જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજનો તમારો મોટા ભાગનો સમય પરિવારજનો જોડે રંગેચંગે વીતશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો તમારો મોટા ભાગનો સમય પરિવારજનો જોડે રંગેચંગે વીતશે. અત્યાર સુધી સુષુપ્ત રહેલી સર્જનશીલતાને બહાર લાવવા માટે કોઈ હૉબી વિકસાવવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે દરેક બાબતમાં બાંધછોડ કરવાની જરૂર પડશે. અનેક વિખવાદો થશે અને એમાંથી માર્ગ કાઢવા માટે તમારે ઝૂકવું પડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે એકલા-અટૂલા રહેવાનું વધારે પસંદ કરો છો, પરંતુ આજે તમે બધાની સાથે હળશો-મળશો. આ રીતના સામાજિક મેળમિલાપને લીધે તમારો દૃષ્ટિકોણ સકારાત્મક બની જશે. 

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


લાગણીઓનાં પડળને તમારી તર્કશક્તિને આડે આવવા દેતા નહીં. આ રીતે તમે પૂર્વગ્રહ વગર નિર્ણયો લઈ શકશો અને સંબંધોમાં સુમેળ ટકાવી રાખશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ મોટા ભાગે તમારા મિત્રોના સંગાથે પૂરો થશે. તમે આજે જે પરિચય કેળવશો એ આજીવન મૈત્રીમાં પલટાઈ જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી પાસેથી શેની અપેક્ષા છે એના વિશે તમને કંઈ ખબર જ નહીં હોય. આથી તમારે ઉપરીઓ સાથેના પ્રશ્નોનો ઝડપથી હલ લાવવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગયા સપ્તાહમાં તમે પરિવારજનો તરફ દુર્લક્ષ કર્યું એની ગુનાહિત લાગણીને કારણે આજે તમે સ્વજનોને લાડ લડાવશો. કંઈક નવું કરવા માટે દિવસ સારો છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


દિવસ દરમ્યાન અનેક પ્રતિકૂળ બનાવો બની જવાને લીધે તમે ખિન્ન બની જશો. નકારાત્મકતાને ત્યાગીને આત્મખોજ કરવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારે લાંબા પ્રવાસે જવાનું થાય એવી શક્યતા છે. આ પ્રવાસ અણધાર્યો હશે, પરંતુ બિઝનેસ માટે ઘણો ફાયદાકારક નીવડશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે કોઈ પણ કારણ વગર પાર્ટી આપવાના મૂડમાં હશો. પ્રૉપર્ટીના સોદામાં સંકળાયેલા બિઝનેસમેનોને મોટો નફો મળવાનો યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કોઈ સારા સમાચાર મળવાના હોવાથી ઉજવણી કરવાનો સમય છે. આ સમાચાર તમારી બઢતીના, પગારવધારાના કે ઘનિષ્ઠ મિત્રનાં લગ્નના હોઈ શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે આધ્યાત્મિકતા તરફ વળી જશો. છતાં પરિવારની ભૌતિક જરૂરિયાતો તરફ તમારું લક્ષ રહેશે. તમારે બન્ને સ્થિતિ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK