શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમારા જીવનમાં નવી ઘટનાઓ આકાર લેવાની છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારા જીવનમાં નવી ઘટનાઓ આકાર લેવાની છે. નાણાકીય બાબતોની તમામ ચિંતાઓને દૂર કરી દેવી, કારણ કે તમને મોટી રકમ મળવાનો યોગ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે ગ્રહમાન તમારી તરફેણમાં ન હોવા છતાં તમે સ્થિર રહી શકશો. ઘણા સારા બનાવો બનવાની શક્યતા છે. તમને પૂરતો સહયોગ મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારી સામે સંભાવનાઓનો ઢગલો છે. તમે ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ કાર્યો પાર પાડી શકશો. પોતાની વાતો અન્ય લોકોના ગળે ઉતારવાનું સહેલું રહેશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા માર્ગમાં અનેક અવરોધો આવ્યા કરશે, પરંતુ તમે પોતાનાં લક્ષ્યો તરફ આગળ વધતા રહેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે પોતાની કામગીરીથી થોડા અસંતુષ્ટ રહેશો અને તમને સમજાશે કે અમુક બાબતોમાં તમારે પોતાનું કૌશલ્ય વધારવાની જરૂર છે. રિફ્રેશર કોર્સ કરી લેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે લાંબા સમયથી વિચાર કરી રહ્યા હતા, પરંતુ તમને ઘરનું ઇન્ટીરિયર ડેકોરેશન કરાવવા માટે સમય મળતો નહોતો. હવે તમે એને પ્રાથમિકતા આપશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ઘરનો ડ્રૉઇંગરૂમ તમને અચાનક બોરિંગ લાગવા માંડશે. આવી સ્થિતિમાં તમે ક્ષણભરમાં નક્કી કરી લેશો કે નવું ફર્નિચર વસાવીને ઘરને નવું સ્વરૂપ આપવું છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પારિવારિક કાર્ય કરવા માટે કોઈના પર નિર્ભર નહીં રહો, કારણ કે પોતાનાં મહત્વપૂર્ણ કાર્યો માટે તમે કોઈના પર વિશ્વાસ કરી શકતા નથી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે સકારાત્મક વૃત્તિ રાખીને ઉત્કૃક્ટ કામગીરી બજાવી શકશો. મિત્રો અને પરિવારજનોનું નાનું ગેટ-ટુગેધર યોજવાનું વિચારી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે બે અલગ-અલગ દિશાઓમાંથી ખેંચાશો. એક બાજુ તમને લાગણીઓને વાચા આપવાનું મન થશે અને બીજી બાજુ પોતાની શક્તિઓને સન્માર્ગે વાળવાની ઇચ્છા થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી સૌંદર્યશક્તિ પ્રગટ થશે અને તમે લાગણીશીલ બની જશો. તમારે જગતનાં આકરાં વેણ સહન કરવા માટે થોડા કઠોર બનવું પડશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે સમગ્ર બ્રહ્માંડ તમારી તરફેણમાં છે. તમારે પોતાના જીવન વિશે જરાય ચિંતા કરવાની જરૂર નથી. નિકટના મિત્રોની સમસ્યાઓનો હલ લાવવા પર લક્ષ કેન્દ્રિત કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK