબિત છે.

 

astrologyએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

સંબંધીઓ સાથેનો તમારો રેપો વધુ મજબૂત બનશે. પ્રમોશન અથવા પગારવધારો તમે તમને આપવામાં આવેલા પ્રોજેક્ટને કઈ રીતે પૂર્ણ કરો છો એના પર અવલંબિત છે. દુનિયાભરની મહેનત પછી પણ જે મને મળ્યું છે એના માટે હું આભારવશ રહીશ આ પ્રકારનો ભાવ તમારે કેળવવાનો છે.

કલર: ઍક્વામરીન અને યલો

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

સતત બદલાઈ રહેલા કર્મચક્રમાં તમારે તમારા રૂઢિગત વિચારોને બદલવા પડશે. આ રાશિના સિંગલ લોકોએ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે ખરેખર તેમણે લગ્ન કરવાં છે કે નહીં. તમે હવે નક્કી કરો કે હું મારી ઇન્ટુશન પર પૂરો ભરોસો રાખીશ અને સમયના ફ્લો સાથે રહીશ.

કલર : ગ્રીન અને પીચ

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

અત્યારના કર્મચક્રના સ્વવિકાસના સમયમાં એવા ઘણા પ્રશ્નો હશે, જેના તમને ફાઇનલી જવાબ મળી જશે. તમે તમારા કામને એન્જૉય કરી રહ્યા છો, કારણ કે તમે તમારા કામને જ તમારી હૉબી બનાવી દીધી છે. નક્કી કરો કે તમે બધી બાબતોનો પ્રેમપૂવર્ક પ્રતિસાદ આપશો અને દરેક વાતનો નિર્ણય મગજ ઠંડું રાખીને લેશો.

કલર : પર્પલ અને બ્લુ

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

લગ્નોત્સુક લોકો માટે આ સીઝન પોતાનો જીવનસાથી મેળવવાની છે. કર્મચક્ર દર્શાવે છે કે આ ગાળામાં અરેન્જ્ડ મૅરેજની ઇચ્છા ધરાવનારા લોકોની મીટિંગ યોજાશે. રચનાત્મક કામની પૂર્ણાહુતિ અને તમારા ગોલ વિશેનું તમને થયેલા રિયલાઇઝેશનથી ખૂબ સારું ફીલ થશે. તમે આજે નક્કી કરો કે તમે તમારા માટે ચોક્કસ થોડો સમય ફાળવશો.

કલર : ઑરેન્જ અને ગ્રીન

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

બેહિસાબ જવાબદારી અને કામના અતિશય બોજા હેઠળ તમને તમારા કામથી કંટાળો આવતો હશે પણ આ સમયે તમારા ભવિષ્યને લઈને વિશાળ ચિત્ર તમારા મગજમાં રાખો. પૂરતી ઊંઘ લો અને આજથી નક્કી કરો કે ડિસ્ક્શન પર તમે પૂરતો ભાર મૂકશો, કારણ કે ડિસ્ક્શન વ્યક્તિ અને પરિસ્થિતિને સમજવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

કલર : પિન્ક અને વાઇટ

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

અત્યારે તમારો વિકાસનો સમય છે અને જીવનનો નવેસરથી ઉદ્ધાર કરવાનો સમય છે. એક અણધારી રીતે બેસ્ટ સૉલ્યુશનથી ઉકેલાઈ જશે.

કલર : પિન્ક અને વાઇટ

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

કોઈક એવી બાબત પર પસંદગી ઉતારશો, જેમાં લાંબો પ્રવાસ સંકળાયેલો હોય. કન્સ્ટ્રક્શન અથવા કોઈ જમીન પણ ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય લેશો. તમારા મનમાં ચાલી રહેલા વિચારનું ભવિષ્ય છે એના પર કામ કરવાનું શરૂ કરી દો.

કલર : કૅન્ડી પિન્ક અને બ્લુ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

લોકો સાથે વાત કરીને તમને તમારા મનમાં ઘૂમરાઈ રહેલા અનેક સવાલોના જવાબ મળશે તેમ જ ભૂતકાળનો વિચાર કરશો તો મનના સંશયો વધુ સ્પષ્ટ થશે. આર યા પાર જવાને બદલે વચગાળાનો રસ્તો કાઢો. આજે તમે નક્કી કરો કે તમે તમારા બિઝી શેડ્યુલમાંથી થોડો સમય તમારા માટે ફાળવશો અને તંદુરસ્ત થઈ જશો.

કલર : પર્પલ અને ગ્રીન

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

કામના સંદર્ભે યોજાયેલો પ્રવાસ તમને એનર્જેટિક રાખશે અને એમાં તમે તમારાથી બનતું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશો. જે ઘણી સારી બાબત છે હવે એમાં ફોકસ્ડ રહેજો.

કલર : ઑરેન્જ અને ગ્રીન

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારા મનમાં ઊઠી રહેલા સવાલના જવાબો અને ઉકેલ ખૂબ સરળ છે. બસ, તમે ફ્લો સાથે વહેતા રહો. કમિટેડ સંબંધમાં તમારી વચ્ચે જે મુદ્દે મતભેદ થઈ રહ્યા છે એ વિશે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. આજે નક્કી કરો કે હું મારા પર કોઈ ડોમિનેટ કરતું હોય ત્યારે શાંત રહીશ અને પરિસ્થિતિને હૅન્ડલ કરીશ.

કલર : લીલી વાઇટ અને સેફરોન

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય પ્રૅક્ટિકલી વિચારીને લેજો. નાની-નાની ખુશીઓને પણ માણવાની તક જ દર્શાવે છે કે હજી જીવનમાં એવું ઘણું છે જે જીવવાનો ઉત્સાહ પૂરો પાડે. આજથી નક્કી કરો કે હું મને મળતી સલાહ પાછળ છુપાયેલા પ્રેમને ઓળખીશ.

કલર : ઘેરો લાલ અને બ્લૅક

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

પરિવારને પ્રોત્સાહન આપો, કારણ કે તેઓ ઘણા કપરા દિવસો જોઈને ઊભા થયા છે. અહંને બાજુએ મૂકીને વિચારશો તો સમજાશે કે પ્રેમ શાશ્વત છે. આજથી મનને સમજાવી દો કે દરેક ઇમોશનલ ઊથલપાથલની પાછળ આધ્યાત્મિક શીખ છુપાયેલી હોય છે.

કલર : ગ્રે અને પિન્ક

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK