જાણો આજનું રાશિ ભવિષ્ય

તમારા મિત્રો આજનો દિવસ સુધારી દેશે. ખાસ કરીને ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા દોસ્તારો તમને અમૂલ્ય મદદ કરશે

astrl


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ ઋણ ઉતારવાનો છે. ઉપરવાળાએ તમારા પર અંગત અને વ્યવસાયી જીવનમાં વરસાવેલી કૃપાનાં ઉદાહરણો ધ્યાનમાં લેવાં. ઋણ સ્વીકાર માટે સ્વજનોનો મેળાવડો યોજવાનું તમને મન થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


નોકરીના કે બિઝનેસના સ્થળે તમને આસપાસના લોકો બાબતે અસ્વસ્થતા વર્તાશે એવું ગણેશજી કહે છે. તમે તેમના પર વિશ્વાસ કરી નહીં શકો અને તેમની દરેક હિલચાલને શંકાની નજરે જોશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે જીવનસાથીને વિશ્વાસમાં લો એવી શક્યતા છે. એને કારણે તમે ગેરસમજને ટાળી શકશો. દિવસના પાછલા ભાગમાં તમને તેમની વિચારશક્તિનો લાભ મળશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


લોકોની ચાલબાજીઓ તરફ તમારી તીક્ષ્ણ નજર રહેશે. જોકે તમારો વહેમ તમને નુકસાન કરી શકે છે. કેટલાક માણસો એનો દુરુપયોગ કરીને તમારા મહત્વપૂર્ણ નિર્ણયો પર અસર કરશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી કહે છે કે આજે તમારો દિવસ બે વિરોધી લાગણીઓથી ભરેલો રહેશે. એક બાજુ તમારું મન વિસ્મયથી ભરાઈ જશે અને બીજી બાજુ તમને વિચિત્ર ડર પણ લાગશે. તમે ખુશ છો કે ડરી ગયેલા છો એ સમજ નહીં પડે. કામના સ્થળે તમારે ઘટનાઓનો અંદાજ કાઢી લેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારામાં ગુસ્સાનો ઊભરો આવશે. તમે જ્વાળામુખી જેવા ગરમ રહેશો એવું ગણેશજી કહે છે. બપોરના સમયે બિઝનેસ માટે મહત્વાકાંક્ષી આયોજનો કરો એવી શક્યતા છે. સહયોગીઓ તમારા પડખે રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારો સ્પર્શ પારસમણિનો રહેશે. આથી તમે જે કામને હાથ લગાડશો એમાં સફળ નીવડશો. તમને સ્વજનો સાથે સમય ગાળવાનું અને તેમની કાળજી લેવાનું મન થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે બધાં બંધનોથી મુક્ત થઈને જીવનસાથી જોડે જીવનનાં સુખ માણવા માટે સારો સમય હોવાનું ગણેશજી કહે છે. કામના સ્થળે કોઈ પણ કામ તમારે ત્યાંથી ઉત્તમ થશે. કોઈ અજાણ્યો શુભેચ્છક તમારા કાર્યમાં મદદરૂપ થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ દુ:ખદાયક અને ત્રાસદાયક રહેવાની શક્યતા છે. કામના સ્થળે નસીબની દેવી તમારો સાથ આપશે. લાગણીઓને નિર્ણયમાં વચ્ચે આવવા દેતા નહીં. સંબંધોનો સવાલ છે ત્યાં સુધી વધુપડતી અપેક્ષાઓ રાખવી નહીં.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


મનુષ્યની સફળતા પાછળ વર્ષોની સખત મહેનત, આશાવાદ અને સ્વજનોનો અતૂટ સાથ જરૂરી હોય છે. આજે તમારે કળપૂર્વક કામ લેવું પડશે એવું ગણેશજી કહે છે. આજે તમે બાબતોને વધુ ગંભીરતાથી લેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા મિત્રો આજનો દિવસ સુધારી દેશે. ખાસ કરીને ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા દોસ્તારો તમને અમૂલ્ય મદદ કરશે. તેમની સહાયથી તમે કોઈ નવું સાહસ શરૂ કરી શકશો. નોકરિયાતોને અદ્ભુત સફળતા મળશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે ભવિષ્ય વિશે આશાવાદી બની જશો અને જુસ્સામાં હશો એવું ગણેશજી કહે છે. આશાથી છલકાતું તમારું મન તમને સાંજના સમયે જીવનસાથી પાછળ લખલૂટ ખર્ચ કરવા પ્રેરશે. તમારા માટે સાનુકૂળ સમય છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK