જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

વિજ્ઞાનલક્ષી અભિગમ ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણી પ્રગતિ કરી શકશે.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જો તમને નવાં-નવાં ઉપકરણો અને સાધનો વાપરવાનું ગમતું હશે તો આજે તમને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરીને સૌને પ્રભાવિત કરવા માટેની પૂરતી તક મળી રહેશે. વિજ્ઞાનલક્ષી અભિગમ ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણી પ્રગતિ કરી શકશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે સ્વાર્થ અને વર્ચસ જમાવવાની વૃત્તિને કાબૂમાં રાખવાની જરૂર છે. ગણેશજી કહે છે કે વધુપડતા ડિમાન્ડિંગ અને આગ્રહી બનવું નહીં. આત્મકેન્દ્રી પણ નહીં બનવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

સપરિવાર ફરવા જવાની તમારી ઇચ્છાને આજે બળ મળશે અને તમે ક્યાં ફરવા જવું એનો વિચાર કરવા લાગી જશો. પ્રવાસ માટે સમય સાનુકૂળ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી ભવિષ્યકથન કરતાં કહે છે કે તમે આજે આખો દિવસ અજિંક્ય રહેશો. જોકે દિવસ કંટાળાજનક રહેશે અને કોઈ રોમાંચક ઘટના નહીં બને.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે આજે જીવનસાથીને ખુશ કરવામાં તથા સંતુષ્ટ કરવામાં કોઈ કચાશ નહીં રાખો. આથી તમે ક્યાંય કાચા પડો એવી શક્યતા નહીંવત છે. તમે જીવનસાથીને પ્રભાવિત કરી શકશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી કહે છે કે આજે તમારા જીવનમાં મહત્વપૂર્ણ વળાંક આવી શકે છે. તમે ઉજ્જવળ ભવિષ્ય માટે પૂરતી નાણાકીય સલામતી હાંસલ કરવાનો પ્રયાસ કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે બિઝી સમયપત્રકમાંથી થોડો સમય કાઢવાની જરૂર છે. ફરીથી તાજામાજા થવા માટે વેકેશન પર જવું. દરેક વાતમાં સંવેદનશીલ બનવું નહીં એવી ગણેશજીની સલાહ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે વારંવાર હતાશા મળવાથી તમારો આત્મવિશ્વાસ અને સંકલ્પ હચમચી જશે એવું ગણેશજી કહે છે. જોકે આ નિષ્ફળતાઓની વધારે અસર થવા દેવી નહીં, કારણ કે આ સ્થિતિ થોડા સમય પૂરતી જ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારામાં આજે ભરપૂર શક્તિનો સંચાર થયો છે. ગણેશજી કહે છે કે તમે કૉરસ્પૉન્ડન્સ કે પાર્ટટાઇમ ર્કોસમાં નામ નોંધાવશો. એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારું ભવ્ય આયોજન આજે ફળીભૂત થવાની શક્યતા નથી. સારામાં સારું આયોજન પણ ધૂળધાણી થઈ જવાની શક્યતા હોવાનું ગણેશજી કહે છે. આથી મનમાં શાંતિ રાખજો અને તમારાથી થાય એટલી હદે પરિસ્થિતિને કાબૂમાં રાખજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી સામે કામનો ઢગલો હશે અને એ બધું કેવી રીતે પૂરું કરવું એ એક મોટો કોયડો હશે. ધીરજ અને વ્યવહારદક્ષતાથી તમારું કામ આસાન થઈ શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

જીવનમાં નાણાકીય આયોજન કરવાનું મહત્વનું કામ હોય છે. આજે તમે એ કામ પાછળ જ શક્તિ ખર્ચી કાઢશો. પૈસાની વાત આવશે ત્યારે તમે કંજૂસાઈ કરવા લાગશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK