આ છે આજનું રાશિ ભવિષ્ય

આજે તમને મિત્રો અને પરિવારજનો સાથે ક્યાંક ફરવા જવાની તીવ્ર ઇચ્છા થશે

astrology


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના કોઈ અકળ અને અદ્ભુત બનાવથી તમે વિચારમાં પડી જશો. એ ઘટના કે ઓચિંતી બનેલી અન્ય કોઈ સાનુકૂળ ઘટનાનો તમને અનુભવ થશે. એમાં કંઈ દુનિયા ઊંધી થઈ જવાની નથી, પરંતુ તમે એના વિશે વિચાર કરવા લાગી જશો. 

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે માણસો અને વસ્તુઓ માટે વધુપડતા આગ્રહી બની જશો અને એ વાત તમારા મિત્રો તથા સહયોગીઓને ખટકશે એવી ગણેશજીની ચેતવણી છે. વેદિયા બની જવાથી કોઈને સારું નથી લાગવાનું એ વાત સમજી લેવી સારી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમને મિત્રો અને પરિવારજનો સાથે ક્યાંક ફરવા જવાની તીવ્ર ઇચ્છા થશે. તમે એના માટે પહેલેથી આયોજન પણ કદાચ કર્યું હશે. આજનો દિવસ મોજમસ્તી અને આનંદપ્રમોદનો રહેશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી કહે છે કે આજનો દિવસ કામના સ્થળે ઉત્તમ અને અસાધારણ રહેશે. તમારે વાટાઘાટો કરતી વખતે પોતાની વેપારી કુનેહનો સંપૂર્ણપણે ઉપયોગ કરવાની જરૂર પડશે. સમયમર્યાદા પૂરી થવાના સમયે તમારી નેતૃત્વશક્તિ ખીલી ઊઠશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમને લાભ મળશે કે ડિંગો મળશે એવો વિચાર કરતા હો તો ગણેશજી કહે છે કે તમને લાભ જ મળશે. આજે તમને અનેક શિરપાવ મળશે. ખાસ કરીને કામના સ્થળે આ વાત લાગુ પડે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


મનમાં ખરેખર જે ભાવ છે એના પર આજે વધારે ધ્યાન આપવું. નજીકના કોઈ સ્થળનો પ્રવાસ થવાની શક્યતા છે. લોકો સાથે તમારું સારું બનશે. સ્વજનો તમારી લાગણીઓને સમજી શકશે. સંબંધોમાં સુધાર લાવવા માટે તમારા કરિશ્માનો ઉપયોગ કરવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ તમારા માટે મહkવપૂર્ણ છે. તમે જીવનસાથી પાસેથી ઘણું શીખી શકશો. બિઝનેસના ભાગીદારો પણ તમને શક્ય એટલો વધુ સહકાર આપશે. સ્પર્ધામાં વિજયી નીવડવાનો યોગ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ઉપરીઓ તમારી સાથે કડકાઈથી કામ લેશે એવું ગણેશજી કહે છે. સહયોગીઓ પણ તમને પૂરો સહકાર નહીં આપે. કારકર્દિીના શ્રીગણેશ કરવા માગતા યુવાનોને ઇન્ટરવ્યુમાં અને ફાઇનલ સિલેક્શનમાં સફળતા મળવાનો યોગ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


સચ્ચાઈનો સાથ આપવાની આજની તમારી પ્રાથમિકતા રહેશે. અન્યાય અને ભેદભાવની સામે લડવા માટે તમારો જુસ્સો અદમ્ય રહેશે. તમે સૌના પર માત મેળવશો અને એ રીતે દિવસ ઘણો જ સારો રહેશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આત્મવિશ્વાસની કમીને લીધે તમે નિરાશ રહેશે. અધૂરામાં પૂરું તમે પાર્ટટાઇમ કામના બોજથી પણ પરેશાન રહેશો એવું ગણેશજી કહે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે અધૂરાં કાર્યોના બોજ તરફ આંખ આડા કાન કરી રહ્યા હતા. જોકે આજે તમે એ બધાં કામ પૂરાં કરીને જ જંપશો. ઘર અને ઑફિસમાં બધો ઉપાડો દૂર કરી દેશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


માણસમાત્ર ભૂલને પાત્ર એ ઉક્તિ આજે તમને લાગુ પડશે. તમે ભૂલો સ્વીકારવાની નમ્રતા પણ રાખશો. આ પ્રામાણિકતાને લીધે જ લોકો તમારાં વખાણ કરે છે. તમારો કરુણાવાન સ્વભાવ પરિવારજનોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે એવું ગણેશજી કહે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK