જાણો તમારું રાશિ ભવિષ્ય


જે તમારા રોમૅન્ટિક સંબંધમાં વધુ રોચકતા આવશે

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આખરે તમે યોગાભ્યાસથી પ્રભાવિત થઈ જ ગયા. શું તમને આર્ટ ઑફ લિવિંગનો ડિગ્રી ર્કોસ કરવાનું મન થયું છે? ગણેશજી એ કોર્સ કરી નાખવાનું તમને સૂચન કરે છે.


ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારા રોમૅન્ટિક સંબંધમાં વધુ રોચકતા આવશે એમ ગણેશજી કહે છે. પ્રેમજીવનની સુંદરતાને લગતા અનેક જવાબો તમને મળી જશે. એકંદરે આખો દિવસ તમે સર્જનશીલ દૃãક્ટકોણ અપનાવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે કાર્યોની સંપન્નતા માટે મગજ કસશો એવું જણાય છે. એના માટે તમારે થોડા આકરા પણ બનવું પડશે. તમારી અસાધારણ બુદ્ધિપ્રતિભાને કારણે તમે અદ્વિતીય કામગીરી બજાવી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી કહે છે કે તમારી પીઠ પાછળથી કોઈ હુમલો કરી ન જાય એ માટે સાવધાન રહેજો. જોકે બીજા કોઈની અમુક પ્રવૃત્તિ તમને હાનિ પહોંચાડી શકે છે. તમે સતર્ક અને સાવધાન રહેશો તો પરેશાનીથી બચી શકાશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે બિનજરૂરી ખર્ચ કરવાનું વલણ ધરાવશો. એને કારણે ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી પરિસ્થિતિ સર્જા‍શે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે સુખ-દુ:ખથી અલિપ્ત રહેશો. કોઈ પણ ઘટના તમને વિચલિત નહીં કરી શકે એવું ગણેશજી કહે છે. સ્વજનો તમારી ઢાલ બનીને ઊભા રહેશે અને તમને અવરોધો પાર કરવાની પ્રેરણા આપશે. તમારી નિષ્ઠા તમારા કાર્યમાં પ્રતિબિંબિત થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


બિઝનેસ-સાહસમાં તમે ખરેખર શું કરવા માગો છો એ વિષયે ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે, કારણ કે તમે એક કામ અનેક અલગ-અલગ રીતે કરી શકો છો અને દરેકનું પરિણામ અલગ-અલગ આવી શકે છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને ઇન્દ્રધનુષના સાતે રંગોનો અનુભવ થશે. અલગ-અલગ મિજાજ અને અભિગમ ધરાવતી વ્યક્તિઓ સાથે તમારો ભેટો થશે અને ઘણા લોકોના પ્રતિભાવ જોઈને તમે દંગ રહી જશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે કામના સ્થળે તમારા પર ગાડું ભરીને જવાબદારીઓ હશે એવું ગણેશજી કહે છે. જોકે તમે પડકારો ઝીલી લેવાથી જરાય ડરતા ન હોવાથી બધી જવાબદારીઓ હસતાં-હસતાં સ્વીકારી લેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે ભૂતકાળમાં ખોવાયેલા રહેશો અને જૂના મિત્રોને મળવા તલપાપડ રહેશો. ગણેશજી કહે છે કે તમે કદાચ ભૂતપૂવર્‍ પ્રેમી તરફ ફરી આકર્ષિત થશો. સાથે-સાથે તમારો સામાજિક મોભો વધશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારે લાગણીશીલ બન્યા વગર દિમાગથી કામ લેવું એવું ગણેશજી કહે છે. દર વખતની જેમ આજે પણ લાગણીઓ તમારી સફળતાના માર્ગમાં અવરોધ બની શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે મોટો ખર્ચ કરવો પડશે, પરંતુ સારી વાત એ છે કે તમે જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત પારખીને બિનજરૂરી ખર્ચ ટાળી શકશો. મર્યાદામાં રહેવાથી તમે બચત વધારી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK