જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજના સુંદર અને ઉજ્જ્વળ દિવસે તમારે મન મોકળું રાખવું.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના સુંદર અને ઉજ્જ્વળ દિવસે તમારે મન મોકળું રાખવું. પોતાનાં સ્વપ્નો અને આકાંક્ષાઓ વિશે સ્વજનોની સાથે તથા તમને જેમના પર વિશ્વાસ હોય તેમની સાથે વાત કરવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે એકદમ મળતાવડા બની જશો અને આસપાસના લોકોને પણ તમારા જેવા બનવા મજબૂર કરી દેશો. જોકે તબિયત તરફ દુર્લક્ષ કરવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


પ્રિયકર જોડે ઉત્કટ પળો માણવા મળશે. તમે ઉત્કટતા અને આનંદની ચરમસીમાએ પહોંચી જશો અને હજી પણ આવો સમય ચાલુ રહે એવું ઇચ્છશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


બિઝનેસ કરનારાઓ માટે આજનો દિવસ વધારે સારો નથી. જો તમે સટ્ટાકીય પ્રવૃત્તિઓ કરતા હો તો જોખમો લેવાનું ટાળવું. ઉદ્યોગપતિઓએ નવા પ્રોજેક્ટનો અમલ કરવામાં ઢીલ ન કરવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા મગજમાં આજે નવા, સર્જનાત્મક અને ક્રાન્તિકારી વિચારો આવશે. એમને નોંધી લેવાની તસ્દી લેવી, જેથી એમનો ખયાલ તમારા મનમાં ટકી રહે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ટૂંકા ગાળાનાં લક્ષ્યો પાછળ અવિચારીપણે દોડવાને બદલે તમારે ભવિષ્ય તરફ અને લાંબા ગાળાનાં લક્ષ્યો તરફ દૃષ્ટિ રાખીને ચાલવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારે ઑફિસના સુસ્ત અને કંટાળાજનક વાતાવરણમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. કંઈક નવું અને તાજગીપૂર્ણ કરવું. આ પરિવર્તનથી તમે તાજામાજા થઈ જશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


માનસિક તાણ તમને હેરાન કરે એ પહેલાં એમાંથી બહાર આવવા માટેની પદ્ધતિ અપનાવવી. ધીરજ રાખવાથી અશક્ય પરિસ્થિતિઓમાંથી પણ માર્ગ કાઢી શકાય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે કોઈ રોમૅન્ટિક, પરંતુ જોખમી સંબંધ બંધાશે. તમારે એમાં આગળ વધવાનું ટાળવું, કારણ કે તમારા માટે બીજી કોઈ વસ્તુ કરતાં પ્રતિષ્ઠા વધારે મહત્વની છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


નોકરીમાં કરેલી મહેનતના બદલામાં વધારે પડતી અપેક્ષાઓ રાખવી નહીં. તમને થાક તો લાગશે, પરંતુ એમાં સંતોષનો અનુભવ પણ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારામાં સકારાત્મક ઊર્જા‍ અને ખુશીની લાગણી ફેલાઈ જશે. એનું કારણ એ છે કે તમને વિદેશથી લાંબા સમયના અપેક્ષિત સમાચાર મળ્યા છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


પોતાની કલ્પનાના ઘોડાઓને છૂટા મૂકી દેવા તથા મગજની ક્ષિતિજો વિસ્તારવા માટે યોગ્ય સમય છે. તમને કેટલાક અદ્ભુત આઇડિયા પણ આવશે. એની નોંધ કરીને રાખવાનું સારું રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK