આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે ભૂતકાળમાં સરી જશો અને સંભારણાં તાજાં કરશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે ભૂતકાળમાં સરી જશો અને સંભારણાં તાજાં કરશો. સરસ મજાની યાદોને લીધે તમારું મન હલકું-ફૂલકું થઈ જશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


છેલ્લા થોડા વખતથી તમે પોતાની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવા લાગ્યા છો. નિરાશાની પળોનો સામનો કરવાની તૈયારી રાખવી. તમારે પરિસ્થિતિની સમીક્ષા કરવી અને વાસ્તવિક લક્ષ્યો રાખવાં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા મગજને બદલે મનનું કહ્યું થશે. તમે લાગણીઓને વધુ મહત્વ આપશો, પરંતુ તાર્કિક વિચારો અને વ્યવહારુ વર્તન દ્વારા મન અને મગજનું સંતુલન જાળવવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા ખભા પર નવી જવાબદારીઓનો ભાર હોવાથી આજનો દિવસ તમારા માટે વ્યસ્તતાભર્યો રહેશે અને તમારી શક્તિઓ ખર્ચાઈ જશે. બ્રેક લેવો જરૂરી છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો ફુરસદનો સમય સંતાનો સાથે ગાળવો. તેમની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરવી અને તેમની હાલની ઇચ્છાઓ પૂરી કરવી. આ બાબત તમારી અંદર રહેલા બાળકને પણ લાગુ પડે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


વિદેશમાં વસતા તમારા સંપર્કો પાસેથી નાણાં પ્રાપ્ત થશે. ખરું પૂછો તો તેઓ તમને વિદેશની ધરતી પર બિઝનેસનું વિસ્તરણ કરવામાં મદદરૂપ થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમામ મહત્વપૂર્ણ વ્યક્તિઓની સામે, ખાસ કરીને જેઓ તમારી કાબેલિયત પર અવિશ્વાસ કરે છે તેમની સામે, પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે વાત-વાતમાં ગુસ્સે થઈ જાઓ એવું બની શકે. મોંમાંથી કડવાં વેણ નીકળી જાય નહીં એ વાતની તકેદારી લેવી. જરૂર હોય ત્યારે જ બોલવું અને દલીલો તો કોઈ કાળે કરવી નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી આવડતોનાં બણગાં ફૂંકવાની વાત તો જવા દો, આજે તમારે કોઈને પોતાની ક્ષમતાઓ વિશે પણ વાત કરવી નહીં. તમારું કામ જ આજે બોલશે. ક્યાંય કોઈ કચાશ રહી ન જાય એ વાતની તકેદારી લેવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારું અંગત અને વ્યવસાયી જીવન સંતુલિત રહેશે. ઑફિસમાં આકરી મહેનત કર્યા બાદ સાંજનો સમય પરિવાર જોડે વીતશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ અનેક ઘટનાઓથી ભરેલો રહેશે. કેટલાંક કાર્યો ખરેખર મુશ્કેલ હશે, પરંતુ ગ્રહમાન તમારી તરફેણમાં છે. પૂરેપૂરા વિશ્વાસ સાથે ઝુકાવી દેવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે ઉતાવળે નિર્ણયો લેશો તો તમને જ ભારે પડશે. બધા લાભ-ગેરલાભનો વિચાર કરીને પછી જ નિર્ણયો લેવા. સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ કરવાનો વિચાર જ ન કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK