આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે કંઈક અણધાર્યું બનવાની શક્યતા છે. એને પગલે તમે એવા વિષયે વિચાર કરવા મજબૂર થશો જેના વિશે તમે અગાઉ ક્યારેય વિચાર નહીં કર્યો હોય.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે કંઈક અણધાર્યું બનવાની શક્યતા છે. એને પગલે તમે એવા વિષયે વિચાર કરવા મજબૂર થશો જેના વિશે તમે અગાઉ ક્યારેય વિચાર નહીં કર્યો હોય.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે રક્ષણવાદી બની જઈને સ્વજનોની આસપાસ ઘૂમરાયા કરશો. જોકે તેમને મોકળાશની જરૂર છે. સાવધાન રહેવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના શાંતિપૂર્ણ દિવસે તમે આધ્યાત્મિક બાબતોમાં વ્યસ્ત રહેશો. તમે પરિવારને કોઈ પ્રાર્થનાસ્થળે લઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


કામની બાબતે આજનો દિવસ અસાધારણ રહેશે. તમારી વ્યસ્તતા વધી જશે. તમે બિઝનેસના સોદાઓ માટે વાટાઘાટો કરવામાં ગૂંથાયેલા રહેશો અને સમયમર્યાદાની અંદર કામ પતાવી દેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના દિવસે વિવિધ કાર્યોની ધમધમાટી હશે. તમે જે કામ હાથમાં લેશો એમાં મગ્ન થઈ જશો. આરામ કરવાનું તમને નહીં પાલવે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે અન્યોની ખામીઓ શોધવાની વૃત્તિ ધરાવો છો એ વાત તમારે સમજી લેવાની જરૂર છે. લોકો તમારી આ વૃત્તિથી ચિડાય છે. બીજાઓનાં સારાં પાસાં ઓળખવાની કળા શીખવા જેવી છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે પોતાની સમજણ અને પરિપક્વતાની મદદથી સામાજિક મોભો વધારી શકશો. તમે પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો છો એ બાબત તમારા હિતમાં રહેશે. આ બધું તમારી સંવાદની કળાને આભારી છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પોતાના મોહક અને આકર્ષક વ્યક્તિત્વથી પ્રિયકરને મંત્રમુગ્ધ કરી દેશો અને તેઓ સંપૂર્ણપણે તમારા મોહપાશમાં જકડાઈ જશે. સંબંધોમાં ઉત્કટતા અને ઉષ્માનો અનુભવ થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે મોકળા મનથી ખર્ચ કરવાના મિજાજમાં હશો. આથી સ્વજનો પાછળ લખલૂટ ખર્ચ કરશો. જોકે ભવિષ્યનો વિચાર કરીને ચાલવાની જરૂર છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આર્થિક બાબતો અને નોકરી માટે ઉત્તમ દિવસ છે. તમને મોટો ધનલાભ થવાનો છે. આ પૈસાનો ધુમાડો કરી દેવાને બદલે તાકીદના સમય માટે એને સાચવીને રાખજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે કોઈ એક મહત્વપૂર્ણ ઘટનાને લીધે તમારો દિવસ યાદગાર બની જશે. જીવનમાં મોટું પરિવર્તન આવવાનું છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી પાસે કેટલો સમય છે એનો પહેલેથી અંદાજ રાખવો, જેથી તમે એવું કોઈ કામ હાથમાં ન લો જેના માટે તમને પછીથી સમય મળે જ નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK