શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમારી સામે આકરા પડકારો આવીને ઊભા રહેશે.

astro29

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી સામે આકરા પડકારો આવીને ઊભા રહેશે. જો તમે સકારાત્મક વલણ અપનાવશો તો પડકારોનો સહેલાઈથી સામનો કરી શકશો. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે દિવસ સારો છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે શાંતચિત્ત રહેવું. આક્રમકતા અને વર્ચસ જમાવવાની વૃત્તિ છોડી દેવી. કંઈ પણ નવું કરવું નહીં, કારણ કે ગ્રહમાન તમારી તરફેણમાં નથી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ ઘણો જ સારો છે તેથી તમે જો ચોકસાઈ રાખવા માગતા હો તો પૂરતી શક્તિ ભેગી કરી લો અને પોતાની જાતને વધુ સારી રીતે ઓળખવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે લાંબા સમયથી જે પેચીદી સમસ્યાઓનો હલ લાવવાનું ટાળી રહ્યા હતા એના હલ લાવવા માટે આજનો દિવસ સારો છે. તમારો મોટા ભાગનો સમય રોજિંદાં કામકાજમાં વીતશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે જુનિયરો અને સંતાનો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો. તેઓ તમારું કહ્યું કરે એવી અપેક્ષા રાખવી નહીં. તેમને પણ ખીલવા માટે પૂરતી મોકળાશ જોઈએ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે કોઈ અજાણ્યો ભય તમને સતાવી રહ્યો હશે અને જેમ-જેમ દિવસ પસાર થશે એમ-એમ એમાં વધારો થતો જશે. સાવધાન રહેજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારામાં તરવરાટ જોવા મળશે. આજના અદ્ભુત દિવસનો મહત્તમ લાભ લેવો અને પ્રિયકર જોડે નિકટતા વધારવી. તેમના સંગાથે પ્રસન્નતાપૂર્ણ સમય માણવો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમને રોજિંદાં કાર્યોનો કંટાળો આવી ગયો હશે અને તમે પરિવર્તન ઝંખતા હશો. વિજાતીય મિત્રો જોડે થોડો સમય ગાળીને તમે ફરી ઉત્સાહમાં આવી જશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારે અનુકરણીય વર્તન કરવું અને હાથ નીચેના માણસોને તેમનાં કાર્યો પૂરાં કરવા માટે માર્ગદર્શન આપવું. આવું કરતી વખતે જડ બનવું નહીં. બધાને અભિવ્યક્તિ કરવા દેવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી આકરી મહેનતનાં ફળ ચાખવાનો સમય આવી ગયો છે. જીવનના વિવિધ ક્ષેત્રે તમે પ્રગતિ કરી શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે રાબેતા મુજબનાં કાર્યો સહેલાઈથી પૂરાં થશે અને તેથી તમે લાંબા ગાળાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો. દિવસ દરમ્યાન તમે સખત મહેનત કરશો અને સાંજના સમયે પાર્ટી કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ પેચીદો હોવાથી તમારે તમામ વ્યવહારોમાં સાચવવું. ગ્રહમાન તમારી તરફેણમાં નથી. ખાસ કરીને નાણાકીય બાબતે તમારે ધ્યાન રાખવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK