શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

વિચારોની સ્પષ્ટતાના અભાવને લીધે તમારી નિર્ણયશક્તિ કુંઠિત થઈ જવાની શક્યતા છે.


astro29


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


વિચારોની સ્પષ્ટતાના અભાવને લીધે તમારી નિર્ણયશક્તિ કુંઠિત થઈ જવાની શક્યતા છે. થોડી ધીરજ રાખજો. દિવસ પૂરો થવા સુધીમાં બધું થાળે પડી જશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજના દિવસે બિઝનેસમેનો આનંદિત રહી શકશે. તેમના પ્રોજેક્ટ્સ ફળદાયી રહેશે. જોખમી વ્યવહારો નફાકારક પુરવાર થશે. તમારું ભવિષ્ય ઉજ્જ્વળ છે, મહેનત કરતા રહેજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારું સમગ્ર ધ્યાન વ્યવસાયી જીવન પર રહેશે. તમે વધારાની આવક કમાઈને આર્થિક સધ્ધરતા વધારવા માટેની તક સાધવા સતર્ક રહેશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા પારિવારિક તથા વ્યવસાયી જીવનમાં સકારાત્મક ઘટનાઓ બનશે. સંબંધોની ઘનિષ્ઠતા વધવાનો યોગ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કામના સ્થળે આજનો દિવસ પડકારભર્યો રહેશે. જો તમારે નૈતિકતા સાથે બાંધછોડ કરવી પડે એવી નોકરીની ઑફર આવે તો એનો અસ્વીકાર કરી દેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા ચિત્તની શાંતિમાં કોઈ ખલેલ પાડી નહીં શકે. અન્યોને ઘણી મુશ્કેલ લાગનારી પરિસ્થિતિઓનો તમે હિંમતભેર સામનો કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ભૂતકાળમાં તમે શીખેલા પદાર્થપાઠ હાથવગા બની રહેશે. કોઈક અપ્રિય ઘટના બનવાની શક્યતા હોવાથી વધુ સતર્ક રહેવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને સફળતાનો સ્વાદ ચાખવા મળશે, પણ એને લીધે તમે કદાચ ઉછાંછળા બની જાઓ એવું શક્ય છે. એથી નમ્રતા ટકાવી રાખવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજના ગ્રહમાન તમારી કારકિર્દીને પોષક ઠરનારા છે. વધુ લાભદાયી નોકરી મળવાનો યોગ છે. તમારી ઘણી ડિમાન્ડ રહેશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે શ્રેષ્ઠ આયોજન કરીને ઉત્કૃક્ટ કામગીરી બજાવશો, છતાં અનેકવિધ અવરોધોને લીધે પોતાનાં લક્ષ્યો સુધી પહોંચી નહીં શકો. આ અનુભવને ગાંઠે બાંધી લેવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે કામને સમયમર્યાદાની અંદર પૂરાં કરવા માટે તનતોડ મહેનત કરશો, છતાં તમને કદાચ સફળતા નહીં મળે. નિરાશ થતા નહીં, આવતી કાલ સારી ઊગશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


દિવસના પ્રારંભિક સમયમાં પારિવારિક સ્તરે અમુક નાની તકરારો થશે. એને બાદ કરતાં આજનો દિવસ એકંદરે સાનુકૂળ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK