ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે થોડા વધારે આત્મવિશ્વાસી બની જશો. પોતાનું મહત્વ વધુ આંકવાને લીધે તમે અન્ય લોકોનાં મંતવ્યોને ધ્યાનમાં નહીં લો.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે થોડા વધારે આત્મવિશ્વાસી બની જશો. પોતાનું મહત્વ વધુ આંકવાને લીધે તમે અન્ય લોકોનાં મંતવ્યોને ધ્યાનમાં નહીં લો. આ વૃત્તિનો શક્ય હોય એટલો વહેલો ત્યાગ કરી દેવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે નસીબને હવાલે થઈ જશો. યાદ રહે, તમે ખંતપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પ્રયાસ નહીં કરો તો તમારી બધી વાતો સ્વપ્ન જ બનીને રહી જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


વિરોધીઓથી સાવધાન રહેવાનો દિવસ છે. તેઓ તમારા કામનું તથા તમારું મહત્વ ઓછું આંકવાના બધા પ્રયાસ કરી છૂટશે. આમ છતાં તમારે આકરાં વેણ કાઢવાં નહીં.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે વ્યવસાયી જીવનને કોરાણે રાખીને સમગ્ર ધ્યાન સ્વજનોને રાજી રાખવા પર કેન્દ્રિત કરશો. તમે પારિવારિક જવાબદારીઓને ગંભીરતાથી લેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


જો તમે ગુસ્સા પર કાબૂ નહીં રાખો તો સહયોગીઓ સાથે અને પરિવારજનો સાથે ક્ષુલ્લક વાતોમાં ઝઘડા થવા લાગશે. ધ્યાન રાખજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે હાલની નોકરીથી સંતુષ્ટ છો, પરંતુ આર્થિક સ્થિતિથી નથી. એનું કારણ એ કે તમે પરિવારજનોને તમારી ઇચ્છા મુજબની સુખ-સુવિધાઓ આપી શકતા નથી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે કોઈક અકળ કારણસર તમે નિરાશાની ગર્તમાં ડૂબેલા હશો. જોકે સાંજ પડ્યે સંતાનો તમને સુખ પમાડશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કામનો કંટાળો તમારા મગજ પર સવાર થઈ ગયો છે. બ્રેક લઈને મિત્રોના સંગાથે રહીને રાહત મેળવવી. તમે અત્યાર સુધી સમયના અભાવે જે કંઈ કરી શક્યા નહીં એ બધું હવે કરવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારે મોટા ભાગે ઑફિસના કામસર પ્રવાસે જવાનો યોગ છે. આર્થિક બાબતો થોડી ચિંતા કરાવશે. જોકે એમાં ગંભીર કંઈ નહીં હોય. સાંજનો સમય પ્રિયકર જોડે આનંદપૂર્વક વીતશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારો ઉત્સાહ નવી ઊંચાઈઓને આંબશે, કારણ કે તમારા જીવનમાં અનેક નવી ઘટનાઓ બની રહી છે. આ રીતે તમારા જીવનમાં કંટાળો આવવાનો હવે સવાલ જ ઊભો થતો નથી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે જૂના મિત્રો જોડે સંપર્ક તાજો કરશો અથવા તો મગજને રાહત આપવાની પ્રવૃત્તિઓ કરશો. તમારું વાક્ચાતુર્ય સમયસર મદદરૂપ થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે અંગત અને વ્યવસાયી મોરચે વિવિધ સમસ્યાઓને લીધે વ્યગ્ર રહેશો. સમાન વિચારસરણી ધરાવતી કોઈ વ્યક્તિ ક્યાંકથી પ્રગટ થઈને તમને યોગ્ય માર્ગ ચીંધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK