ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમારે કદાચ કારર્કિદી કે નાણાકીય વિષયોમાં નિર્ણયો લેવા પડશે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારે કદાચ કારર્કિદી કે નાણાકીય વિષયોમાં નિર્ણયો લેવા પડશે. દિવસના અંતે ટૂંકો પ્રવાસ થવાનો યોગ છે. એમાં તમે મિત્રોની જોડે રહીને તાજામાજા થઈ જશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારી આસપાસના લોકોની પ્રવૃત્તિઓ પાછળના છૂપા આશયો જાણવા માટે તમારે તેમની વિચારસરણીને પારખવી જરૂરી છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારું મન બે વિરુદ્ધ દિશામાં ખેંચાતું રહેશે. તમે આ વિરોધાભાસને દૂર કરી લો એ તમારા હિતમાં રહેશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે આનંદિત અને ઉત્સાહિત હોવાથી તમને કોઈ કામ મોટું નહીં લાગે અને તમે એકસાથે અનેક કાર્યો આસાનીથી પાર પાડી શકશો. આ સાથે જ તમે સમયમર્યાદાની અંદર બધું કામ પૂરું કરી દેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે પ્રગતિ કરવાનો દિવસ છે. કળાત્મક ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓની કામગીરી દીપી ઊઠશે. સપરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે મળતાવડા સ્વભાવને કારણે નવા સંપર્કો બનાવી શકશો. આગામી સમયમાં આ જ સંબંધો તમને કામે લાગશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના દિવસનો મોટા ભાગનો સમય મિત્રો જોડે પસાર થશે. તમે કોઈ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે કોઈક દ્વિધાને લીધે તમે ગૂંચવાયેલા રહેશો. આ સ્થિતિને ખબરદારીપૂર્વક સાચવી લેજો, પરંતુ નિર્ણય લેવામાં વિલંબ કરતા નહીં. જોકે ઉતાવળિયું પગલું પણ ભરવું નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમને સફળતા મળવાનો યોગ છે, પરંતુ એને કારણે તમે ઘમંડી બની જતા નહીં. તમારા વ્યવસાયી સહયોગીઓ જોડેના અંગત સારા સંબંધોમાં કોઈ ફરક આવવા દેતા નહીં. 

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે અત્યંત ગંભીર પડકારોની વચ્ચે પણ મગજની સમતુલા જાળવી રાખશો. એને લીધે સ્વજનોને નવાઈ લાગશે. કારર્કિદીમાં સ્થિરતાપૂર્વક પ્રગતિ થયે રાખશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ભૂતકાળમાં ખોવાઈ જવા માટે તથા જૂના મિત્રોની સાથે સંપર્ક તાજા કરવા માટે સાનુકૂળ સમય છે. તમે આ સારા કાર્ય બદલ જાતે જ પોતાની પીઠ થાબડશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે કોઈ કામની શરૂઆતમાં જ ઢીલા પડો છો. એક વખત કાર્યારંભ થઈ ગયા પછી તમે એ પૂરું કરીને જ જંપો છો. આજે મક્કમતાપૂર્વક શરૂઆત કરજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK