જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

સ્વજનો સાથેના સંબંધને ઘનિષ્ઠ બનાવવા માટે યોગ્ય સમય છે.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


સ્વજનો સાથેના સંબંધને ઘનિષ્ઠ બનાવવા માટે યોગ્ય સમય છે. તમે સંબંધોમાં જેટલું વધારે રોકાણ કરશો એટલું વધારે સુખ મળશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ તમારા માટે વધારે સારો નહીં હોય. જોકે કેટલાંક કાર્યોનું ફળ મળશે. આવતી કાલથી ગ્રહમાન સાનુકૂળ થવાના છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે મુક્ત મન રાખશો અને એનાથી તમારો દિવસ રોમાંચક બનશે. પ્રિય વ્યક્તિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે સારો સમય છે. તમારામાંથી અમુક જાતકોનાં લગ્નની શરણાઈઓ વાગવાનો યોગ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ ઘણો જ ઉત્પાદકતાપૂર્ણ હોવાથી તમે ઘણું હાંસલ કરી શકશો. દિવસ પૂરો થવા આવશે ત્યારે પ્રેમની પરાકાષ્ઠાનો અનુભવ થશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારે અતિશય વ્યસ્ત રહેવાની માનસિક તૈયારી રાખવી. તમે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેશો અને કાર્યોમાં ગતિશીલતા લાવશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


રાબેતા મુજબનાં કાર્યોથી તમે કંટાળી ગયા હોવાથી હવે બહાર જવા માટે, સૌની સાથે હળવા-મળવા માટે અને આનંદ માણવા માટે આદર્શ દિવસ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ વિષમ પ્રકારનો છે. તમારો મૂડ વારંવાર બદલાયા કરશે. જોકે તમારે એનાથી ચિંતિત થવાની જરૂર નથી, કારણ કે આ તબક્કો થોડા સમય પૂરતો જ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમને નાની-નાની બીમારીઓ સતાવ્યા કરશે. એની પાછળનાં કારણો જાણવા માટે પ્રયાસ કરવો અને જીવનશૈલીમાં ફેરફાર કરવા.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે વ્યવસાયી અને અંગત બન્ને વર્તુળોમાં આગેવાન છો. આજના અદ્ભુત દિવસે તમે જે કાર્ય શરૂ કરશો એને અન્ય લોકો નિષ્ઠાપૂર્વક અનુસરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


કોઈ એક વ્યક્તિ કે પરિસ્થિતિનું ચોકસાઈભર્યું આકલન કરીને તમે આજના પેચીદા દિવસે ચોકસાઈભર્યો નિર્ણય લઈ શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે ઉદાર અને કરુણાવાન બની જશો તથા કોઈ સખાવતી કાર્ય કરશો. એનાથી તમને સંતોષ અનુભવાશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે મિત્રોના સંગાથે ઘણોબધો સમય પસાર કરશો. તમે પોતાના વિશે ક્યારેય જાણ્યું નહીં હોય એવી તમારા વિશેની અનેક બાબતો તેમની પાસેથી જાણવા મળશે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK