આ છે આજનું રાશિ ભવિષ્ય

આજે તમારું નસીબ પાધરું નહીં હોય અને તમને તકો શોધ્યે નહીં જડે.

astrology

એરીઝ (૨૧માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ સફળતા અપાવનારો ઉજ્જવળ દિવસ છે. જો તમારી સર્જનશક્તિ જાગૃત થઈ ગઈ હોય તો એનાથી કોઈ સર્જન જરૂર કરી લેવું. જોકે એકલા ડ્રાઇવિંગ કરી રહ્યા હો તો સતર્ક અને સાવધાન રહેવાની જરૂર હોવાનું ગણેશજી કહે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે બુદ્ધિપૂર્વક અને પદ્ધતિસર વિચાર કરો છો તેથી આજે સરળતાથી કાર્યો પાર પાડી શકશો. તમારા બુદ્ધિબળની સામે મોટામાં મોટી સમસ્યા કડડડભૂસ થઈ જશે. પગારમાં વૃદ્ધિ થવાની શક્યતા છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે ઘર અને પરિવાર વચ્ચે સમયની ફાળવણી અસરકારક રીતે કરી શકશો. કામમાં વ્યસ્ત હોવા છતાં તમે પરિવારજનો માટે સમય ફાળવશો અને ક્યાંક બહાર ફરવા જશો. એનાથી તેઓ પ્રસન્ન થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારું નસીબ પાધરું નહીં હોય અને તમને તકો શોધ્યે નહીં જડે. તમે પોતાની જરાય ભૂલ ન હોવા છતાં મુશ્કેલીઓમાં સપડાતા રહેશો. જોકે હવે તો તમે આવા સંજોગોમાં શું કરવું એ સુપેરે જાણો છો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આપણા ઘડતરમાં મિત્રોનો પણ ફાળો હોય છે. આટલાં વર્ષોમાં તમે લોકો સાથેના મેળમિલાપની તમારી ખૂબીને લીધે ઘણા એવા મિત્રો બનાવી લીધા હશે જેમના પર તમે આધાર રાખી શકો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


હસી-ખુશીથી ભરેલો આજનો દિવસ તમારા પરનો માનસિક બોજ હળવો કરી દેશે. ગણેશજી કહે છે કે આ દિવસ પ્રગતિશીલ અને લાભદાયી રહેશે. સામાજિક કાર્યક્રમોમાં કે પાર્ટીઓમાં તમને માનભેર બોલાવવામાં આવી શકે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


મનમાં સતત ભરાવો થતો રહે એ સારું ન કહેવાય. આ વાત પરથી બોધપાઠ લઈને તમે પરિસ્થિતિને વણસવા ન દો એ જરૂરી છે. તમે લાગણીઓથી દોરવાતા હોવાને લીધે આવું થાય છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આરોગ્યપૂર્ણ આદતો કેળવવાનો વિચાર અમલમાં મૂકવામાં વિલંબ કરવો નહીં એમ ગણેશજી કહે છે. તમારે ખાવા પર અંકુશ રાખવો, કારણ કે એનાથી મેદસ્વિતા વધી શકે છે. ગણેશજી કહે છે કે તમારે ખાણી-પીણીની બાબતે તંદુરસ્ત જીવનશૈલીને વળગી રહેવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે જાતે જ નિર્ણય તોળશો. મનોમંથન કરીને તમે જીવનની અનેક સમસ્યાઓનાં મૂળ શોધી કાઢશો. એમાં સમય જરૂર લાગશે, પરંતુ તમે જે સ્થિતિ પ્રાપ્ત કરવા માગો છો એની પ્રાપ્તિ કરી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ કપરો રહેશે. એનું મુખ્ય કારણ તમને સોંપવામાં આવેલી અનેકવિધ જવાબદારીઓ હશે. જોકે એનાથી તમારો ઉત્સાહ જરાય મોળો નહીં પડે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે જે કામ કરવાનું પસંદ કરશો એમાં ઉત્કૃક્ટ કામગીરી બજાવશો અને સફળતા તમારાં ચરણ ચૂમતી આવશે. સહજ છે કે તમારા કામની કદર થશે અને તમને શિરપાવ મળશે. મિત્રોને લઈને આધુનિક કૅફેમાં જવું. તમારે પાર્ટી કરવા માટે બીજું કોઈ કારણ શોધવાની જરૂર નથી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે આટલાં વર્ષોમાં જમાવેલી દોસ્તી આજે ઉપયોગી થશે એવું ગણેશજી કહે છે. તમને જ્યારે જરૂર પડે ત્યારે મિત્રોની ફોજ તમારા માટે હાજર રહેશે એ જોઈને તમને ઘણું સારું લાગશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK