શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમારી અંગત અને વ્યવસાયી જવાબદારીઓ વચ્ચે રસ્સીખેંચ ચાલી રહી હશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારી અંગત અને વ્યવસાયી જવાબદારીઓ વચ્ચે રસ્સીખેંચ ચાલી રહી હશે. તમે બન્નેનું સંતુલન જાળવવામાં સફળ નીવડશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


પોતાના વિચારોને બીજા લોકો પણ સ્વીકારે એવું વલણ રાખવાને બદલે બીજાઓને સમજીને ચાલવું અને હાથ નીચેના માણસોને સ્વતંત્રતા આપવી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના સાનુકૂળ દિવસે તમારે લાંબા સમયથી માથે લટકતી પારિવારિક અને વ્યવસાયી સમસ્યાઓના હલ લાવવા. જૂનું ઘર વેચીને તમને મોટી રકમ મળી શકે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને દૈવી શક્તિ પાસેથી માર્ગદર્શન અને આર્શીવાદ મળશે. આથી તમે ઈશ્વરની સાથે સમીપતા અનુભવી શકશો. આ યાદગાર દિવસે તમને અનેક બોધપાઠ મળશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ઘણા વખતથી જેને પાછળ ઠેલી રહ્યા હતા એ પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ શુકનિયાળ છે. તમારી સકારાત્મકતાને જોઈને લોકો પ્રેરણા પ્રાપ્ત કરશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે દરેક નાની બાબત માટે અન્ય લોકો પર નિર્ભર રહેવાને બદલે આત્મવિશ્વાસપૂર્વક જીવનની ધુરા તમારા હાથમાં લઈ લેશો. કાર્યસ્થળે તમારી કામગીરી જ્વલંત રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી સામે કામનો ઢગલો થઈ ગયો હોવાથી તમે ચીડિયા બની જશો. એ કામ પાર પાડ્યા સિવાય કોઈ છૂટકો નથી એ વાત સમજી લેજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કામના કંટાળાથી તમે ખિન્ન રહેશો. આથી તમે શોખના વિષયો પાછળ વધુ સમય ગાળવાનો પ્રયાસ કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે સ્વજનો પર વિશેષ લક્ષ આપશો. તમારા ઘરે મહેમાન આવવાની શક્યતા છે. તેમની ઇચ્છા હશે કે તમે તેમના માટે પાર્ટી રાખો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારો વ્યવહારુ અને નમ્રતાપૂર્ણ અભિગમ તમારું ભલું કરશે. મર્યાદા કરતાં વધારે ખર્ચ થઈ જાય નહીં એ વાતની તકેદારી લેજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે પોતાનાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે મહેનત કરવા અને કોઈને નુકસાન થતું હોય તો એ પણ કરવા તૈયાર હશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારે ડર અને ચિંતાઓને ત્યજી દેવાનો સમય આવી ગયો છે. તમારા જીવનમાંથી આ બન્ને વસ્તુઓને સદા માટે વિદાય આપી દો. તમે પ્રિયકર જોડે અમૂલ્ય સમય ગાળી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK