શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

સકારાત્મક વલણથી જગ જીતી શકાય છે અને આજે તમે એવું જ કંઈક કરી શકશો.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


સકારાત્મક વલણથી જગ જીતી શકાય છે અને આજે તમે એવું જ કંઈક કરી શકશો. કામ ભલે ગમે એટલું આકરું લાગે, તમારે એને ઝીલી લેવું એવું ગણેશજી કહે છે. જો તમે આત્મવિશ્વાસી બનશો તો બધું જ કરી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે ઘરની બહાર નીકળવા માગતા નથી. તમે કદાચ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું પાછળ ઠેલશો. આ સુસ્તીમાં બીજું કંઈ નહીં કરો, પણ પ્રિયકર જોડે રોમૅન્ટિક સમય ગાળશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા ઘરે કોઈ મહત્વપૂર્ણ સામાજિક પ્રસંગ થવાની સંભાવના છે. તમારું સંપૂર્ણ ધ્યાન એના પર જ રહેશે. બિઝનેસમાં લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટો પૂર્ણ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


અતિશય પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્પક્ટપણે વિચાર કરી શકવાની તમારી ખૂબીની મદદથી તમે આકરા પ્રહારો સહન કરી શકશો. તમે કામના દબાણની સામે ઝૂક્યા વગર એ જ સ્પક્ટતાથી કામ કર્યે રાખશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને સૌને સાથે લઈને કામ કરવાનું ગમે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે એકલા સ્પર્ધા કરવામાં કાચા છો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે નિરર્થક ખર્ચ થવાની શક્યતા છે. જોકે સકારાત્મક પવન વહી રહ્યો છે ત્યારે તમારે અંગત તથા વ્યવસાયી જીવનમાં એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો એવું ગણેશજી કહે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


સંતાનો પ્રત્યેના સ્નેહની સામે આજે બીજી કોઈ વાતનું જોર નહીં રહે. તમે તેમના શિક્ષણ માટે કોઈ વિશેષ ક્લાસિસમાં તેમને પ્રવેશ અપાવશો કે પછી ઈશ્વરના આર્શીવાદ લેવા તેમને કોઈ ધાર્મિક સ્થળે લઈ જશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે લોકોની જરૂરિયાતોને લક્ષમાં લેશો એવી ભરપૂર શક્યતા છે. નકારાત્મક તરંગો તમારા વિચારને કલુષિત કરશે અને તમે આનંદિત રહેવા માટે નિકટના મિત્રોના સંગાથે રહેશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારામાં રહેલા આગેવાનથી આસપાસના લોકો પ્રભાવિત થશે. તમારા નેતૃત્વ હેઠળ લોકો આગેકૂચ કરવા તૈયાર રહેશે. આવા સાનુકૂળ સંજોગોમાં સફળતાના નવા-નવા કિલ્લા સર કરતાં જજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


વારંવાર નિષ્ફળતાઓ મળવા છતાં લોકો એ વાત સમજી શકતા નથી કે ધીરજ રાખીને જ સફળતા પામી શકાય છે. ચિડાઈ જવાથી માણસની પ્રતિષ્ઠા ખરડાય છે અને ભાવિ સંભાવનાઓ પણ ધૂંધળી બની જાય છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ તમારા માટે પડકારરૂપ રહેશે. જોકે નસીબની દેવી તમારા પડખે હોવાથી તમે હેમખેમ પાર ઊતરશો એવું ગણેશજી કહે છે. બિઝનેસમેનો કોઈ સાહસ કરે એવો યોગ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


માર્કેટિંગ કે ઍડ્વર્ટાઇઝિંગ જેવાં સર્જનાત્મક ક્ષેત્રોમાં કાર્યરત લોકો આજે ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ નફો મેળવી શકાય એવી માર્કેટિંગની અસાધારણ તક પ્રાપ્ત કરી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK