શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તકલીફમાં સપડાયેલા લોકોને તમે મદદરૂપ થાઓ છો

astro29

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તકલીફમાં સપડાયેલા લોકોને તમે મદદરૂપ થાઓ છો અને તેમના પ્રત્યે કરુણાનો ભાવ રાખો છો એને લીધે આજે તમે બીજું કંઈ પણ કરતા હશો તોય લોકો તમારી મદદ લેવા દોડી આવશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે સ્વજનો જોડે યાદગાર પળો વિતાવશો. તમારા ઘરે પરિવારજનો, મિત્રો અને સંબંધીઓનું ગેટ-ટુગેધર થવાનો યોગ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે પોતે પણ નહીં ધાર્યું હોય અને બીજા કોઈએ પણ અપેક્ષા નહીં રાખી હોય એટલું બધું કામ તમે આજે કરી દેશો. સત્તાધીશો તમારા કાર્યની નોંધ અવશ્ય લેશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના મંગળમય દિવસે બનનારી કેટલીક સારી ઘટનાઓને લીધે તમે જોશમાં આવી જશો. તમારી પાસે પૂરતી નાણાકીય જોગવાઈ હોવાથી પ્રિયકર પાછળ ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારી વેપારી કુનેહ સતેજ રહેશે. તમે ગમે એટલી નાની તક હશે તોય એને ઝડપી લેશો અને સેલ્સમાં નોંધપાત્ર કામગીરી બજાવશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે સવારના ભાગમાં તમે વિચારોના પ્રવાહમાં તણાઈ જશો, પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જશે તેમ-તેમ બધી ચિંતાઓ છોડીને સાંજના સમયે પરિવાર જોડે આનંદિત રહી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે પોતાના વર્તનમાં ફેરફાર કરીને અંગત બાબતો પર વિશેષ લક્ષ આપશો અને સ્વજનોની સાથે સારી રીતે સમય ગાળશો. ઘરની આંતરિક સજાવટમાં ફેરફાર કરાવો એવી સંભાવના છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારા પરનો કામનો બોજ કેડ તોડી નાખે એટલો હોવા છતાં તમને સ્ફૂર્તિ વર્તાશે. એને લીધે તમે બધું કામ સહેલાઈથી પાર પાડી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે ઘરની આંતરિક સજાવટ કરવાને પ્રાથમિકતા આપશો. દેખીતી વાત છે કે શૉપિંગનું નામ યાદીમાં છેવાડે હશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ અદ્ભુત હોવાથી સફળતા અને પ્રશંસા તમને સહેલાઈથી પ્રાપ્ત થશે. આ સાનુકૂળ સમયગાળાનો સારામાં સારો ઉપયોગ કરી લેવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ભાવિ યોજનાઓનું ઝીણવટભર્યું આયોજન કરવામાં પુષ્કળ સમય વિતાવી દેશો છતાં તમારા હાલના કાર્ય પર એની વિપરીત અસર નહીં થવા દો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે પોતાનાં વિચારો અને મંતવ્યો વ્યક્ત કરવામાં જરાય સંકોચ નહીં રાખો. પોતાની શ્રવણની કળાનો ઉપયોગ કરવો અને સહાનુભૂતિથી લોકોને રાજી રાખવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK