આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે સ્વતંત્રપણે જીવવાની ઇચ્છા રાખશો.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે સ્વતંત્રપણે જીવવાની ઇચ્છા રાખશો. અત્યાર સુધી એક યા બીજા કારણસર જે કરી ન શક્યા એ બધું કરવાનું હવે મન થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમને અનેક સર્જનાત્મક વિચારો આવશે, પરંતુ એનો અમલ કરવાનો તમારો મૂડ નહીં હોય. આથી તમે નવું કંઈ કરવાને બદલે રૂટીનને વળગી રહેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે. તમે કામધંધાને બદલે અંગત જીવન પર વધારે લક્ષ આપશો. પરિવાર સાથે સરસ મજાનો સમય ગાળીને તમને મજા આવશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે વિશેષ અને શુકનિયાળ રહેશે. તમે કદાચ નવા ઘરમાં શિફ્ટ થશો. આજે તમે સુખાકારી ભોગવશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે કામધંધામાં નોંધનીય પ્રગતિ થવાનો યોગ છે. તમને કામકાજને પગલે શિરપાવ મળે એવી અપેક્ષા રહેશે. ચિંતા કરતા નહીં. તમે ધાર્યું હશે એના કરતાં વધારે ફળ મળશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે કરવાનાં બાકી એવાં કેટલાંય કામના વિચારો સતત તમારા મગજમાં ઘૂમરાયા કરશે. આથી તમારે દરેકની પ્રાથમિકતા નક્કી કરી લેવી. અન્યથા તમે કોઈ કામ પતાવી નહીં શકો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ રોમૅન્સથી ભરેલો રહેશે. તમને પ્રિયકર સમક્ષ દિલ ઠાલવી લેવાની સરસ મજાની તક મળશે. તમે લગ્નનો પ્રસ્તાવ મૂકશો તો પણ ચાલશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે સવારે ઊઠશો ત્યારથી ઉત્સાહિત રહેશો. જોકે કામનો બોજ એટલો વધારે છે કે તમને નકારાત્મક વિચારો માટે જરાય સમય નહીં મળે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


માનસિક તાણમાંથી મુક્તિ મેળવવા માટે અલગ-અલગ વ્યક્તિ અલગ-અલગ માર્ગ અપનાવતી હોય છે. તમે શૉપિંગ કરવા જઈને અને પોતાના દેખાવની ટાપટીપ કરીને તાણમુક્ત થાઓ છો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજના ફૅન્ટૅસ્ટિક દિવસે તમે પોતાના ખર્ચને સુવ્યવસ્થિત કરશો તથા સ્રોતોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો. જોકે મિત્રોની પસંદગીમાં ધ્યાન રાખવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી કારર્કિદીના ગ્રાફમાં કોઈ મોટા ઉતાર-ચડાવ આવવાના નથી. તમે દરેક પ્રશ્નનો આસાનીથી હલ લાવી શકશો. યોગ્ય શિરપાવ પણ મળશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


રોમૅન્સનો સવાલ છે ત્યાં સુધી આજનો દિવસ ઘણો જ સુંદર રહેશે. પ્રિયકરને તમારા સંગાથમાં રહેવાનું મન થશે. તેમની સાથે સાંજનો સમય આનંદપૂર્વક વીતશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK