જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમે કોઈની પણ મદદ લીધા વિના ફક્ત પોતાના પરિશ્રમના જોરે તમામ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશો.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે કોઈની પણ મદદ લીધા વિના ફક્ત પોતાના પરિશ્રમના જોરે તમામ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશો. રિફ્રેશર કોર્સ કરવાનો વિચાર સારો છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


બીજાઓ પર વર્ચસ જમાવવાની કોશિશ કરવી નહીં. બૉસપણું બતાવવું નહીં. પ્રિયકર જોડે સાંજનો સમય ઘણો જ સારો વીતશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ બિઝનેસના સોદાઓ કરવા માટે સાનુકૂળ છે. તમે સાંસ્કૃતિક કે બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરવા માટે સમય ફાળવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે અંગત કામને બદલે વ્યવસાયી બાબતોનું જોર રહેશે. તમે કારકિર્દીમાં ઝડપી પ્રગતિ કરવા માટેના રસ્તા વિશે વિચાર કરવામાં ઘણો સમય ગાળશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે ઑફિસમાં સદેહે હાજર હશો, પરંતુ તમારું મન અંગત બાબતોમાં પરોવાયેલું રહેશે. સાંજનો સમય કેવી રીતે ગાળવો એના વિચાર મનમાં ચાલી રહ્યા હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારે આવેશમાં આવીને કોઈ પગલું ભરવું નહીં. પોતાના નિર્ણયનાં સારાં-નરસાં પાસાંનો અભ્યાસ કરી લેવો. સાંજના સમયે રિલૅક્સ રહેવું અને આનંદ માણવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


નિર્ણય લેતી વખતે લાગણીઓને વચ્ચે આવવા દેવી નહીં. ભાગીદારીનો બિઝનેસ સારો ચાલશે. એને પગલે દિવસ પૂરો થયે તમે સંતોષની લાગણી અનુભવી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારું બધું કામ આપોઆપ ચાલી રહ્યું હોય એટલી સરળતાથી પાર પડશે. જીવનસાથી જોડે યાદગાર સમય વીતશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેશો. તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થશે જેની જોડે લાંબા ગાળાનો સંબંધ થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


એમ તો તમે ઠરેલ માણસ છો અને ગુસ્સે થતા નથી. આમ છતાં આજે તમારો પિત્તો જાય એવું બનશે. જોખમોથી સાવધ રહેવું અને વધુપડતું બોલવાનું ટાળવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


અન્ય લોકોથી વિમુખ રહેવાને બદલે તમારી સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સાનુકૂળ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો. નવો ચીલો પાડવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારો મિજાજ બદલાતો રહેશે અને નાના-નાના ઝઘડાને લીધે તમારો દિવસ ક્યાં પૂરો થઈ જશે એની તમને ખબર નહીં પડે. જોકે દિવસના અંત સુધીમાં બધું થાળે પડી જતાં તમે રાહતનો શ્વાસ લઈ શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK