ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે આખો દિવસ પ્રિયકરના સંગાથે ગાળવાનું પસંદ કરશો.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે આખો દિવસ પ્રિયકરના સંગાથે ગાળવાનું પસંદ કરશો. તમારે વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને મોટો દલ્લો હાથ લાગવાની શક્યતા છે. લક્ઝરી ફ્લૅટ કે કારની ખરીદી કરવા માટે સમય યોગ્ય છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો આખો દિવસ સ્વજનોની ઇચ્છાઓ-આકાંક્ષાઓ પૂરી કરવામાં પસાર થશે. જોકે તમારે પોતાના માટે પણ થોડો સમય ફાળવવો જરૂરી છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે ઇચ્છો ત્યારે ઘણું ઝડપી કામ કરી શકો છો એ જોઈને સાથી કર્મચારીઓને આર્ય થશે. તમે સમયમર્યાદા પૂરી થવા પહેલાં જ બધાં કામ પતાવી દેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે જૂના મિત્રો સાથે ભેટો થઈ જવાની શક્યતા છે. તેમની સાથેનો સમય સરસ મજાનો રહેશે અને તમે તેમના કૌશલ્યનો લાભ પણ લઈ શકશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે તમામ કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખી શકશો. તમે કામકાજના દબાણની અસરમાં આવ્યા વગર જ જવાબદારીઓ નિભાવો છો એ એનું રહસ્ય છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે કોઈ કામ હાથમાં લઈ લો છો પછી એ પૂરું કર્યા વગર તમને જંપ વળતો નથી. તમારા ઉપરીઓ આ કાર્યનિષ્ઠાને જોઈને પ્રભાવિત થઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે ઘણા આશાવાદી બની જશો અને તમારા જીવનમાં નવો તથા ઉત્પાદક સમયગાળો શરૂ થવાની તૈયારી છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે કોઈને ઉપદેશ આપવાને બદલે તમારા પોતાના વર્તનથી ઉદાહરણરૂપ બની  જશો. તમે એટલા ઊંચા આદર્શ ઊભા કરશો કે બીજા લોકોને ત્યાં સુધી પહોંચવાનું ઘણું મુશ્કેલ લાગશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જશો. એનું મુખ્ય કારણ તમારી રમૂજી વૃત્તિ અને બુદ્ધિપ્રતિભા છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી ભ્રમણવૃત્તિ સતેજ થઈ હોવાથી આજનો આખો દિવસ તમે સ્વજનો જોડે ફરવા જવાનું પ્લાનિંગ કરવામાં વિતાવશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કેટલાક લોકો તમારી નિપુણતાનો ઉપયોગ પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિઓ વધારવા માટે કરી શકે છે. આથી તમારા વ્યવહારોમાં સાવચેતી રાખજો. ફ્રેશ થવા માટે લૉન્ગ ડ્રાઇવ પર જવું કે પછી ચાલવા જવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK