ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે અમુક બાબતો તમારી તરફેણમાં નહીં હોય.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે અમુક બાબતો તમારી તરફેણમાં નહીં હોય. જોકે એનું એટલું મહત્વ પણ નથી. આથી ખેલદિલીપૂર્વક એનો સ્વીકાર કરી લેવો, ચિડાવું નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારી સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ ખીલી ઊઠશે અને તમે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી શકશો. વિદેશથી સારા સમાચાર મળવાનો યોગ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા વ્યવસાયી જીવન કરતાં અંગત જીવનને વધુ પ્રાધાન્ય મળશે. તમે બીજું બધું કામ બાજુએ મૂકીને નિકટના મિત્રો જોડે રિલૅક્સ રહી શકશો અને રમી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે સંપત્તિ અને વગનું વરવું પ્રદર્શન કરશો. તમારે  સમજવું જરૂરી છે કે એનાથી કોઈ હેતુ સરવાનો નથી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને હાલમાં મળેલી સફળતાને જોઈને લોકો તમારી પાસેથી વધારે અપેક્ષા રાખવા માંડશે. જોકે વધી ગયેલી અપેક્ષાઓનો બોજ તમને ભારે લાગશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના દિવસે તમારા મનમાં અનેક લાગણીઓનું ઘમસાણ મચશે. તમને પ્રેમની નવી ઝાંખી જોવા મળશે. કોઈ એક પરિસ્થિતિ બાબતે તમને નિરાશા વર્તાય એવું પણ બને.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ, ખાસ કરીને વ્યવસાયી મોરચે, તમારા માટે સાનુકૂળ નથી. તમે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી લેશો તોય તમને સફળતાનો સ્વાદ ચાખવા નહીં મળે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


જો આરોગ્યના પ્રશ્નો તમને સતાવતા હોય તો તમારે તબીબી પરીક્ષણો કરાવી લેવાં અને સારવાર શરૂ કરાવી દેવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ખાસ કરીને બિઝનેસમેનો માટે સારો સમય ચાલી રહ્યો છે. તમે ઘણા વખતથી જેની મંજૂરીની રાહ જોતા હતા એ લોન મંજૂર થઈ જશે. યાદો તાજી કરીને એનો આનંદ માણવા માટે સાનુકૂળ સમય છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ઉપરીઓ આજે તમારી આવડત અને મહેનતની કદર કરશે. આમ છતાં તમને કંઈક ખૂટતું હોય એવું લાગશે અને પરિણામે તમે નોકરી બદલવાની ઇચ્છા રાખશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે પોતાની જાત સાથે જ સ્પર્ધામાં ઊતરવાના મૂડમાં હશો અને પોતાની કામગીરીને વધુ ચડિયાતી બનાવશો. તમારા નિષ્ઠાભર્યા પ્રયાસો સફળતાનો માર્ગ મોકળો કરશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના પેચીદા દિવસે તમારા સંજોગો એવા હશે કે તમારે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે. અન્યોના વિચારોને સ્વીકારવાની માનસિક તૈયારી રાખવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK