ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

તમે પોતાની તમામ શક્તિઓને નાણાકીય સ્થિતિ અને બચતનું આકલન કરવા પર કેન્દ્રિત કરશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે પોતાની તમામ શક્તિઓને નાણાકીય સ્થિતિ અને બચતનું આકલન કરવા પર કેન્દ્રિત કરશો. દિવસના અંત ભાગમાં તમારે ફુરસદનો થોડો સમય રાખી મૂકવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પોતાનો બાહ્ય દેખાવ સુધારવાના મૂડમાં હશો. ત્યાર બાદ તમે પ્રિયકરને મોંઘી ભેટસોગાદો આપશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે રૂપને નિખારવા માટે બ્યુટીસલૂનમાં જશો. તમારી બુદ્ધિમત્તા અને સહાનુભૂતિભર્યા સ્વભાવને લીધે અનેક લોકો તમારા મિત્ર બનશે અને લોકો પ્રભાવિત થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા પ્રતિભાશાળી વિચારો અને ચોકસાઈભર્યા અમલને લીધે કામના સ્થળે તથા સામાજિક વતુર્ળુમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સમય સારો ચાલી રહ્યો છે ત્યાં સુધીમાં એનો મહત્તમ લાભ લઈ લેવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પારિવારિક સમસ્યાઓ તમને ઘેરો ઘાલશે. તમારે એમનાથી દૂર ભાગવાને બદલે હિંમતપૂવર્કમ સામનો કરવો અને અસરકારક રીતે હલ લાવવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારાં સંતાનોએ શૈક્ષણિક તથા ખેલકૂદ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર પ્રગતિને લીધે તમે રોમાંચિત થઈ ઊઠશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા સંબંધો, ખાસ કરીને રોમૅન્ટિક સંબંધો મજબૂત થશે. તમે વધુ નિકટ આવી જશો અને તમારા આનંદનો પાર નહીં રહે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


બિઝનેસમાં સંકળાયેલા લોકો માટે આજે ઉત્તમ દિવસ છે. વાટાઘાટ કરવાની ક્ષમતા અને લોકોના ગળે વાત ઉતારવાની આવડતને લીધે બિઝનેસમાં તમે અનેક લાભદાયી સોદા પાર પાડી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે આધ્યાત્મિકતા તરફ વળી જાઓ અથવા તો તન-મનને શાતા આપનારું હળવું સંગીત કે શાસ્ત્રીય સંગીત સાંભળવાની હૉબી વિકસાવો એવી શક્યતા છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


નસીબની દેવી તમને સટ્ટાકીય વ્યવહારોમાં નફો કરાવશે. તમારી સફળતામાં જીવનસાથીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાથી તેમનો આભાર માનવાનું ભૂલવું નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા વધવાની છે. દૂર-સુદૂરના લોકો તમારી પાસે માર્ગદર્શન લેવા આવશે. સાંજનો સમય પરિવાર માટે અલાયદો રાખવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જ્યારે નિષ્ફળતા મળશે એવું લાગે ત્યારે પોતાની અપેક્ષાઓ ઘટાડી દેવી. આજનો દિવસ ભલે નિરાશાજનક હોય, સાંજના સમયે તમારા હૃદયમાં ઊર્મિઓ છલકાઈ રહી હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK